વિશ્વમાં ટેલીગ્રામ એપનો ઉપયોગ કરનારા 500 મિલિયન એક્ટિવ યૂઝર છે.ટેલીગ્રામનો ઉપયોગ લોકો વેબ સિરીઝ અને મૂવી ડાઉનલોડ કરવા માટે કરે છે કારણ કે તેમાં ખૂબ જ સરળતાથી મૂવી ડાઉનલોડ થઈ જાય છે. ટેલીગ્રામનો ઉપયોગ એક મેસેજીંગ એપ તરીકે પણ થાય છે. ટેલીગ્રામમાં પ્રાયવેસીથી જોડાયેલા ફીચર પણ મળે છે કે લોકોને વ્હોટસએપમાં મળતા નથી.
અત્યારે લોકો દ્વારા એવી વાતો જાણવા મળી છે કે ભવિષ્યમાં ટેલીગ્રામ તેના યુઝરો પાસેથી ચાર્જ લેશે.તે અંગે ટેલીગ્રામનાં સીઇઓએ પાવેલ ડુરોવે જણાવ્યું છે કે ,’ અમારા ટેલીગ્રામ એપના ફિચર્સ ભવિષ્યમાં પણ ફ્રી જ રહેશે તેના પર કોઈ એક્સ્ટ્રા ચાર્જ લગાડવામાં આવશે નહીં.
ટેલીગ્રામ એપમાં ભવિષ્યમાં નવા ફીચર ઉમેરવામાં આવશે . આવતા વર્ષે ટેલીગ્રામ બિઝનેસ યૂઝર્સને ધ્યાનમાં રાખીને નવા ફીચર લાવી રહી છે. તેમાંની કેટલીક સુવિધાઓ માટે યુઝેરને પ્રીમિયમ ચૂકવવું પડશે.
કંપનીએ સ્પષ્ટ પણે કહ્યું છે કે ટેલીગ્રામનાં નિયમિત વપરાશકર્તાઓ માટે કોઈ પણ પ્રકારના ચાર્જ લેવામાં આવશે નહિ.ટેલીગ્રામ રેવન્યુ જનરેટ કરવા માટે વ્હોટસએપની જેમ વહેંચાશે નહીં.