મહારાષ્ટ્રનો એક યુવાન પરીક્ષા દેવા માટે કચ્છ-ગાંધીધામ ગયો હતો.પણ રસ્તામાં તેનો રોકડ સહિતનો થેલી ચોરાઈ ગયો હતો.આથી મુશ્કેલીમાં મુકાયેલા યુવાન જેમ તેમ કરીને હળવદના માર્કેટીંગ યાર્ડમાં પહોંચીને પોતાની આપવીતી રજૂ કરી હતી.અથી હળવદના માર્કેટીંગ યાર્ડના સ્ટાફ અને મગફળી ખરીદીના સ્ટાફે યુવાનને પરત મહારાષ્ટ્ર જવા માટે આર્થિક મદદ કરીને માનવતા દાખવી હતી.
મહારાષ્ટ્રના રત્નાગિરીના સુકલોનમાં રહેતા અમરસિંહ રાઠોડ નામનો યુવાન ડિપ્લોમા ફેશન ડિઝાઇનનો અભ્યાસ કરે છે.આથી આ યુવાન ફેશન ડિઝાઇનના કોષ માટેની પરીક્ષા આપવા કચ્છના ગાંધીધામ ખાતે ગયો હતો.પણ રસ્તામાં બસમાં જ રોકડ સહિતની ચીજવસ્તુઓ ભરેલી બેગ ચોરાઈ ગઈ હતી.આથી ખિસ્સામાં ફૂટી કોડી ન હોય પરત મહારાષ્ટ્ર કેવી રીતે જવું તે અંગે મોટી મુશ્કેલી ઉભી થઇ હતી.આ યુવાન ગાંધીધામથી જેમ તેમ કરીને હળવદ માર્કેટીંગ યાર્ડ સુધી પહોંચ્યો હતો.પણ હળવદથી મહારાષ્ટ્ર કેવી રીતે જવું તે અંગે યુવાન ચિંતામાં મુકાય ગયો હતો.
યુવાને કહ્યું કે “મને મહારાષ્ટ્ર જવા માટે રૂપિયાની જરૂર છે પણ મારે ભીખ જોઈતી નથી. કે કોઈના મફતમાં પૈસા જોઈતા નથી.માર્કેટીંગ યાર્ડમાં મને ગમે તે કામ આપો, હું એ કામ કરીશ એમાંથી જે રૂપિયા મળે તે રૂપિયામાંથી ભાડું કરીને મહારાષ્ટ્ર પરત જઈશ.” યુવાનની આવી સાચી નિષ્ઠા જોઈને હળવદ માર્કેટીંગ યાર્ડનો સ્ટાફ ગદગદિત થઈ ગયો હતો.તેમણે યુવાનને સમજાવ્યું કે તારે કોઈ કામ કરવાની જરૂર નથી.અમે સાચા દિલથી તેને હેખ્ખેમ પરત પહોંચાડવા મદદ કરીશું આમ કહીને હળવદ માર્કેટીંગ યાર્ડના સ્ટાફ અને મગફળી ખરીદ કેન્દ્રના સ્ટાફે સાથી હાથ બઢાનાની જેમ બધાએ ભેગા મળી ફાળો એકઠો કરીને યુવાનને પરત મહારાષ્ટ્ર મોકલ્યો હતો.