વિશ્વભરમાં વર્લ્ડ રેકોર્ડ બનાવવા અને તોડવામાં અગ્રેસર વર્લ્ડ ટેલેન્ટ દ્વારા સાહિત્યકાર સાંઈરામ દવેને ખાસ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સંસ્થા દ્વારા વર્લ્ડ રેકોર્ડ, વર્લ્ડ અમેઝિંગ ટેલેન્ટ,ગ્લોબલ આઇકોન,ઇન્સ્પાયરિંગ હ્યુમન, કિડ્સ વર્લ્ડ રેકોર્ડ,બ્રાન્ડ પ્રમોશન સ્ટ્રેટેજી,એમ્પ્લોયમેન્ટ એંગેજ સ્ટ્રેટેજી,ટુરિઝમ પ્રમોટ,પ્રોડક્ટ લોન્ચ જેવી અનેક સર્વિસ આપવામાં આવે છે.
ઉપરાંત ટેલેન્ટને બહાર લાવવા ટેલેન્ટ શૉનું આયોજન કરાય છે. વાર્ષિક વર્લ્ડ રેકોર્ડ બુક, ઈ-ન્યુઝ પેપર તેમજ વ્યક્તિગત, કોર્પોરેટ સેક્ટર, ગવર્મેન્ટ સંસ્થાઓની જુદા જુદા ક્ષેત્રે નોંધ લઇ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવે છે.
ત્યારે વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન એમરિકાના CEO & Founder મિહિર ભાઈ બ્રહ્મભટ્ટની સૂચનાથી કંપનીના ગુજરાત ટેરેટરી ડાયરેક્ટર દિનેશભાઈ બારોટ તથા અન્ય ડેલિગેટ દ્વારા સાંઈરામ દવેને વર્લ્ડ અમેઝિંગ કેટેગરીમાં સમાવેશ કરી રાજકોટ ખાતે વિશેષ મહાનુભાવોની ઉપસ્થિતિમાં એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ડી. આર. સરડવા (જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી રાજકોટ) ખાસ ઉપસ્થિત રહ્યા હતા.અતિથિ વિશેષ તરીકે દિનેશભાઈ બારોટ (વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન ગુજરાત ટેરેટરી) (ટસિંહ પરમાર- શાસનાધિકારી,રાજકોટ), શ્રીમતી સંગીતાબેન મિસ્ત્રી( શિક્ષણ નિરીક્ષક) (જીલ્લા શિક્ષણાધિકારી કચેરી ભરૂચ જિલ્લા) નૈષધકુમાર મકવાણા -(નિવૃત્ત ડીઈઓ અને કવિ) ભરતસિંહ પરમાર, પંકજ ત્રિવેદી સહિતના મહાનુભાવો ઉપસ્તિથ રહ્યા હતા .
સાઈરામ દવે પોતાના વક્તવ્યમાં વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઈઝેશન, યુ. એસ. એ. ના ફાઉન્ડર મિહિરભાઈ બ્રહ્મભટ્ટનો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો.