પત્રકારોની ભાજપ આગેવાનોને રજૂઆત
વિસાવદર ભેંસાણ તાલુકાના લોકો માટે સદભાગ્યની વાત છે કે હર્ષદભાઈ રીબડીયા જેવા સક્ષમ નેતા મળ્યા છે તો કિરીટભાઈ પટેલ જેવા સતાધીશ સરકારના નેતા જિલ્લા ભાજપ પ્રમુખ કાર્યરત છે. તાજેતરમાં એક રોડના મામલે બંને મહાનુભાવોનં સકારાત્મક સમાચારો જાહેર થયા અને પક્ષના કાર્યકરોએ બંને નેતાઓનાં ભરપૂર વખાણ કર્યા પણ જાગૃત પત્રકાર મુકેશ રીબડીયાએ પોતાના નિષ્પક્ષ નિવેદનમાં આ બંને નેતાઓને સમાચાર માધ્યમથી વિનંતી કરે છે કે આપે સૂચિત કરેલા, પૂર્ણ થયેલા, અપૂર્ણ કામો કે ધીમી ગતિએ ચાલતા કામોની જીણવટભરી તપાસ કરે તેમજ આ કામો ખરેખર કેટલી નિષ્ઠાપૂર્વક આને પ્રમાણીકતાથી થયેલ છે. તેની પણ નોંધ કરે ત્યારબાદ જનતા જનાર્દનની સામે લેખાજોખાં રજૂ કરે અને હાલમાં ચાલતા કામોની ધીમીગતિનેલીધે લોકોને પડતી હાલાકી વિશે વિચારીને ઝડપથી કામ પૂર્ણ કરે તેમજ આ વિસ્તારનાં લોકોના પ્રાણસમા પ્રશ્ર્નો માટે સતત પ્રયત્નો કરે. બાકી વિસાવદર ભેંસાણની જનતાને કોઈ જ પડી નથી કે કામ કોણે પાસ કરાવ્યું બસ લોકોનાંહિતમાં કામ થવું જોઈએ અને સાથે સાથે વિસાવદર બિલખા રોડ જો ત્રણ દિવસમાં શરૂ કરવામાં નહી આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે એમ જાગૃત પત્રકારે પોતાના પક્ષથી ઉગ્ર શબ્દોમા રજૂઆત કરી હતી.