ચમત્કારને નમસ્કાર સીલીંગ
શહેરની નામી હોસ્પિટલના સંચાલકો ચીફ ફાયર ઓફિસર પાસે દોડી આવ્યા: એન.ઓ.સી માટે પુરતો સમય ન અપાયો હોવાની ફરિયાદ
ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં અગ્નિકાંડની ઘટના પછી સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઇકોર્ટે કાઢેલી ઝાટકણી બાદ રાજકોટ મહાનગર લપાલિકાનું તંત્ર સફાળું જાગ્યું હતું અને શહેરની અલગ અલગ હોસ્પિટલોને ફાયર સેફટી અંગે નોટિસ ફટકારવામાં આવી હતી. ફાયર એન.ઓ.સી. વીના ધમધમથતી ૩૦૫ હોસ્પિટલોના નામ-સરનામાં કોર્પોરેશન સત્તાવાર વેબસાઇટ ઉપર મૂકવામાં આવ્યા છે. દરમિયાન ગઇકાલે એક જાહેર નોટિસ દ્વારા હોસ્પિટલોને એવી પણ તાકીદ કરવામાં આવી હતી કે પંદર દિવસમાં ફાયર એન. ઓ.સી.નહીં મેળવનાર હોસ્પિટલો નવા દર્દીને સારવાર માટે દાખલ કરી શકશે નહીં. આ ઉપરાંત મ્યુનિસિપલ કમિશનરે પણ એવી ચીમકી ઉચ્ચારી હતી કે નોટિસ મળ્યા બાદ પણ ફાયર એન.ઓ.સી ન મેળવનાર હોસ્પિટલ સીલ કરવામાં આવશે જેને પગલે હોસ્પિટલ સંચાલકોમાં દોડધામ મચી જવા પામી છે.
ફાયર એન.ઓ.સી અંગે નોટીસ આપવા છતાં જે હોસ્પિટલોએ ફાયરના એન.ઓ.સી મેળવવા માટેની કાર્યવાહી કરી નથી તેવી હોસ્પિટલોને સીલ કરી દેવામાં આવશે. તેવી ચીમકી મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા ગઈકાલે ઉચ્ચારવામાં આવી હતી. દરમિયાન કાલે એક જાહેર નોટિસ દ્વારા તમામ હોસ્પિટલોને ૧૫ દિવસમાં ફાયરસેફ્ટી અંગેનું એન.ઓ.સી.મેળવી લેવા તાકીદ કરવામાં આવી છે જો એક પખવાડિયામાં એન.ઓ.સી નહીં લેવામાં આવે તો આવી હોસ્પિટલ નવા દર્દીઓને સારવાર માટે દાખલ કરી શકશે નહીં તેવી કડક ચેતવણી આપવામાં આવી છે.આજે સવારે ઉઘડતી કચેરીએ શહેરની એક ડઝનથી વધુ નામે હોસ્પિટલના સંચાલકો કે મેનેજમેન્ટના વ્યક્તિઓ કોર્પોરેશન કચેરીએ ધસી આવ્યા હતા અને ચીફ ફાયર ઓફિસર નિલેશ ખેર સમક્ષ ફાયર એન.ઓ.સી. મેળવવા માટે શું કાર્યવાહી કરવી તેની માહિતી મેળવી હતી. અમુક હોસ્પિટલના સંચાલકોએ એવી પણ કહ્યું હતું કે એન.ઓ.સી માટે પંદર દિવસની સમયમર્યાદા ખૂબ જ ઓછી છે જે વધારવી જોઈએ.દરમિયાન ચીફ ફાયર ઓફિસરે તમામ હોસ્પિટલોને એવી તાકીદ કરી છે કે નોટિસ આપ્યા ત્યારે સમય અવધિનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો છતાં નોટિસને કચરા પેટીમાં મૂકી દેનાર હોસ્પિટલની હવે ખેર નથી. જો ૧૫ દિવસમાં ફાયર એન.ઓ.સી. નહીં હોય તેવી હોસ્પિટલ સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે. અને ત્યાં નવા કોઈ દર્દીને દાખલ કરી કરવામાં આવશે નહીં જેને નોટિસ આપવામાં આવી છે તેઓએ માટેની કોઈ કાર્યવાહી કરી નથી તેની સામે સીલીંગ સહિતના આકરા પગલા લેવામાં આવશે ફાયર એનો સીન અંગે જાહેર નોટીસ પ્રસિધ્ધ કરાયા બાદ આજે શહેરમાં હોસ્પિટલ સંચાલકોમાં ભારે દોડધામ મચી જવા પામી છે.