સ્વનિર્ભરતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડતા ધોરાજીના ખેડૂત
૧૭ વિઘામાં ચમેલી બોરનું વાવેતર કરી વર્ષે અઢીથી સાડા ત્રણ લાખની કમાણી કરી ઘરનું ગુજરાન ચલાવે છે
ધોરાજીમાં ૮૨ વર્ષીય ખેડૂત દંપતિ જાત મહેનત કરીને ગુજરાન ચલાવે છે. આ વૃદ્ધ દંપતિ ૧૪ વર્ષ અમેરિકા રહીને પોતાના વતન પરત ફર્યા છે અને ૧૭ વિઘા જમીનમાં ચમેલી બોરનું વાવેતર કર્યું છે. ઓર્ગેનિક પઘ્ધતિથી ખેતીથી વર્ષે અઢીથી સાડા ત્રણ લાખ જેટલી ઉપજ મેળવીને આ વડિલ દંપતિએ સ્વનિર્ભરતા કેળવી અપને હાથ જગન્નાથનું ઉતમ ઉદાહરણ પુરુ પાડયું છે.
હાલ ધોરાજી માં અને ૧૪ વર્ષ અમેરિકામાં રહેલાં એવાં ભીખાભાઈ પટોળીયા અને પત્ની રાધાબેન ઘણાં વર્ષો અમેરિકામાં વિતાવ્યા હતા ત્યારે ફરી પોતાના માદરે વતન ધોરાજી યાદ આવતાં ધોરાજી જીવન ગાળવા માટે આવ્યા હતા અને નિવૃત્તિ ની વય માં કોઈ પર બોજો ન બની ને રહેવું પડે અને પોતાનું જીવન નિર્વાહ વ્યવસ્થિત રીતે ચાલી રહે તે માટે પોતાની ધોરાજી ખાતે ૧૭ વીઘા પડેલી હોય જમીન તેમાં તે દંપતિ એ જાત મહેનત કરી ને ચમેલી નાં બોર ની ખેતી એ પણ ઓર્ગેનિક પધ્ધતિ થી ખેતી કરી ને વર્ષ અઢી થી સાડા ત્રણ લાખ રૂપિયા ની ઉપજ કરીને બજાર માં વહેંચી ને પોતાનું ગુજરાન ચલાવી રહયાં છે પટોળીયા પરીવાર જનો નાં સદસયો હાલ અમેરિકા માં વસેલા છે પણ ભીખા ભાઈ અને તેમના પત્ની રાધા બેન નિવૃત્તિ ની પળો ને ખેતી કરી ને આત્મનિર્ભર બની ને પોતાની નિવૃત જીવન નિર્વાહ વ્યવસ્થિત રીતે ચલાવી શકે છે.