જૂનાગઢ નજીક આવેલા પવિત્ર ગરવા ગિરનાર એટલે તેત્રીસ કરોડ દેવતાનો જયાં વાસ થાય છે અને સિદ્ધ પુરુષો, સંતો, ઓલીયાઓ જ્યાં બિરાજે છે અને જગત જનની માં અંબાજીના બેસણા છે તેમજ ભગવાન ગુરુદત્તની જ્યાં પવિત્ર ભૂમિ આવેલી છે તેવા ગિરનાર ક્ષેત્રમાં આવતીકાલે મંગળવારે દત્ત જયંતિના પવિત્ર પ્રસંગે માં અંબાજીની મહાપૂજા અને દત્ત યજ્ઞના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.પવિત્ર યાત્રાધામ ગિરનાર પર્વત ઉપર બિરાજમાન અંબાજી શક્તિપીઠ ખાતે આવતીકાલે મંગળવાર તા. ૨૯/૧૨/૨૦ ના રોજ માગશર સુદ પૂર્ણિમા દિવસે દત્ત જયંતિની ઉજવણીના પવિત્ર પ્રસંગે માં અંબાજી ની મહાપૂજા તથા જીર્ણોદ્વાર કરવામાં આવેલી નૂતન યજ્ઞશાળામાં દત્ત યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.આ અંગે વિગત આપતા મહંત મોટાપીર બાવા તનસુખગીરી મહારાજ અને મહંત નાના પીર બાવા ગણપતગીરી મહારાજ જણાવે છે કે, આ ધાર્મિક અનુષ્ઠાનનો પ્રસાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આશીર્વાદ સ્વરૂપે મોકલવામાં આવશે આ ધાર્મિક સમારંભમાં ઉપસ્થિત રહેનાર તમામ શ્રદ્ધાળુઓને કોવિડ ૧૯ ના નિયમ મુજબ ઉપસ્થિત રહેવા અનુરોધ કર્યો છે. આ સમારંભ સવારે ૯:૩૦ થી બપોરના ૧૨:૩૦ દરમિયાન અંબાજી મંદિર ગિરનાર જૂનાગઢ ખાતે યોજાશે.
Trending
- અમદાવાદ : આવતીકાલે મેટ્રો સેવા રહેશે બંધ
- ડરો નહિ, HMPV વાઈરસ તો એક દાયકાથી છે જ
- ડિજિટલ ગુજરાત: રાજ્યના ગ્રામીણ ઘરો હવે બનશે ‘સ્માર્ટ હોમ્સ’
- મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન રૂટ પર 210 મીટર લાંબા પુલનું બાંધકામ પૂર્ણ
- “મગજ” છે નાનું પણ કરે છે કામ મોટું
- ઈસરોના વૈજ્ઞાનિક ડો. વી નારાયણન ઈસરોના નવા ચીફ બનશે,14 જાન્યુઆરીએ કમાન સંભાળશે
- યુવાધન ક્ધફર્ટ ઝોનમાંથી બહાર આવે અને લક્ષ્ય પ્રાપ્તિ માટે મથતાં રહે
- શું તમે પણ ઓછા બજેટ માં કેમેરા અને ફીચર્સ થી ભરપુર ફોન ખરીદવા માંગો છો, તો આ તમારા માટે…