ભાજપે આપ્યો કોર્પોરેશનની ચૂંટણીની તૈયારીઓને આખરી ઓપ!!
કોર્પોરેશનની ચૂંટણી વ્યવસ્થા માટે ત્રણેય મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી અને કિશોર રાઠોડના શિરે જવાબદારી
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીની તરીખોનું એલાન આવતા મહિનામાં ચૂંટણીપંચ દ્વારા કરી દેવામાં આવે તેવી સંભાવના જણાય રહી છે. ત્યારે રાજકોટમાં ફરી કેસરીયો લહેરાવવા માટે સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા ચૂંટણીની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. કોર્પોરેશનની ચૂંટણીની સમગ્ર વ્યવસ્થા માટે શહેર ભાજપ મહામંત્રી દેવાંગભાઈ માકડ, જીતુભાઈ કોઠારી અને કિશોરભાઈ રાઠોડની ઇન્ચાર્જ તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત આજે શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણીએ શહેરના તમામ ૧૮ વોર્ડના વોર્ડ પ્રભારી અને વોર્ડ ચૂંટણી ઇન્ચાર્જના નામની સત્તાવાર જાહેરાત કરી દીધી છે.
ભાજપ દ્વારા છેલ્લા કેટલાક સમયથી કોર્પોરેશનની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. હવે આ તૈયારીઓને આખરી ઓપ પણ આપવામાં આવી રહ્યો છે.આજે શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણીએ કોર્પોરેશનની ચૂંટણીની વ્યવસ્થા માટે ઇન્ચાર્જ તરીકે શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માકડ, કિશોરભાઈ રાઠોડ અને જીતુભાઈ કોઠારીને જવાબદારી સોંપી છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પટેલના માર્ગદર્શન હેઠળ વિવિધ સંગઠનોની જાહેરાત કરવામાં આવી રહી છે. જે અંતર્ગત આજે શહેરના તમામ ૧૮ વોર્ડના વોર્ડ પ્રભારી અને ચૂંટણી ઇન્ચાર્જના નામની પણ જાહેરાત કરવામાં આવી હતી. જેમાં વોર્ડ નંબર ૧ના પ્રભારી તરીકે દિલીપભાઈ પટેલ,વોર્ડ નંબર ૨ના પ્રભારી તરીકે નરેન્દ્રસિંહ ઠાકુર, વોર્ડ નંબર ૩ના પ્રભારી તરીકે મનુભાઈ વઘાસીયા, વોર્ડ નંબર ૪ના પ્રભારી તરીકે અશોકભાઈ લુણાગરિયા, વોર્ડ નંબર પાંચના પ્રભારી તરીકે રમેશભાઈ અકબરી, વોર્ડ નંબર ૬ના પ્રભારી તરીકે રમેશભાઇ પરમાર,વોર્ડ નંબર ૭ના પ્રભારી તરીકે સુરેન્દ્રસિંહ વાળા,વોર્ડ નંબર ૮ના પ્રભારી તરીકે નીતિનભાઈ ભૂત,વોર્ડ નંબર ૯ના પ્રભારી તરીકે પૂર્વ મેયર ડો. જૈમનભાઈ ઉપાધ્યાય, વોર્ડ નંબર ૧૦ના પ્રભારી તરીકે દિનેશભાઈ કારીયા, વોર્ડ નંબર ૧૧ના પ્રભારી તરીકે હસુભાઈ ચોવટીયા, વોર્ડ નંબર ૧૨ના પ્રભારી તરીકે રાજુભાઈ માલધારી, વોર્ડ નંબર ૧૩ના પ્રભારી તરીકે રાજુભાઈ બોરીચા વોર્ડ નંબર ૧૪ના પ્રભારી તરીકે વિનુભાઈ ઘવા, વોર્ડ નંબર ૧૫ના પ્રભારી તરીકે સંજયભાઈ ગૌસ્વામી,વોર્ડ નંબર ૧૬ના પ્રભારી તરીકે ઝીણાભાઈ ચાવડા, વોર્ડ નંબર ૧૭ના પ્રભારી તરીકે શૈલેષભાઈ પરસાણા અને વોર્ડ નંબર ૧૮ પ્રભારી તરીકે જીગ્નેશભાઈ જોશીની વરણી કરવામાં આવી છે.
જ્યારે મહાપાલિકાના ૧૮ વોર્ડના ચૂંટણી ઇન્ચાર્જની નિમણુક પણ આજરોજ કરવામાં આવી છે. જેમાં વોર્ડ નંબર ૧ના ચૂંટણી ઇન્ચાર્જ તરીકે જેરામભાઈ વાડોલીયા, વોર્ડ નંબર ૨ના ચૂંટણી ઇન્ચાર્જ તરીકે લાલભાઈ પોપટ, વોર્ડ નંબર ૩ના ચૂંટણી ઇન્ચાર્જ તરીકે અશોકભાઈ દવે, વોર્ડ નંબર ૪ના ચૂંટણી ઇન્ચાર્જ તરીકે ભરતભાઈ લીબાશીયા, વોર્ડ નંબર ૫ના ચૂંટણી ઇન્ચાર્જ તરીકે દીપકભાઈ પનારા, વોર્ડ નંબર ૬ના ચૂંટણી ઇન્ચાર્જ તરીકે ગેલાભાઈ રબારી, વોર્ડ નંબર ૭ના ચૂંટણી તરીકે જીતુભાઈ સેલારા, વોર્ડ નંબર ૮ના ચૂંટણી ઇન્ચાર્જ તરીકે પ્રતાપભાઈ વોરા, વોર્ડ નંબર ૯ના ચૂંટણી ઇન્ચાર્જ તરીકે જયસુખભાઇ કાથરોટીયા, વોર્ડ નંબર ૧૦ના ચૂંટણી ઇન્ચાર્જ તરીકે પરેશભાઈ હુંબલ, વોર્ડ નંબર ૧૧ના ચૂંટણી ઇન્ચાર્જ તરીકે પ્રવીણભાઈ પાઘડાર, વોર્ડ નંબર ૧૨ના ચૂંટણી ઇન્ચાર્જ તરીકે નરસિંહભાઈ કાકડિયા,વોર્ડ નંબર ૧૩ના ચૂંટણી ઇન્ચાર્જ તરીકે પ્રવિણભાઇ રાઠોડ વોર્ડ નંબર ૧૪ના ચૂંટણી ઇન્ચાર્જ તરીકે હરિભાઈ રાતડીયા, વોર્ડ નંબર ૧૫ના ચૂંટણી ઇન્ચાર્જ તરીકે ભીખુભાઈ ડાભી, વોર્ડ નંબર ૧૬ના ચૂંટણી ઇન્ચાર્જ તરીકે સુરેશભાઈ વસોયા, વોર્ડ નંબર ૧૭ના ચૂંટણી ઈન્ચાર્જ તરીકે રાજુભાઈ ફળદુ જ્યારે વોર્ડ નંબર ૧૮ના ચૂંટણી ઇન્ચાર્જ તરીકે સુરેશભાઈ બોઘણીની વરણી કરવામાં આવી છે. ભાજપે કોર્પોરેશનની ચૂંટણી માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. પેજ પ્રમુખની નિમણૂક અને પેજ સમિતિના કાર્યો પણ શરૂ કરી દેવામાં આવ્યા છે.