નવનિર્માણ ચોકીને ખૂલ્લી મૂકી બાંધકામનું કર્યું નિરીક્ષણ: એસ.પી. બલરામ મીણા, ડીવાયએસપી પ્રતિપાલસિંહ ઝાલા અને પીએસઆઈ કુલદીપસિંહ ગોહિલ સહિત અધિકારી રહ્યા ઉપસ્થિત
રાજકોટ જિલ્લાના મહત્વના ઈન્ડસ્ટ્રીયલઝોન ગણાતા શાપર વેરાવળમાં ગતરોજ વાર્ષિક ઈન્સ્પેકશન કરાયું હતુ ઈન્સ્પેકશનના રેન્જ આઈ.જી. સંદીપસિંહ, જિલ્લા પોલીસ વડા બલરામ મીણા, ગોંડલ ડીવીઝન ડીવાયએસપી, પ્રતિપાલસિંહ ઝાલા, સીપીઆઈ જાડેજા, શાપર વેરાવળ પોલીસ સ્ટેશનનાં પીએસઆઈ કુલદિપસિંહ ગોહિલ હાજર રહ્યા હતા.
રેન્જ આઈ.જી. સંદિપસિંહનું સ્વાગત પીએસઆઈ કુલદિપસિંહ ગોહેલ દ્વારા કરાયું હતુઆ વેળા શાપર વેરાવળ પોલીસ મથકમાં નવા બાંધકામનું નિરીક્ષણ તથા ફાયબર ચોકીનું લોકાર્પણ રેન્જઆઈજી સંદિપસિંહના હસ્તે કરાયું હતુ ઉપસ્થિત પોલીસ સ્ટાફ સાથે રેન્જઆઈજી એ કાયદો વ્યવસ્થા અંગે સમીક્ષા કરી જરી માર્ગદર્શન આપ્યું હતુ.
શાપર વેરાવળ ઔદ્યોગીક વસાહત હોય વ્યાપાર માટેનું મોટુ મથક હોય કાયદો વ્યવસ્થાની ચુસ્ત અમલવારી માટે તાકીદ પણ કરી હતી.