પ્રથમ અને બીજા તબક્કાના કિલનીકલ ટ્રાયલમાં ઝાયડસ કેડિલાની રસી સુરક્ષિત અને પ્રભાવશાળી રહી!!
ફાર્મા કંપની ઝાયડસ કેડિલાએ તેની ઝાયકોવ-ડી રસીના બે તબકકાના સફળ પરીક્ષણ બાદ હવે, ત્રીજા ટ્રાયલ માટે તૈયારી દાખવી છે. કંપનીએ માહિતી આપતા જણાવ્યું છેકે, ઝાયકોવ-ડીના પ્રથમ અને બીજા ચરણનાં કિલનીકલ ટ્રાયલ સુરક્ષીત અને પ્રભાવશાળી રહ્યા છે. વાયરસ વિરૂધ્ધ રોગ પ્રતિકારક ક્ષમતા વિકસાવવામાં રસી વધુ કારગત સાબીત થઈ છે. ત્રીજા તબકકા માટે સરકાર પાસેથી મંજૂરી મળ્યા બાદ ૩૦,૦૦૦ જેટલા સ્વયંસેવકો પર પરીક્ષણ કરાશે. અગાઉ બીજા તબકકાનું ટ્રાયલ ૧૦૦૦ સ્વાસ્થ્ય કર્મીઓ પર કરવામાં આવ્યું હતુ. આ પરિણામોની સમીક્ષા ડેટા સેફટી મોનિટરીંગ બોર્ડે કર્યું છે. અને (સીડી એસસીઓ) ધ સેન્ટ્રલ ડ્રગ સ્ટાંડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશનને સમગ્ર અહેવાલ પહોચાડયો છે.