સુરેન્દ્રનગર પાલિકાનો આ છે, સૂચારૂ વહીવટ…?
અગાઉ પ્લાન્ટનું ગંદુ પાણી બોળા તળાવમાં ઠલવાતું શહેરીજનોમાં રોષ ઉઠતા પાલિકાએ માર્ગ બદલી હવે ભાગોવો નદીમાં ગંદુ પાણી ઠલવાતા ચર્ચા
સુરેન્દ્રનગર નગરપાલિકાની હદમાં આવતાં શહેરી વિસ્તારોમાંથી નીકાલ કરવામાં આવતાં ગંદા પાણીને ફરી પ્રક્રિયા કરી શુધ્ધ કરી તેનો ઉપયોગ થઈ શકે તે માટે સરકારે વઢવાણ મુળચંદ રોડ પર કરોડોના ખર્ચે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ટેસ્ટીંગ ચાલી રહ્યું છે અને કામગીરી પૂર્ણ થવા આવી રહી છે ત્યારે આગામી દિવસોમાં પ્લાન્ટ નું લોકાર્પણ થયાં બાદ ગંદા પાણીને શુધ્ધ કરી તેનો ઉપયોગ થઈ શકશે.
રાજ્ય સરકાર દ્વારા મુળચંદ રોડ પર અંદાજે રૂા.૩૮.૧૭ કરોડથી વધુના ખર્ચે અતીઆધુનિક સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યો છે. .
અને તેની કામગીરી હાલ ચાલી રહી છે જે મોટાભાગે પૂર્ણતાના આરે છે. ત્યારે શરૂઆતના પ્રાથમિક ટ્રાયલબેઝમાં દરરોજ અંદાજે ૫૦ લાખ લીટરથી વધુ ગંદુ પાણી અહિં પાઈપલાઈન મારફતે આવી રહ્યું છે અને તેને અલગ-અલગ પ્રક્રિયા કરી શુધ્ધ કરવામાં આવી રહ્યું છે. અતિ આધુનિક મશીનરી અને અદ્યતન ટેકનોલોજીનો આ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ઉપયોગ કરવામાં આવ્યો છે અને દૈનિક અંદાજે ૩ કરોડ લીટરથી વધુ ગંદુ પાણી શુધ્ધ કરવાની આ પ્લાન્ટ ક્ષમતા ધરાવે છે.
ત્યારે આ સુએજ પ્લાન્ટ માં નીકળતું ગંદુ પાણી સૌપ્રથમ બોળા તળાવ માં ઠાલવવા માં આવતું હતું. ત્યારે આ બાબતે શહેરી જનો માં રોસ વ્યાપ્તા આ ગંદા પાણી નો માર્ગ હાલ માં પાલિકા દ્વારા બદવા માં આવ્યો છે.અને ભોગાવો નદી માં ઠાલવવવા નું શરૂ કરવા માં આવ્યું છે.