આયુર્વેદ સારવાર ધીમુ પરિણામ આપે છે પણ આડઅસર વિના
દરેક વ્યકિતના મનમાં આયુર્વેદ એટલે શું તે પ્રશ્ર્ન ઉદભવે છે. તે સ્વાભાવીક છે.બહુ ઓછા લોકો આયુર્વેદને જાણે છે આયુર્વેદની રચના, આયુર્વેદનો ઈતિહાસ અને તેની સારવાર અંગે ગાર્ડી વિદ્યાપીઠના આસી.પ્રો. વૈધ રાકેશ ચાંગાણી ‘અબતક’ સાથેનીવાત ચીતમાં જણાવે છે કે આયુર્વેદ શબ્દએ આયુ અને વૈદ એમ બે શબ્દથી બનેલો છે. આયુ એટલે જીવન અને વૈદ વિજ્ઞાન આમ આયુર્વેદનો અર્થ થાય છે કે જીવન જીવવાની પધ્ધતિ. જીવન જીવવાની પધ્ધતિનો વેદ જાણી લીધા પછી કઈ જાણવાની જરૂર રહેતી નથી. જીવન જીવવાની સંપૂર્ણ માહિતી આયુર્વેદમાં છે.
તેઓએ વધુમાં જણાવ્યું કે, જન્મ અને મૃત્યુથી લઈ જે ચેતનાની પ્રવૃત્તિ ચાલુ રહે તે એટલે આયુર્વેદ. આજે ઘણી સમસ્યાઓ ઉદભવી છે. જેને કારણે જનમાનસમાથી આયુર્વેદ લુપ્તથઈ રહ્યું છે. આપણા શાસ્ત્રને આપણે ભૂલી રહ્યા છીએ જેનું એક મુખ્ય કારણ એ પણ છે કે, અભ્યાસ ક્રમમાં આયુર્વેદને સમજાવાતી નથી. ભારતીય પરંપરાનો બેઈઝ દર્શન શાસ્ત્ર,પૂરાણ, વૈદ, ઉપનિશદ વગેરેમાં છે. જેને અભ્યાસ ક્રમમાં મૂકવામાં આવે તો આયુર્વેદને લોકો પહેલેથી જ સમજી શકે.
તેઓ વધુમા જણાવે છે કે એવું કહેવાય છે કે આયુર્વેદની ઉત્પતી આશરે ૫ હજાર વર્ષ પહેલા થયેલી. પરંતુ તે આયુર્વેદના ગ્રંથની ઉત્પતીનો સમય ગાળો ગણી શકાય. ખરેખર આયુર્વેદની ઉત્પતી સૃષ્ટિની ઉત્પત્ત પહેલા થયેલી છે. બ્રહ્માજીએ સૃષ્ટિની ઉત્પત્તી કર્યા પહેલા આયુર્વેદની ઉત્પત્તી કરી હતી.
આપણે સવારે ઉઠીને કોગળા કરીએ છીએત્યારથી આયુર્વેદની શરૂઆત થાય છે. તે પણ જાણતા નહીં અજાણતા કરીએ છીએ. ઘણા લોકો આયુર્વેદ અપનાવે છે. જેમકે આપણને શરદી થાય ત્યારે દાદા -દાદી હળદરવાળુ દુધ પીવાની સલાહ આપે છે. તે આયુર્વેદનો જ એક ભાગ છે.
આપણે શિયાળામાં અડદીયા ખાઈએ છીએ તે શરીરની ધાતુઓ માટે સારા છે.તેથી ખાઈએ છીએ. જે આયુર્વેદ છે. તેઓ વધુમાં જણાવે છે કે ૯૫ ટકા લોકો કોઈપણ બીમારીમાં બધીજ ટ્રીટમેન્ટ લીધા બાદ છેલ્લે આયુર્વેદ પાસે જાય છે. ત્યારે જોઈએ તેટલુ રીઝલ્ટ મળતુ નથી. આમ લોકો રોગ જયારે શરીરમાં મૂડીયા નાખી જાય ત્યારે આયુર્વેદ પાસે જાય છે અને આયુર્વેદની સારવાર માટે કહેતા હોય છે આયુર્વેદ જલ્દી પરિણામ આપતુ નથી.
અન્ય સારવારની જેમ આયુર્વેદમાં પણ તાત્કાલીક રીઝલ્ટ મળે જછે. પરંતુ જો રોગની શરૂઆતથી જ આયુર્વેદની ટ્રીટમેન્ટ અપનાવામાં આવે તો. પરંતુ અત્યારે લોકોના મનમાં એવી છાપ છેકે આયુર્વેદમાં રીઝલ્ટ મોડુ આવે છે. જનમાનસમાં એવી ગ્રંથી બંધાઈ ગઈ છે. આયુર્વેદમાં ખૂબ જ પરેજી પાડવી પડેછે દવા ઉકાળા પીવા આક્રરૂ લાગે છે તેથી લોકો આયુર્વેદથી ભાગે છે.
પરંતુ આજે આયુર્વેદમાં અલગ અલગ ફોમમાં દવા બને છે. લોકો આયુર્વેદ ન અપનાવતા હોવાનું બીજુ કારણ એ પણ છે આયુર્વેદના ડોકટરોની સંખ્યા ઓછી છે. જેથી લોકોના મગજમાંઆયુર્વેદ આવતુ નથી. અંતમાં પ્રો.વૈદ રાકેશ ચાંગાણી જણાવે છે કે, દરેક લોકોએ દિવસમાં બે થી ત્રણ વખત ઉકાળેલુ પાણી પીવું જોઈએ જે પાચન તંત્ર,કબજીયાત , રૂતુજન્ય રોગો માટે લાભદાયી છે.