સામાજિક આર્થિક વ્યવસ્થામાં વ્યવસાયના તમામ પ્રકારોમાં ખેતીને ઉત્તમ ગણવામાં આવી છે, આદિકાળથી સામાજિક ભરણપોષણ માટે માટી સાથે માટી થઈને કાતિલ ઠંડી , આગ ઝરતી લુ કે ધોધમાર વરસાદની પરવા કર્યા વગર દિવસ રાત ખેતર મા જ મહેનત કરનારા ખેડૂતોને આથી જ જગતના તાત ગણવામાં આવ્યા છે પ્રાચીનકાળથી આજની લોકતાંત્રિક રાજ-વ્યવસ્થામાં હંમેશા રાજ નું વલણ ખેડૂતો પ્રત્યે નરમ અને સહકાર ભર્યું રાખવામાં આવે છે રાજ્ય કર અને લગાન ની વસુલાત માં પણ ખેડૂતોને પરિસ્થિતિ મુજબ રાહત આપવામાં આવતી હતી આસમાની એટલે કે અતિવૃષ્ટિ દુકાળ વાવાઝોડા જેવી પરિસ્થિતિ અને સુલતાની એટલે કે રાજ્ય પર થયેલા આક્રમણ ની ખુવારી અને અરાજકતા દરમિયાન ખેડૂતોને લગાન ની ભરપાઈ માંથી મુક્તિ આપવામાં આવતી હતી, ખેડૂત જેટલી મુક્ત મને અને આર્થિક અને માનસિક ભારણ વગર ખેતી કરે કેટલું ઉત્પાદન વધે અને ખેડૂતોનું ઉત્પાદન જ રાજને સદ્ધર બનાવે છે, દરેક યુગમાં જે રાજ્યવ્યવસ્થા ખેતી કારોને પ્રોત્સાહન આપે છે તેમનું વિકાસ થાય છે અત્યારે પણ ભારત જેવા મોટી વસ્તી ધરાવતા દેશ અને આર્થિક મહાસત્તા તરફ પ્રયાણ કરતા રાષ્ટ્ર માટે કૃષિ ઉત્પાદન અને ખેતીનો વિકાસ આવશ્યક છે ભારત કૃષિ પ્રધાન દેશ ગણાય છે પરંતુ ભારતની ખેતી સંપૂર્ણપણે વરસાદ આધારિત છે અહીં વિશ્વનો સૌથી વધુ વરસાદ ધરાવતો પ્રદેશ હોવા છતાં ભારતમાં દાયકામાં બે-ત્રણ વાર વરસાદના પાણીની અછતથી દુકાળ જેવી પરિસ્થિતી સર્જાઇ છે ઇઝરાયેલમાં આંગળીને વેઢે ગણાય તેટલા મિલી મીટર વરસાદ પડતો હોવા છતાં કૃષિ ઉત્પાદનમાં ટચૂકડું રણ પ્રદેશ પ્રદેશ વિશ્વમાં સૌથી આગળ છે ભારત પાસે પૂરતી જમીન પૂરતુ માનવ બળ અને આદિકાળથી કૃષિ ક્ષેત્રનું અનુભવ નો ભાથો હોવા છતાં ભારતની હજુ જીવન જરૂરી ચીજ વસ્તુઓની આયાત કરવી પડે છે, કૃષિ વિકાસ માટે આમૂલ પરિવર્તનની જરૂર છે અત્યારે કૃષિ કાયદાઓ ને લઈને આંદોલન ચાલી રહ્યું છે નવા કાયદા ખેડૂતો અને ખેતી નું અહિત કરનારા હોવાનું આપશે થઈ રહ્યા છે કૃષિ કાયદાઓ ખેડૂતો અને ખેતી માટે લાંબાગાળે લાભ કારક હોવાના સરકારના દાવા આંદોલનકારીઓને ગળે ઉતરતા નથી, સમાધાનના પ્રયાસો થાય છે, લોકતંત્રમાં આંદોલન અને વિરોધ નો વિરોધ ન હોય પરંતુ ભારતના કૃષિ ક્ષેત્રની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી ભારતના કૃષિ ક્ષેત્રને ખેડૂતોની પરિસ્થિતિ બદલવાની તાતી જરૂર છે ટેકનોલોજીનો યુગ છે ત્યારે શું ભારતમાં જુના જમાનાની સિંચાઇ વ્યવસ્થા સિંચાઈ પદ્ધતિ ખેડૂત ખેતી અને ખાતરની જૂની વ્યવસ્થા મુજબ કામ થાય છે હજુ આપણા દેશમાં બાજરા ને પવનથી વાવલી ને સાફ કરવાની તો થાશે દુનિયા કૃષિ ક્ષેત્રે મહત્તમ ટેકનોલોજીનો ઉપયોગ કરી રહી છે ભારત હજુ લાકડાના હળ વાપરવામાં આવે છે કહેવાનો અર્થ એ છે કે ભારતમાં કૃષિક્ષેત્રે હજુ ઘણા સુધારાઓ અવકાશછે
ખેડૂત અને ખેતીના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નો ચાલી રહ્યાં છે અને આ પ્રક્રિયા સતત ચાલુ રાખવી જોઈએ. દેશના વિકાસ દરથી લઈને જરૂરીયાતો પૂરી કરવા માટે કૃષિ ક્ષેત્ર એક એવું ક્ષેત્ર છે કે જે રોટી, કપડા ઔર મકાનની જરૂરીયાતો પૂરી કરી શકે છે. અત્યારે આધુનિક ઔદ્યોગીક યુગમાં પણ કાચા માલ-સામાન અને વૈશ્ર્વિક વેપારમાં હુડીયામણ કમાવવા માટે કૃષિ ક્ષેત્રની વિકાસની આવશ્યકતા રહેલી છે ત્યારે કૃષિ ક્ષેત્ર મજબૂત હશે, ખેડૂત સમૃધ્ધ બનશે તો આપો આપ દેશનું અર્થતંત્ર તરી જશે.