‘રવિવારી’માં ધંધો કરી નભતા ૬૦૦થી વધુ પરિવારોમાં આનંદ
સુરેન્દ્રનગરમાં વધતા જતા કોરોના કેસના પગલે સુરેન્દ્રનગર મેળાના મેદાન ખાતે ભરાતી રવિવારી સતત ત્રણ રવિવાર સુધી પ્રશાસન વિભાગ દ્વારા બંધ રાખવામાં આવી હતી ત્યારે હાલ રવિવારી માં મોટાભાગે નાના વર્ગના પરિવારજનો જૂની નવી વસ્તુનું વેચાણ કરી અને આવક મેળવી અને પોતાનું પેટીયું રળી રહ્યા છે. જેમાં ખાસ કરી ૫૦૦થી વધુ પરિવારજનો દર રવિવારે રવિવારી માં ધંધો-રોજગાર કરીને સમગ્ર સપ્તાહનું પોતાનું જીવન ધોરણ ચાલે તેટલી કમાણી કરી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા દુધરેજ વડવાળા સંયુક્ત નગરપાલિકાના ચીફ ઓફિસર અને જિલ્લા કલેકટરની સૂચનાથી આ રવિવારી ૩ રવિવાર સુધી સતત બંધ રહેતા મધ્યમ વર્ગ અને રવિવારમાં વેપાર કરવા આવતાં આ વર્ગની આર્થિક હાલત કફોડી બની જવા પામી હતી.
મેળાના મેદાન ખાતે ભરાતી રવિવારી આ રવિવારે ભરાતા ૬૦૦થી વધુ પરિવારનું રવિવારીમાં ધંધો કરી ગુજરાન ચલાવતા લોકોમાં આનંદ વ્યાપ્યો હતો.