જો જીવનમાં સ્વસ્થ અને તંદુરસ્ત રહેવું હોય તો ફળનું સેવન કરવું આવશ્યક છે. અત્યારે શિયાળાનો સમય ચાલી રહ્યો છે.શિયાળામાં તાજા ફળ આવતા હોય છે. શિયાળામાં જામફળનું સેવન કરવું સ્વસ્થ માટે હિતાવહ છે.
જામફળને શિયાળુ ફળ કહેવાય છે જે ઔષધિ તરીક પણ કામ કરે છે.જામફળનું સેવન કરવાથી શરીરમાં ઘણા બધા રોગો દૂર થાય છે.જામફળ અને જામફળના પાંદડા બન્ને શરીર માટે ઉપયોગી છે. જાણીએ જામફળ કેમ રોગોને દૂર કરે છે.
જુનો માથાનો દુખાવો દૂર થાય છે
જામફળથી માથાનો દુખાવો દૂર થાય છે.કાચા જામફળનો લેપ માથા પર લગાવવાથી જુનો માથાનો દુખાવો દૂર થાય છે.
શરદીની ઉધરસની સમસ્યામાં દૂર થાય છે
શિયાળામાં લોકોને શરદી થવાની સમસ્યા વધુ હોય છે .જામફળના સેવનથી શરદીની સમસ્યા દૂર થાય છે.શેકેલા જામફળ ખાવાથી શરદી ઉધરસ બન્નેની સમસ્યા દૂર થાય છે.
જામફળના પાંદડાથી દાંતના દર્દમાં રાહત
જામફળના પાંદડા ચાવવાથી દાંતના દર્દમાં રાહત મળી શકે છે.
મોં ની બીમારીઓ માટે ગુણકારી
જામફળના પાંદડાંનો ઉકાળો કરીને પીવાથી મોંની બીમારીથી છુટકારો મળી શકે છે.
સંધિવાના રોગમાં માટે લાભકારી
જામફળ સંધિવાના રોગમાં ખૂબ જ ગુણકારી છે .જામફળના પાંદડાંનો લેપ લગાડવાથી સંધિવાના બીમારી મટી શકે છે.
ડાયાબિટીસ કંટ્રોલ કરવામાં મદદરુપ
જામફળમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન અને ફાઇબર હોય છે.જામફળ ખાવાથી ડાયાબિટીસ ને પણ કંટ્રોલ કરી શકાય છે.
કબજીયાત જેવી પેટની સમસ્યા દૂર થાય છે
બેઠાળું જીવનમાં લોકોને કબજીયાતની સમસ્યા હોય છે.જામફળનું સેવન કરવાથી કબજીયાતની સમસ્યા દૂર થાય છે અને જામફળના પાંદડાથી પેટની અગ્નિને પણ શાંત કરે છે.
ત્વચા સબંધિત બીમારીઓ દૂર કરે છે
જામફળમાં ભરપુર માત્રામાં બીટા કેરેટોન હોય છે .બીટા કેરોટિન દ્વારા ત્વચા સબંધિત બીમારીઓ દૂર થાય છે.જામફળનું સેવન કરવાથી ચેહરાની સુંદરતા વધે છે.
હીમોગ્લોબીન વધે છે
જામફળનું સેવન કરવાથી હેમોગ્લોબીન વધે છે અને જામફળ શરીરમાં લોહીની ઉણપને પણ દૂર કરે છે.