આજનું બાળક આવતીકાલનું સુંદર ભવિષ્ય છે તેવા ઉદ્દેશ સાથે બીજા વિશ્વ યુઘ્ધ બાદ રચાયેલ સંસ્થા

સમગ્ર વિશ્વ ના ૧૩૬ દેશો ના બાળ અધિકારો માટે ૧૧ ડિસેમ્બરે ૧૯૪૬ માં સ્થપાયેલ સંસ્થા યુનાઈટેડ નેશનલ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ ઇમરજન્સી ફંડ (યુનિસેફ) દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ કરવા માં આવી યુનિસેફ ના૧૩૬ દેશો સભ્ય છે યુનિસેફ નો ઉદેશ વિશ્વ ના નિરાધાર અને નિરાશ્રિત બાળકો માતા ઓ ના કલ્યાણ અને તેમના વિકાસ માટે બાળકો ના મૂળભૂત અધિકારો મળી રહે કુપોષણ ના કલંક દૂર કરી બાળકો ને યોગ્ય શિક્ષણ અને જીવન ઉત્તમ દિશા અર્પવા વિવિધ કલ્યાણકારી કાર્યક્રમો જનજાગૃતિ શિબિરો સેમિનારો કરી સમગ્ર માનવ સમાજ સ્વાવિલાબી બને

યુનિસેફ દ્વારા બાળકો ને તેમના અધિકારો મળે દિશા માં પ્રયત્નો કરી અસાધ્ય બીમારી ઓથી રક્ષિત કરતી રસી ટીકાકરણ કોઈ પણ જાત ના ભેદભાવ વગર ખેલકુદ ૬થી૧૪ વર્ષ ની વયજૂથ ના બાળકો ને નિ:શુલ્ક શિક્ષણ તેનો વિકાસ બાળશ્રમ સામે રક્ષણ અનાથ અને તિરસ્કૃત બાળકો ને સુરક્ષા હક્ક મળી રહે એક સ્નેહાળ શિશુત્વ પૂર્ણ રીતે પાંગરે વિકસે વિસ્તરે તે માટે વિકાસશીલ સમૃદ્ધ દેશો ના અનુદાન થી સરકાર દ્વારા આઈ એમ એ જેવી સંસ્થા વિવિધ પ્રવૃતિ ઓ ચલાવી બાળ કેળવણી આરોગ્ય આહાર સબધી સમયાંતરે મૂલ્યાંકન તપાસ કરી યોગ્ય વ્યવસ્થા ઓ કરે છે

કોઈપણ દેશો માં શ્રમ બજારો માં ગરજવાન સસ્તા બાળ મજૂરો થી ન ઉભરાઈ બાળ મૃત્યુ દર ઘટે આજ નું બાળક આવતી કાલ નું સુંદર ભવિષ્ય છે તેવા ઉદેશ સાથે વિવિધ દેશો યુનિસેફ ના આર્થિક સહાય થી કાર્ય કરે છે બાળકો ની આવડત ને હોશિયારી રચનાત્મક દિશા તરફ દોરી જતી યુનિસેફ સંસ્થા નિરુત્સાહ બાળકો ના ચહેરા પર સ્મિત લાવી દેતી પ્રવૃત્તિ માટે પંકાયેલ છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.