રાજકોટ માં ૧૦ દિવસ ચાલશે,સંપૂર્ણ શૂટ પ્રખ્યાત અભિનેતા મનોજ જોશી લીડ રોલમાં જોવા મળી રહ્યા છે
છેલ્લા ઘણા સમયથી ગુજરાતી મુવી નું રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ખૂબ સારું યોગદાન જોવા મળી રહ્યું છે લોકોને ગુજરાતી મુવી જોવા ખૂબ પસંદ પડી રહ્યા છે ગુજરાતી મુવી ની દરેક વાર્તાઓ પણ પસન્દ પડી રહી છે ત્યારે એવું જ એક રોમ કોમ પારિવારિક ગુજરાતી મુવી જેશુ જોરદાર નું હાલ રાજકોટ ખાતે શૂટિંગ થઈ રહ્યું છે લગભગ દસેક દિવસ જેટલું શૂટિંગ રાજકોટ શહેર ના સારા વિસ્તારોમાં સૂટ થશે
ગુજરાતની પ્રજાને મનોરંજન ભરપૂર આપવા નિર્માતાઓ અને નિર્દેશકોએ આ મુવી પાછળ કડી મહેનત શરૂ કરી દીધી છે જેશું જોરદાર ગુજરાતી મુવી થોડાક જ સમયમાં રૂપેરી પડદે જોવા મળશે તેમજ મનોજ જોશી જેવા પ્રખ્યાત અભિનેતા પણ આમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે મુંબઈ ખાતે પ્રથમ શેડ્યુલ પૂરું કરી ત્યારબાદ હાલ રાજકોટ ખાતે જ શૂટિંગ શરૂ છે માર્ચ-એપ્રિલ મહિનામાં સિનેમાઘરોમાં રીલિઝ થવા ની શક્યતાઓ છે.
રોમ કોમ ગુજરાતી મુવી જેશુ જોરદાર અમારું નવું નજરાણું લોકોને ભરપૂર મનોરંજન પૂરું પાડવા આવી રહ્યું છે : વૃંદા બ્રહ્મભટ્ટ કો. પ્રોડ્યૂસર
ગુજરાતી મુવી જેશુ જોરદાર ના પ્રોડ્યુસર બ્રહ્મભટ્ટ દશરત સાથેની ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું કે હું આ મુવીમાં મહેમાન કલાકારની ભૂમિકા ભજવી રહી છું અમારી લીડ કાસ્ટ મનોજ જોશી સર, કુલદીપ ગોર , ભક્તિ કુમબાવત,સુપ્રિયા કુમારી ડિરેક્ટર રાજન વર્મા મુવી ની વાર્તા લેખ બંટી રાઠોડ છે તેમજ મ્યુઝિક આપ્યું દાનીશ શાબરીએ અને કેમેરા મેન માં મુકેશ મારુ છે. મુવી નું પહેલું શેડ્યુલ મુંબઇ માં શૂટ થઈ ચૂક્યું છે બીજું શેડ્યુલ રાજકોટ ખાતે સારું કર્યું છે લગભગ ૧૦દિવસ જેટલું શૂટ અમે રાજકોટ કરવાંના છી અમારો પ્રયાસ રહેશે રાજકોટ ને સારું એક્સપલોર કરી શકીએ ગુજરાત માં ઘણી બધી જગ્યા પર શૂટ થઈ ચૂકયા છે રાજકોટ માં આ વખત શૂટ કરવું એ પણ લાંબા સમય સુધી એ અમારો પ્રથમ પ્રયાસ છે સંપૂર્ણ મુવી ની વાત કરુતો રોમકોમ કોમેડી મુવી છે લોકો ને ખુબજ પસંદ પડશે તેવી આશા છે ગુજરાત ની પબ્લિક નો ગુજરાતી સિનેમા ને બોહડો પ્રતિસાદ મળી રહ્યો છે છેલા ઘણા વર્ષો થી અમે પણ અમારી માનવંતી જનતા ને કઈક નવું આપવા જઈ રહ્યા છી અમે ૧૦૦% આપીશુ લોકો પણ અમારું મુવી જોવા તેમના નજીક ના સિનેમા ઘરો માં પોહચે તેવી અપેક્ષા છે.