આઝાદી પછી દેશમાં 57 ટકા લોકો સાક્ષર થયા: પ્રાચાર્ય વી.ઓ. કાચા તથા ડો.હેમાંગીબેન તેરૈયાનું અક્ષરદાન તથા તેની મહત્વત્તા અંગે માર્ગદર્શન
પઢેગા ઇન્ડિયા, તો બઢેગા ઇન્ડિયા
ભારતમાં વિવિધ દિવસોની ઉજવણી કરવામાં આવે છે. તેમાંનો એક છે વિશ્ર્વ સાક્ષરતા દિવસ ભારત સરકારે ‘સાક્ષરતા’આ વિષયને પ્રાધાન્ય આપવા રાત્રિ શિક્ષણ, પ્રૌઢ શિક્ષણ વગેરે કાર્યક્રમો કરીને શિક્ષણ અને સાક્ષરતાને મહત્વ આપ્યું છે. ‘પઢેલા ઇન્ડિયા’ તો બઢેગા ઇન્ડિયા કારણ કે સાક્ષર થવું, સાક્ષર કરવું, જ્ઞાન મેળવવું એ આજના સમયમાં બહુ જ મહત્વપૂર્ણ છે. આપણે દેશમાં આઝાદી પછી 57 ટકા લોકોને સાક્ષર કરવામાં સફળતા મેળવી ચૂકયા છીએ, તો સાક્ષરતા જેવા રસપ્રદ અને માહીતીસભર મુદ્દાને આવરી લેવાનો ‘અબતક’ દ્વારા પ્રયાસ કરવમાં આવ્યો છે. અને ‘અબતક’ દ્વારા પ્રાચાર્ય વી.ઓ. કાચા તથા ડો. હેમાંગીબેન તૈરેયા (જિલ્લા શિક્ષણ તાલીમ ભવન) સાથેની એક મુલાકાત દરમિયાન સાક્ષરતા વિષયક કેટલાક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
સાક્ષરતાનું દેશના વિકાસમાં કેટલું મહત્વ છે? આ પ્રશ્ર્નના જવાબમાં તેઓએ જણાવ્યું હતું કે, શિક્ષણ વિકાસના પાયામાં હોય છે. શિક્ષિત વ્યકિત પોતાના ઘર, રાજય, રાષ્ટ્રને એક સૂત્રથી બાંધી શકે તેવી ક્ષમતા ધરાવી શકે છે અને દેશના વિકાસમાં શિક્ષણનું ખુબ મહત્વ છે. લોકો જેટલા સાક્ષર બને તેટલો દેશ વિકસિતા થશે. વૈશ્ર્વિક દ્રષ્ટિએ પણ બધા દેશોમાં શિક્ષણનું ખુબ મહત્વ છે. તેની તુલનામાં ભારતે હજુ ઘણી લાંબી મજલ કાપવાની છે.
આજે પણ આપણા દેશમાં નિરક્ષર લોકો સહી કરવાને બદલે અંગુઠો મારે છે. તે અંગે પણ સરકાર પ્રયત્ન શીલ છે. અને આ અંગે સરકારે વિવિધ યોજનાઓ શરુ કરી હતી. જેનાની એક હતી કે સરકારે નાના બાળકોને કહ્યું હતું કે તમારા માતા-પિતાને નામ લખતા શીખવાડો અમુક અભ્યાસ પછી બાળક શાળા છોડી દે છે તેનું કારણ ગરીબી છે મા-બાપને ઘરમાં આવક થાય તેથી બાળક ભણવાનું છોડી દે છે. આ અંગે પ્રકાશ પાડતા તેઓએ કહ્યું કે, રાજય સરકાર વિવિધ કાર્યક્રમો દ્વારા શાળાઓમાં નામાંકન કરે છે. જેથી 14 વર્ષનું બાળક શાળા છોડીને જાય નહીં. કારણ કે શાળા છોડવાથી વિઘાર્થીનું ભવિષ્ય ખરાબ થાય છે. આ માટે આપણે સૌએ સાથે મળીને પ્રયત્ન કરવો જોઇએ કે વિઘાર્થી શાળા ન છોડે કારણ કે ભારતનું ભવિષ્ય શાળાના વર્ગ ખંડોમાં જ ઘડાય છે. ભારતનું સૌથી સાક્ષર રાજય કેરળ છે અને બિહાર તથા તેલંગાણા જેવા રાજયોમાં સાક્ષરતાને દર ખુબ ઓછો છે તેના માટે આપણે કટિબઘ્ધ થવું પડશે.
શાળાઓ દ્વારા નામાંકન કરતી વખતે કેવા પગલા લેવાય છે જેથી બાળકો શાળાએ આવે આ પ્રશ્ર્નના જવાબમાં તેઓએ જણાવ્યું કે સરકાર બાળકોને ઘરે ઘરે તેડવા જાય છે. વિવિધ ભેટ આપે છે. આ કાર્યક્રમની શિક્ષકો એક માસ પહેલા તૈયારી શરુ કરી દે છે. અને ઘેર ઘેર જઇને મા-બાપને સમજાવે છે. જેથી બાળક શાળા ન છોડે.
વૈશ્ર્વિક દેશની દ્રષ્ટિએ ભારતના જી.ડી.પી. વિશે શું કહેશો તેના જવાબમાં કહ્યું હતું કે સરકાર સમાજને સાથે રાખી સાક્ષરતા લાવવા પ્રયત્નશીલ રાજય તથા રાષ્ટ્રકક્ષાએ સાક્ષરતા નિવારણ કાર્યક્રમ અંતર્ગત કેન્દ્રો ચાલે છે. સ્વૈચ્છીક સંસ્થાઓ સાથે કામ કરે છે. આ અનુસંધાને વર્ષ 2018-19માં સાક્ષરતા દર 74.4 ટકા છે. જી.ડી.પી. 1.10 ટકા છે. આ દિશામાં હજુ પણ પ્રયત્નો કરવા જરુરી છે.
આ સિવાય શાળાએ આવવાનું મન થાય તે પ્રકારે રમતા, રમતા ચિત્રો બતાવીને ભણતા શીખવવાનો પ્રયાસ પણ કેટલીક શાળાઓમાં કરવામાં આવે છે. નિરક્ષરતાને કારણે ભારતને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
જ્ઞાન એક ઉર્જા છે અને નિરક્ષરતા અંધકાર છે જ્ઞાન ન હોવાને કારણે વ્યકિત અસમર્થતાનો અનુભવ કરે છે. વ્યવહારથી માંડીને ટેકનોલોજી તેને કંઇક જ નથી આવડતું અને બીજાનો સહારો લેવો પડે છે. અને વ્યકિતની મુશ્કેલી ધીરે ધીરે સમાજની મુશ્કેલી બને છે. તેથી સાક્ષરતા ખુબ જરુરી છે.
હાલ કોરોનાને કારણે સાક્ષરતાના વિવિધ કાર્યક્રમો બંધ છે નહીં તો કોલેજોમાં સાક્ષરતા સૂત્રો તૈયાર કરીને ગામડામાં સમજાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. રેલી કાઢીને નાટક યોજીને લોકોને સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. આ દરેક કાર્યક્રમોમાં શિક્ષકોની ઉમદા કામગીરી જોવા મળે છે. જે અંતર્ગત નિરંતર કેન્દ્રોના સમય બાદ ગામમાં સર્વે કરવામાં આવે છે. અને નિરક્ષરતા દૂર કરવા પ્રયત્ન કરવામાં આવે છે. ક્ધયા કેળવણી પર પણ આ અંગે વિશેષ ઘ્યાન આપવામાં આવે છે. આપણે પણ સરકારની મદદમાં એક જુથ થઇને કામ કરવું જોઇએ હાલ આઠ વિષયો ભણાવવામાં આવે છે જેમાં નિરક્ષરતાનો દર કેમ ઘટે તે વિશે સમજાવાયું છે. આ પ્રમાણે કરવા માટે આપણે પણ સરકાર સાથે તાલ મિલાવીન કટિબઘ્ધ થવું જોઇએ ગરીબ વાલીઓને પોતાનું બાળક શાળાએ જાય તેના વિશે સમજણ આપવી જોઇએ.
અને અંતમાં અબતક ચેનલના માઘ્યમથી યુવાનોને સાક્ષરતા સંબંધીત સંદેશો આપતા તેઓએ જણાવ્યુેં હતું કે ‘ભણશે ગુજરાત તો આગળ વધશ ગુજરાત’ કોઇપણ વ્યકિત નિરક્ષર હોવાની જાણ થાય તો તેમને શિક્ષણ આપવાની આપણી તૈયારી હોવી જોઇએ.
કહેવાયું છે કે અજ્ઞાનતા એક અભિશાપ છે. અંધકાર છે જો તે જીવનમાં યથાવત રહે તો ઘણું નુકશાન થાય છે. આપણે ત્યાં એક કહેવત છે કે ‘અજ્ઞાનતા પશુ સમાન છે’ જો આ કલંકને સમાજમાંથી દૂર કરવું હોય તો નિરક્ષરતા નાબુદીના પ્રયત્નો કરવામાં દરેકે યોગદાન આપવું જોઇએ.