ઠંડી વધવા સાથે જ સરહદે આંતકીઓ થયા સક્રિય
હથિયારોનો જથ્થો પણ મળ્યો: બીએસએફ
પંજાબના અમૃતસરની અટારી સરહદે શિયાળાની કડકડતી ઠંડીનો લાભ લઈ પાક.થી ઘૂસણખોરીનો પ્રયાસ કરનારા બે આતંકીઓને ભારતીય જવાનોને ઠાર કરી હથીયારોનો જથ્થો કબ્જે કર્યો હતો.
સીમા સુરક્ષા દળના સુત્રોના જણાવ્યા પ્રમાણે ગૂરૂવારે વહેલી સવારે બે વાગ્યા આસપાસ આતંકીઓએ ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો. હથિયારોથી સજજ આ બે ઘુસણખોરીને બીએસએફ જવાનોએ ઠાર કર્યા હતા.ને તેની પાસેથી હથીયારો કબ્જે કર્યા હતા. આ વિસ્તારમાં શોધ અભિયાન હાથ ધરવાનો નિર્ણય લેવાયો હતો. પણ ગાઢ ધુમ્મસના કારણે અભિયાન હાથ ધરી શકાયું ન હતુ.
ઉત્તર ભારતમાં કાતીલ ઠંડીનો દોર શરૂ થતા જ પાકની જાસુસી સંસ્થા આઈએસઆઈએ ઘુસણખોરી કરાવવા અને અશાંતિ સર્જવાના પ્રયાસો શરૂ કર્યા છે.
અત્રે એ યાદ આપએ કે સોમવારે મોડીરાત્રે રાજાતાલ ખાતે પાક.માંથી કેટલાક ઘુસણખોરોએ ભારતમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. બીઓપીમાં ફરજ બજાવતા સીમા સુરક્ષા દળના જવાનો મંગળવારે સવારે પેટ્રોલીંગ કરતા હતા ત્યાર કાંટાળી વાડ નજીક પગના નિશાન જોવા મળ્યા હતા. આ સાથે જ એક પ્લાસ્ટીકનો પાઈપના નિશાન પણ મળ્યા હતા. સીમા સુરક્ષા દળના જવાનોને શંકા છે કે અમાસની કાળી રાત્રીનો લાભ લઈ ઘુસણખોરોએ હેરોઈન અને હથીયારોની ખેપ માર દીધી અને માલ ઠેકાણે પહોચાડી પરત ચાલ્યા ગયા હતા. બીએસએફ અને પંજાબ પોલીસે આખાવિસ્તારને ઘેરી લઈ તલાશી અભિયાન હાથ ધર્યું છે. સુરક્ષા એજન્સીઓને એવી શંકા છે કે આતંકીઓએ કેફી પદાર્થોની ખેપ મારી જથ્થો સીમા નજીકના શખ્સોને પહોચાડયો છે. ડિસેમ્બર માસની શરૂઆતમાં આ વિસ્તારમાંથી સાતથી વધુ વખત પાક.ના ડ્રોનની ઘુસણખોર જોવા મળી હતી.સરહદે પાકે. ડ્રોનની હેરાફેરી વધારી
તાજેતરમાં જ ભારતીય સુરક્ષા એજન્સીઓએ સેટેલાઈ ટ અને મોબાઈલ સંદેશા ‘ડિકોડ’ કર્યા તેમાં એવું જાણવા મળ્યું કે ભારતીય સરહદે પાક. ડ્રોનની હેરાફેરી વધારી દીધી છે. અને એનું નામ ‘પરિંદા’ આપ્યું છે.
અનંતનાગમાં સુરક્ષા દળો આતંકીઓ વચ્ચે અથડામણ: એક ઘુસણખોર ઝડપાયો
જમ્મુ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે ગુરૂવારે અથડામણ થઈ હતી જેમાં એક ઘાયલ આતંકવાદીને પકડી પાડયો હતો. આ અંગે પોલીસ અધિકારીએ જણાવ્યું હતુ કે અનંતનાગ વિસ્તારમાં આતંકીઓની હાજરીની જાણ થતા જ સુરક્ષાદળોએ અનંત નાગ જિલ્લામાં બાબા ખલીલ વિસ્તારને ઘેરાબંધીકરી તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતુ.
શોધ અભિયાન હાથ ધરવામાં આવતા આતંકીઓએ સુરક્ષાદળો ઉપર ગોળીબાર કર્યો હતો. એટલે સુરક્ષાદળોએ સામો ગોળીબાર કર્યા હતા અને તેમાં એક આતંકવાદીના પેટમાં ગોળી વાગી હતી આતંકીને પકડી સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો છે. આતંકવાદની પૂછપરછ કરવામાં આવતા તેની ઓળખાણ ઝહીર અબ્બાસ તરીકે થઈ છે. અને તે પુલવામાં જિલ્લાનો રહેવાસી છે.
અનંતનાગના બિજબિહાડામાં સુરક્ષા દળો પર હુમલો: સીઆરપીએફનો જવાન ઘાયલ
અબતક-નવીદિલ્હી: જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લાના બિજબિહાડા વિસ્તારમાં આતંકવાદીઓએ સુરક્ષા દળોને નિશાન બનાવી ગ્રેનેડ હુમલો કર્યો હતો. આ હુમલામાં સીઆરપીએફનો જવાન ઘવાયો હતો. જેની ઓળખ ૪૦મી બટાલીયનના પદમાકર પાટીલ તરીકેની થઈ છે. જવાનને વધુ સારવાર માટે હોસ્પિયલે ખસેડવામાં આવ્યો છે. હુમલાખોરોને પકડક્ષ પાડવા હુમલા નજીકના સ્થળને ઘેરી લઈ શોધખોળ શરૂ કરવામાં આવી છે. તમને એ જણાવીએ કે, આતંકીઓએ જે સ્થળે બિજબિહાડામાં હુમલો કર્યો એનાથી લગભગ દોઢ કિલોમીટર દૂર ભાજપના રાષ્ટ્રીય પ્રવકતા શાહનવાઝ હુસેન રેલી યોજી રહ્યાં હતા. જિલ્લા વિકાસ પરિષદોની ચૂંટણીમાં ખીણના લોકોનો ઉત્સાહ જોઈ આતંકી સંગઠનો ફફડી ઉઠ્યા છે. લોકોમાં ભય ફેલાવવા માટે અવાર નવાર આવા ઉંબાડીયા કે હુમલા કરતા રહે છે.