૨૧ ઓગષ્ટ સુધી વિવિધ પ્રકારની રાઈડસ: જાપાનીઝ રેન્જર રાઈટસ અને પાણીની ઓટોકાર આકર્ષણનું કેન્દ્ર
રાજકોટમાં આ વર્ષે નર્મદાના નીરની આજી ડેમમાં પધરામણી થઈ છે. ત્યારે આજીડેમ ખાતે જન્માષ્ટમીના તહેવાર પર કનૈયાગ્રુપ દ્વારા ૧૧ ઓગષ્ટથી ૨૧ ઓગષ્ટ સુધી ભવ્ય જન્માષ્ટમી મેળાનું આયોજન કરાયું છે.
જન્માષ્ટમીના તહેવાર પર રાજકોટમાં અનેક જગ્યાએ મેળાનું આયોજન કરવામાં આવે છે. અને લોકો ફરવાના શોખીન હોય મેળાની મોજ સારી રીતે માણી શકે તેમ વ્યવસ્થીત રીતે રાજકોટના કનૈયા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મેળાનું આયોજન આજીડેમ ખાતે કરાયું છે. રાજકોટમાં આજીડેમ ખાતે યોજાયેલ આ મેળો ૧૦ દિવસ સુધી રહેશે જેમાં સૌ પ્રથમ વાર જાપાનીસ રેન્જર રાઈડઝ અને પાણીની ઓટોકાર રાખવામાં આવી છે.
ભુલકાઓ અને યુવાનોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહેશે જન્માષ્ટમીનો રાત્રે મ્યુઝીકલ નાઈટ સાથે કાનુડાનો જન્મોત્સવ પણ ઉજવાશે આ મેળાનું ઉદઘાટન રાજકોટના મેયર જૈમનભાઈ ઉપાધ્યાય દ્વારા કરવામાં આવ્યું હતુ ઉદઘાટન પ્રસંગે કમલેશભાઈ મીરાણી, પુષ્કરભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા કનૈયા ગ્રુપના દિનેશભાઈ જાવીયા અને ગ્રુપ મેમ્બરો દ્વારા આજીડેમના મેળાની મોજ માણવા મેળાની મુલાકાત લેવા લોકોને આમંત્રણ પાઠવ્યું છે.