તરલતા મુદ્દે લેવાયેલા નિર્ણયથી અર્થતંત્રને માઠી અસર પહોંચે તેવી દહેશત વ્યક્ત કરતા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના પૂર્વ ગવર્નર સુબ્બારાવ
કોરોના મહામારી દરમિયાન બજારમાં તરલતા ઠાલવવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ અનેક તબક્કાવાર પગલા લીધા હતા. જેમાં ઈમરજન્સી ક્રેડિટ લાઈન ગેરેંટી સ્કીમ મોરાટોરીયમ સહિતના પગલાંનો સમાવેશ થાય છે. જો કે, વધુ પ્રમાણમાં તરલતા લાવવાના પ્રયાસ ભવિષ્યમાં અર્થતંત્ર માટે સુનામી બની જશે તેવી ભીતિ રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના પૂર્વ ગવર્નર દુવવુરી સુબ્બારાઓ દ્વારા વ્યકત કરવામાં આવી હતી.
તરલતા લાવવા માટે બોલાવાયેલી રૂપિયાની છે જેના કારણે નજીકના ભવિષ્યમાં અર્થતંત્ર માટે કપરા ચઢાણ સાબિત થઇ શકે છે. તેમણે આ નિવેદન તાજેતરમાં યોજાયેલા એક સમારોહમાં દરમિયાન કર્યું હતું. આ સમારોહ ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ દ્વારા યોજાયો હતો તેમણે કહ્યું હતું કે ઓપન માર્કેટ ઓપરેશન અને સીઆરઆર તથા એસએલઆરમાં કટ કરવાના કારણે તરલતા વધી છે જે માઠા પરિણામ લાવી શકે. રેપો રેટ, રિવર્સ રેપો રેટ અને લોંગ ટર્મ રેપો ઓપરેશનને પણ અસર થઈ શકે છે.
બીજી તરફ તાજેતરમાં સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી ઈમરજન્સી ક્રેડિટ લાઈન ગેરેંટી સ્કીમ અંગે પણ કેટલીક ચોંકાવનારી વિગતો મળી રહી છે. સરકારે ઉદ્યોગોને બેઠા કરવા માટે આ યોજના અમલમાં મૂકી હતી યોજના હેઠળ બેંકો અને એનબીએફસી દ્વારા ઉદ્યોગો અને વ્યવસાયને લોન પેટે રકમ ફાળવવાની થતી હતી. ખાસ કરીને આ સ્કીમ લઘુ અને મધ્યમ ઉદ્યોગો માટે અમલમાં મુકાઇ હતી. જોકે, આ સ્કીમમાં મોટા પ્રમાણમાં ડિફોલ્ટ થવાની ભીતિ પણ છે. કોરોના મહામારી બાદ ૬૧ લાખ એકમોને રૂપિયા બે લાખ કરોડની લોન આ યોજના હેઠળ આપવામાં આવી હતી. યોજના હેઠળ જે ઉદ્યોગનું ટર્નઓવર રૂપિયા અઢીસો કરોડ સુધીનું છે તેને રૂપિયા ૫૦ કરોડ સુધીની ક્રેડિટ મળે ત્યારબાદ આલોને ચાર વર્ષના સમયગાળામાં ચૂકવવી પડે છે.