શ્યામ વિના વ્રજ સુનુ લાગે
કલાકાર જયંતિ રાઠોડ રામ-કૃષ્ણ ભોળાનાથના ભજનોની રમઝટ બોલાવશે
અબતક ચેનલ દ્વારા પ્રસ્તુત કલારસીક દર્શકોનો અતિપ્રિય કાર્યક્રમ ‘ચાલને જીવી લઇએ’ માં રજુ થતાં કલાકારો પોતાની આગવી કલાથી સૌરાષ્ટ્ર, ગુજરાત દેશ અને વિદેશમાં વસતા ગુજરાતીઓને મંત્રમુગ્ધ કરે છે. આપણા લોકસંગીતને લોકો વધુને વધુ માણે સાથે સાથે ખુબ જ સારા પરંતુ અપ્રચલિત કલાકારો ને પોતાની કલાને છેવાડાના લોકો સુધી પહોચાડવા માટેનું પ્લેટ ફોર્મ પુરુ પાડવા ‘અબતક’ ચેનલનો હમેશા પ્રયાસ રહ્યો છે.
‘ચાલને જીવી લઇએ’ કાર્યક્રમમાં ભજન સંતવાણી ક્ષેત્રે જેનું ગૌરવવંતુ નામ છે તેવા કલાકાર જયંતિ રાઠોડ કે જેઓ છેલ્લા રપ વર્ષથી ભજન સંતવાણીની ધરોહર ને જાળવી રાખી છે. પિતા નરસીભાઇ રાઠોડ પણ ભજનીક હોય એટલે ભજન સંતવાણીનો વારસો જયંતિ રાઠોડને પિતા પાસેથી મળ્યો છે. અને આ વારસાને આગળ ધપાવવા તેઓ અથાગ પ્રયાસ કરી રહ્યા છે.
સૌરાષ્ટ્રના ગામડે ગામડે ભજન સંતવાણીના કાર્યક્રમો દ્વારા ભજન પ્રેમિઓના દિલમાં અનોખું સ્થાન પ્રાપ્ત કર્યુ છે. અને રાઠોડને ભજનની શ્રેષ્ઠ કલા બદલ ગુર્જર ક્ષત્રીય કડીયા સમાજ દ્વારા સન્માનીત કરવામાં આવ્યા હતા.
ભજન ધામ ગણાતું શહેરનું કોલવા હનુમાનજી મંદિરે છેલ્લા રપ વર્ષથી પોતાની વાણીની સેવા આપી રહ્યા છે તો આજે સાંજે ભજન-સંતવાણીના પ્રસિઘ્ધ કલાકાર જયંતિ રાઠોડને માણસું…. ચૂકાય નહી ‘ચાલને જીવી લઇએ’
કલાકાર – જયંતિ રાઠોડ
ડીરેકટર એન્કર:- પ્રિત ગોસ્વામી
તબલા:- મહેશ ત્રિવેદી
પેડ:- કેયુર બુઘ્ધદેવ
કી બોર્ડ:- પ્રશાંત સરપદડિયા
આજે પ્રસ્તુત થનાર સુમધુર કૃતિઓ
* માનવ નડે છે માનવીને…..
* સાખી
* ચાલો ને વિદુર ઘેર જાયે….
* કૈકઇ તારો ભરતજી ભલે ને….
* ભરમે મત ભુલો ગે મારા રે…..
* એવા હોત રાખો તમે રાધથી……
* આવી આવી અલખ જગાયો…..
* શ્યામ વિના વૃજ સુનુ લાગે….
આ કાર્યક્રમ રાત્રે ૮ કલાકે અબતક ચેનલ, યુ-ટયુબ અને
ફેસબૂક પર લાઈવ નિહાળી શકશો
ઈન કેબલ ચેનલ નં.૫૬૧ ડેન નેટવર્ક ચેનલ નં.૫૬૭
મુંબઈ સેવન સ્ટાર ચેનલ નં.૫૪૦ સુરત રિયલ જીટીપીએલ ચેનલ નં.૯૮૩ અને ૩૫૦