મંદ પડેલી આયાત-નિકાસથી પરદેશ જતા ક્નટેનરો પાછા આવતા ન હોવાથી ઘરઆંગણે ઉભી થઈ અછત
સમગ્ર વિશ્વમાં કોરોનાની કટોકટીભરી સ્થિતિમાં વેપાર ઉધોગને ખાસ કરીને આયાત-નિકાસ અને પરિવહન વ્યવસ્થાને મોટો ધકકો પડયો છે. ભારતમાં ક્ધટેનરોની ઉભી થયેલી અછતની સૌથી વધુ સમસ્યાનો સામનો ચોખાના નિકાસકારો કરી રહ્યા છે. આ પરિસ્થિતિમાં હવે નિકાસકારોએ સરકારની સહાય તરફ મીટ માંડી છે.
ચોખાના નિકાસકારોએ સરકાર સમક્ષ દરમિયાનગીરીને અપેક્ષા સેવી પરિવહનના ઉંચા દર અને ક્ધટેનરોની અછતથી અસર પામેલા વેપાર ઉધોગને મદદરૂપ થવા બુહાર લગાવી છે.
નિકાસકારોએ સરકાર સમક્ષ પરિવહન અને વેપાર-વ્યવહારની સાથે સાથે નિકાસ પ્રોત્સાહિત યોજનાનો વધુને વધુ લાભ ચોખાના નિકાસકારોને મળે તેવી માંગ અખિલ ભારતીય ચોખા નિકાસકાર મંડળનાં મહાનિર્દેશક વી.કે.કોલે સરકાર સમક્ષ માંગ કરી છે. આવનારા સમયમાં બાસમતી ચોખાની નિકાસની સીઝન શરૂ થવાની છે ત્યારે એસોસીએશનને સરકારને સહાયની માંગ કરી છે. નિકાસકારો અત્યારે ક્ધટેનરની અછતથી ધંધામાં મોટાપાયે ખોટની દહેશત અનુભવી રહ્યા છે.
કોરોના પૂર્વે પરિવહનના કેટલાક રૂટ પર મુશ્કેલીઓ ઉભી થઈ હતી. પશ્ર્ચિમ એશિયાના વિસ્તારમાં જયાં ૭૫ ટકા જેટલી વેપારની શકયતાઓ લોકડાઉન પછી વધી છે ત્યાં ૧૨૦૦ થી ૧૫૦૦ ડોલર પ્રતિ ક્ધટેનરનો ભાવ ચાલતો હતો જયાં ૩૪ ટકા જેટલો વધારો થઈને અત્યારે ૪૨૦૦ થી ૪૫૦૦ ડોલર જેટલો ક્ધટેનર પરિવહનનો ખર્ચ આવે છે. આયાત-નિકાસ વ્યવહાર કોરોનાની અસરથી મંદ પડી જતા બહાર મોકલાવેલા ક્ધટેનર અને ખાસ કરીને ચીન તરફથી ક્ધટેનરો પાછા આવવામાં મુશ્કેલીઓ પડે છે. ક્ધટેનરોની આ અછત ચોખાના નિકાસકારો પર સૌથી વધુ પડે છે.
ભારતથી મોકલાવેલા ક્ધટેનરો શ્રીલંકા, સિંગાપોર, મલેશિયાથી પાછા આવવામાં ખુબ જ વિલંબ થતો હોવાનું પ્રમુખ બી.વી.કૃષ્ણરાવે ફરિયાદ કરી છે. આયાત-નિકાસ વચ્ચે ઉભી થયેલી વિસંગત પરિસ્થિતિનાં કારણે ૨૫ ટનનાં એક ક્ધટેનરનો પરિવહન ખર્ચ બેવડાથી વધુ ૨૪૦૦ ડોલર પહોંચી ગયો છે. ૮ થી ૧૦ ટકા ક્ધટેનર ખર્ચના કારણે ચોખાની કિંમતમાં વધારો અને પડતર કિંમત વધી જવાથી પરદેશમાં વેચાણમાં સૌથી મોટી મુશ્કેલી પડે છે. એલટી ફૂડના મેનેજિંગ ડિરેકટર અશ્ર્વિનીકુમાર અરોરાએ જણાવ્યું હતું કે, માત્ર ક્ધટેનરોની અછતથી દેશનું આયાત અને નિકાસ ક્ષેત્ર મુશ્કેલીમાં મુકાઈ ગયું છે.