રાજકીય દબાણ છતાં મામલતદારે ખેડુતોની જમીન બંજર થતી અટકાવી
ઉપલેટા તાલુકાના ગણોદ ગામની સીમમાં કેમીકલ યુકત સાડી ધોલાઈના ઘાટ ગેરકાયદેસર રીતે ચાલતો હોય મામલતદારે બુલ ડોઝર ફેરવી દઈ ઘાટ તોડીપાડયો હતો.
ગણોદની સીમ જમીન સર્વે નં. ૨૨૯માં રબારી ભીમા જસાસિંઘલે ગેર કાયદેસર રીતે જેતપૂરની કેમીકલ યુકત સાડીની ધોલાઈનો ઘાટ શરૂ કર્યો હતો. આ અંગેનો કેસ ૨૦૧૯માં પ્રાંત અધિકારી સમક્ષ ચાલી ગયેલ હોવા છતા ભીમા જસા સિંઘલ મામલતદાર મહાવદીયાની વારંવાર ચેતવણી છતા ચુકાદાનો અમલ નહી કરતા ગઈકાલે મામલતદાર મહાવદીયા તેમની ટીમ તેમજ પોલીસ બંદોબસ્ત સાથે પહોચી જઈ ગેરકાયદેસર ચાલતા ધોલાઈ ઘાટ ઉપર ત્રાટકી સાત સાત ખાનાના બે ધોલાઈ ઘાટ ઉપર બુલડોઝર ફેરવી દીધું હતુ.
આ ધોલાઈ ઘાટ ન તોડવા માટે ઉપરથી રાજકીય પ્રેશર છતા મામલતદાર મહાવદીયાએ કોઈને વશ થયા વગર તોડી પાડી ખેડુતોની જમીન બંજર થતી અટકાવી હતી જેતપૂરનું કેમીકલ યુકત પાણી ભાદર ૨ ડેમમાંથઈ ઘેડના બામણાસા સુધી પહોચતા અનેક ખેડુતોએ જેતે તાલુકાના અધિકારીઓને રજૂઆત પણ કરી હોવા છતાં કેમિકલ્સ યુકત પાણી જેતપૂરની ભાદર નદીમાં ભળી ભાદર ૨ ડેમમાં થઈ ઘેડ સુધી પહોચતા ખેડુતોમાં ચિંતાનો વિષય બન્યો હતો.
ગઈકાલે ગણોદ પાસે જ ઘાટ તોડી પાડવામાં આવ્યાછે. તેમાં જેતપૂરની શિવશકિત ડાઈંગની દરરોજ છ થી સાત હજાર સાડી ધોલાઈ માટે આવતી હતી. આ તમામ કેમીકલ યુકત પાણી આજુબાજુની ખેતીમાં ભળતા ખેતી બંજર બને તે પહેલા મામલતદાર મહાવદીયા એ આકરૂ પગલુ ભરી ધોલાઈ ઘાટ તોડી પાડયા છે.