કોરોનાના નવા સ્ટ્રેઈનથી સરકાર સતર્ક; લોકોએ ગભરાવવાની જરૂર નહિ: સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન
કોરોના મહામારીને એક વર્ષ જેટલો સમય વીતી ગયો છે. ભારતમાં કોરોનાનાકેસો સરેરાશ રીતે ઘટયા છે. પરંતુ હજુ તેની તીવ્રતા ઓછી આંકી શકાય નહિ વિશ્ર્વના મોટાભાગના દેશોમાં કોવિડ ૧૯ની બે લહેર પસાર થઈ ચૂકી છે. પ્રથમ તબકકાની લહેરની સરખામણીએ કોરોનાની બીજી લહેર વધુ ઘાતકી સાબિત થઈ હતી ત્યારે હવે, કોરોનાએ ફરી ‘કલર’ બદલ્યો છે. બ્રિટનમાં વાયરસનો ભયાનક રીતે ફેલાવો થઈ રહ્યો છે. જેનાથી વિશ્ર્વભરનાં દેશો સચેત થઈ ગયા છે. અને કોરોના વાયરસની આ નવી ઝપેટમાં આવવાથી બચવા સાવચેતીનાં પગલા લઈ રહ્યા છે. જેનાં અનુસંધાને ભારત સહિતના વિશ્ર્વના બાર જેટલા દેશોએ બ્રિટનથી આવતી જતી તમામ ફલાઈટ ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે. ભારતે આજથી ૩૧મી ડિસેમ્બર સુધી પ્રતિબંધ મૂકયો છે.
કોરોના વાયરસનાં સંક્રમણને વધુ ફેલાવાથી અટકાવવા ગુજરાતનાં ચાર મહાનગરો ઉપરાંત, મુંબઈ, દિલ્હી જેવા મોટા શહેરો પર રાત્રી દરમિયાન કફર્યું અમલી બનાવાયો હતો. ત્યારે તાજેતરમાં કોરોનાના નવા સ્વરૂપથી બચવા દેશનીક આર્થિક રાજધાની મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમં રાત્રી કફર્યું ફરી લાગુ કરી દેવાયો છે. જે આગામી પાંચમી જાન્યુઅરી સુધી અમલી રહેશે.
કોવિડ-૧૯નું નવું સ્વરૂપ યોગ્ય પગલા અને સાવચેતીથી અટકાવી શકાય છે: વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન
એક તરફ ક્રિસમસ તહેવાર અને નવા વર્ષના વધામણા થઈ રહ્યા છેતો બીજી તરફ આવા સમયે કોરોનાનો નવો અવતાર સામે આવતા વધુ સચેત થઈ જવાની જરૂરત વર્તાઈ છે. જેને લઈ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો હર્ષવર્ધનની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠક મળી હતી. જેમાં કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતુ કે, ભારતમાં કોરોનાના નવા સ્ટ્રેનથી ગભરાવવાની જરૂર નથી. સરકાર આ માટે સતર્ક છે. પરંતુ સાવધ રહી કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવું ખૂબ જરૂરી છે.
આર્થિક રાજધાની મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં ૫મી જાન્યુઆરી સુધી રાત્રી કફર્યું લાગુ
આ અંગે વિશ્ર્વ સ્વાસ્થ્ય સંગઠને પણ ગભરાટ ન ફેલાવવાનાં સલાહ સૂચન કરી જણાવ્યું છે કે, કોરોનાનું આ નવું સ્વરૂપ નિયંત્રણની બહાર નથી યોગ્ય પગલા અને સાવચેતી રાખી તેને નિયંત્રીત કરી શકાય છે.