વિશ્વના ટોચના દેશોમાં રીઅલ એસ્ટેટ ક્ષેત્રે ધુમ મચાવનાર ઈએક્સપી વર્લ્ડ કંપની હવે, ભારતમાં
સ્થાવર જંગમ મિલકતોની લે-વેચ માટે ક્લાઉડ બેઝ્ડ ડિજિટલ પ્લેટફોર્મ ઊભું કરાશે
વિશ્વના સૌથી ગતિશીલ એવા ભારતના રીઅલ એસ્ટેટ માર્કેટમાં ક્રાંતિ લાવવા અમે સજ્જ: ઈએક્સપી વર્લ્ડ
આજના વિકસતા જતા આધુનિક યુગમાં દરેક ક્ષેત્રે ટેકનોલોજીનો ઉપયોગ વધ્યો છે. જેના પગલે ડીજીટલ સેવાઓનાં વ્યાપમાં વધારો થયો છે. ત્યારે હવે, રીઅલ એસ્ટેટ માર્કેટને પણ ડીજીટલ સ્વરૂપ આપવા આંતરરાષ્ટ્રીય કંપની ઈએકસપી વર્લ્ડ હોલ્ડીંગ્સે ભારતમા એન્ટ્રી કરી છે.જમીનમકાન જેવી સ્થાવરા જંગમ મિલકતોની લેવડ દેવડમાં ઝંપલાવી ભારતમાં સ્થાનિક દલાલોને હંફાવવા તૈયાર થઈ છે.
ઈએકસપી વર્લ્ડ હોલ્ડિંગ્સની સહાયક કંપનીઈએકસપી રીઆલીટીનાં પ્રમુખ મીચેલ વાલ્ડેઝે આ અંગે માહિતી આપતા જણાવ્યું છે કે, સ્થાવરા જંગમ મિલકતોની લે-વેચ માટે ભારતમાં એક કલાઉડ બેઝડ ડીજીટલ પ્લેટફોર્મ ઉભુ કરશે. ભારતનું રીઅલ એસ્ટેટનું માર્કેટ વિશ્ર્વના સૌથી ગતિશીલ માર્કેટોમનું એક છે જેમાં એજન્ટો માટે વિપુલ તકો રહેલી છે. અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા જેવા દેશો ઉપરાંત હવે, અમે ભારતમાં પ્રવેશ કરવા ઈચ્છુક છીએ આ માટે સરકાર તરફથી પણ સારો પ્રતિસાદ મળ્યો છે. બજારમાં અમે એક વર્ચ્યુંલી પ્લેટફોર્મ ઉભુ કરવા ઈચ્છીએ છીએ જેનાથી વ્યવહાર વધુ પારદર્શક બનશે અને ટેકનોલોજીનાં ઉપયાગેથી બજારમાં ઉપલબ્ધ સ્ત્રોતોનો સંપૂર્ણ ઉપયોગ કરી શકીશું.
જમીન-મકાનોની લેવડ દેવડ માટે દલાલો એક મહત્વની કડીરૂપ કામ કરતા હોય છે. ત્યારે આ ક્ષેત્રે વિદેશી કંપની ઈએકસપી રીઆલીટીની ભારતમાં એન્ટ્રીથી સ્થાનિક દલાલોને ફટકો પડે તો પણ નવાઈ નહિ ઈએકસપી રીઆલીટી કંપનીના જણાવ્યા અનુસાર, તે કોમર્શિયલ અને રીઅલ એસ્ટેટના એજન્ટોને એક અલગ નાણાંકીય મોડેલ પુરૂ પાડશે જેમાં તેમને 80 ટકા જેટલુ કમિશન અપાશે. અમારો હેતુ ભારતીય રીઅલ એસ્ટેટ માર્કેટને નવી ઉંચાઈએ લઈ જઈ એજન્ટોની આવક વધારવાનો છે. જેના પ્રત્યક્ષ કે પરોક્ષ પરિણામ સ્વરૂપ આ ક્ષેત્રેક ડીજીટલી ક્રાંતી સર્જાશે.