આજે લોકો દેશ વિદેશની જે મુસાફરી કરે છે તે વિમાન દ્વારા જ શક્ય છે .વિમાન દ્વારા લોકો ઓછા સમયમાં લાંબી મુસાફરી કરી શકે છે.વિમાન લોકોની મુસાફરીને સરળ બનાવે છે .આજના દિવસે એટલે કે આજથી ૧૧૪ વર્ષ પહેલાં ૧૭ ડિસેમ્બરના ૧૯૦૩ ના રોજ લોકોનું આકાશમાં ઉડવાનું સ્વપ્ન સાકાર થયું હતું .
રાઇટ બ્રધર્સ દ્વારા થઈ હતી વિમાનની પહેલી ઉડાન
૧૭ ડિસેમબર ૧૯૦૩ ના રોજ રાઇટ બ્રધર્સ એટલે કે વિલબર રાઇટ અને ઓરવિલ રાઇટ વિશ્વમાં પ્રથમ વખત વિમાન સાથે આકાશમાં ઉડાન ભરી હતી.રાઇટ બ્રધર્સ દ્વારા આ વિમાનને ‘ ફ્લાયર’ નામ આપવામાં આવ્યું હતું.સતત ૪ વર્ષનાં સંઘર્ષ બાદ તેમની આ મહેનતનું સફળ પરિણામ મળ્યું હતું.ઉત્તર કેરોલિનાથી વિમાન ૬ મીટરની ઊંચાઈ સુધી ગયું અને લગભગ 36 મીટરની મુસાફરી કરી હતી
નાનપણથી જ હવાઈ જહાજની કલ્પના કરી હતી.
નાનપણથી જ રાઇટ બ્રધર્સ દ્વારા હવાઈ જહાજની કલ્પના કરી હતી. બંને ભાઈઓએ આ કલ્પનાને ૧૯૦૩ માં હકીકતમાં ફેરવી દીધી. સખત મહેનત દરમ્યાન ઘણી વખત તેઓને નિષ્ફળતા પણ પ્રાપ્ત થઈ પરંતુ તે બન્ને વ્યક્તિઓએ અંતે સફળતા મેળવીને જ રાહતનો શ્વાસ લીધો.આજે તેમના કારણે આપણે વિશ્વમાં ક્યાંય પણ જવાની ઇચ્છા પૂરી થઇ શકે છે.તેમના પિતા અમેરિકાના હન્ટિંગ્ટન સ્થિત યુનાઇટેડના ચર્ચમાં બિશપના પદ પર ફરજ બજાવતા હતા.તે પોતાના પુત્રો માટે રમકડાનું હેલિકોપ્ટર લાવ્યા હતા અને બન્ને ભાઈએ તે રમકડામાંથી જ પ્રેરણા લઈને ઉડતી સ્કાય મશીન બનાવ્યું હતું.બાળપણમાં જોવા મળતા આ સ્વપ્ને વાસ્તવિક ઉડતી મશીન બનાવવામાં રાઇટ બ્રધર્સનો મહત્વનો ફાળો છે.
પ્રથમ વખત વિમાને ૧૨૦ સેકન્ડનો પ્રવાસ કર્યો
બન્ને ભાઈઓ પ્રિન્ટીંગ પ્રેસ, સાયકલ અને મોટર જેવા ક્ષેત્રોમાં કામ કરતા હતા જ્યાંથી તેમને ઘણી વસ્તુઓ શીખવા મળી અને તે વસ્તુઓ ની જાણકારી હવાઈ જહાજ બનાવવામાં પણ મદદરૂપ થઇ હતી.બંનેએ ઈ. સ 1900 થી 1903 દરમિયાન ગ્લાઇડર્સ સાથે સતત પરીક્ષણ કર્યું હતું, પરંતુ વારંવાર તેઓને નિરાશા જ હાથ લાગી હતી.ત્યારે એક સાયકલ મેકેનિકે તેમની મદદ કરી હતી અને એક એવું એન્જિન બનાવ્યું કે જે વજનમાં ઓછું અને શકિત ખૂબ વધુ હતી. આ સમસ્યાનું સમાધાન તેમને મળી ગયું હતું પરંતુ હવે પ્રોપેલરની સમસ્યાનો માર્ગ આવવા લાગ્યો. 17 ડિસેમ્બર 1903 ના રોજ, વિમાને પ્રથમ વખત ઉડાન ભરી અને 12-સેકન્ડની ફ્લાઇટમાં 120 ફુટનો પ્રવાસ કર્યો.
શોધ માટે વિવાદ પણ થયા હતા .
રાઈટ બ્રધર્સનો રસ્તો એટલો પણ સહેલો ન હતો. એક ફ્રેન્ચ કંપનીએ પણ આવી શોધ કરી હોવાનો દાવો કર્યો હતો, પરંતુ ફક્ત રાઇટ બ્રધર્સની શોધને જ સરકાર દ્વારા માન્યતા મળી. રાઇ ટ બ્રધર્સની આ શોધને વર્ષ 1908 માં માન્યતા મળી અને તેનાથી આપણા બધાના જીવનમાં પરિવર્તન આવ્યું.