હમ સાથ સાથ હૈ..!
કોંગ્રેસે પણ ચૂંટણીની તૈયારીઓ આરંભી: સભ્ય નોંધણી માટે કાર્યકરોને મેદાનમાં ઉતરવા હાકલ
મહાનગરપાલિકાની આગામી ચૂંટણી જીતવા શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગરે તમામ શ્રેણીના હોદેદારો, કાર્યકર્તા, પૂર્વ કોર્પોરેટર સાથે મિટિંગનું આયોજન કર્યું હતું. જેમાં બુથ વાઈઝ સંગઠનની રચના કરવા તેમજ ડિજિટલ સદસ્યતા અભિયાન હેઠળ સભ્યો નોંધવા અને બહોળી સંખ્યામાં કોંગ્રેસ પક્ષમા સભ્યો જોડાય તેમજ આગમી મહાનગરપાલિકા ની ચૂંટણીમાં ઘરે ઘરે પહોંચવા અને લોકસપર્ક કરી કોંગ્રેસની વિચારઘરા લોકોસુધી પહોંચાડવા માર્ગદર્શન આપેલ હતું.
આ તકે શહેર કોંગ્રેસના પ્રમુખ અશોકભાઈ ડાંગર, પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલભાઈ રાજગુરુ, મનપાના પૂર્વ વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠિયા,ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા, પ્રદેશ કોંગ્રેસ આગેવાનો ડો.હેમંગભાઈ વસાવડા, પ્રદીપભાઈ ત્રિવેદી, જશવંતસિંહ ભટ્ટી, મિતુલભાઈ ડોંગા, અશોકસિંહ વાઘેલા, ટર્મના પૂર્વ કોર્પોરેટરગીતાબેન પુરબીયા, ગાયત્રીબા વાઘેલા, દિલીપભાઈ આસવાણી, રેખાબેન ગજેરા, સિમિબેન જાદવ, દક્ષાબેન ભેંસણીયા, મનસુખભાઇ કાલરીયા, વસંતબેન માલવી, ઘનશ્યામસિંહ જાડેજા, પરેશભાઈ હરસોડા, વિજયભાઈ વાંક, સંજયભાઈ અજુડિયા, જાગૃતિબેન ડાંગર, રવજીભાઈ ખીમસૂરિયા, ભાનુબેન સોરાણી, મકબુલભાઈ આસવાણી, રસિલાબેન ગરૈયા, સ્નેહબેન દવે, વલ્લભભાઈ પરસાણા, જયાબેન ટાંક, ગાયત્રીબેન ભટ્ટ, મેનાબેન જાદવ, જયંતીભાઈ બુટણી, નિમળભાઈ મારું, કોંગ્રેસ આગેવાનો, દિપકભાઈ પુરબીયા, ઠાકરશી ભાઈ ગજેરા, અરવિંદભાઈ ભેંસણીયા, મથુરભાઇ માલવી, સુરજભાઈ ડેર, કનકસિંહ જાડેજા, પ્રભાતભાઈ ડાંગર, બીપીનભાઈ દવે, રામભાઈ હેરભા, રસિકભાઈ ભટ્ટ, પ્રવીણભાઈ સોરાણી, સુરેશભાઈ ગરૈયા, રવિભાઈ ડાંગર, વલ્લભભાઈ જાદવ, કાર્યાલય મંત્રી ગોપાલ મોરવાડિયા સહિતના ઉપસ્થિત રહ્યા હતાં.