‘મેરે પૈંરો મેં ઘુંઘરૂ બંધા દે…. ફિર મેરી ચાલ દેખના’
વિખ્યાત અભિનેત્રીએ તેમનું નામ યુસુફખાનમાંથી બદલીને દિલીપકુમાર રાખ્યું, ૧૯૪૪માં પ્રથમ ફિલ્મ ‘જવારભાટા’ હતી, પ્રારંભમાં અભિનેતા અશોકકુમાર અને નિર્માતા શશીઘર મુખર્જીએ બહુ જ મદદ કરી હતી, હિન્દી ફિલ્મ જગતમાં સૌથી વધુ ૮ વખત ફિલ્મ ફેયર એવોર્ડ તેમને મળ્યા છે
હિન્દી ફિલ્મ જગતના મહાન કલાકારોમાં દીલીપકુમારનું નામ પ્રથમ હરોળમાં છે, તેમનું મુળ નામ મોહમ્મદ યુસુફખાન હતું. ફિલ્મ પ્રવેશ વખતે વિખ્યાત અભિનેત્રી દેવિકા રાનીએ તેમને દિલીપકુમાર નામ આપ્યું, તેમના પ્રારંભિક સ્ટ્રગલના દિવસોમાં અભિનેતા અશોકકુમાર અને નિર્માતા શશીધર મુખર્જીએ ઘણી મદદ કરી હતી. હિન્દી ફિલ્મ જગતના પ્રથમ ખાન અને ધ ટ્રેજડી કિંગ દિલીપકુમારનો જન્મ ૧૧ ડિસેમ્બર ૧૯૨૨માં પેશાવર પાકિસ્તાનમાં થયો હતો. આઝાદી પહેલા ૧૯૪૪માં પ્રથમ ફિલ્મ ‘જવારભાટાથી તેમની અભિનય યાત્રા શરૂ થઇ હતી. એક ખાસ પ્રકારની તેમની અભિનય કલાનો શ્રેય દિલીપકુમારને ફાળે જાય છે. તેમને સૌથી વધુ ૮ વખત ફિલ્મ ફેરનો એવોર્ડ જીતવાનો રેકોર્ડ છે. વિખ્યાત નિર્માતા સત્યજીત રે એ તેમને ‘ધ અલ્ટીમેટ મેથોક એકટર’ તરીકે ગણાવ્યા હતા.
દિલીપકુમારે તેમની સાડા છ દાયકાની લાંબી ફિલ્મ કેરીયરમાં વિવિધ પ્રકારની ફિલ્મોમાં અભિનયના ઓજસ પાથરીને દર્શકોના દિલ જીત્યા હતા. અંદાજ, આન, દેવદાસ, આઝાદ, મુગલ એ આઝમ જેવી અનેક ફિલ્મો કરી હતી તેઓએ એક માત્ર ‘ગંગાજમુના ૧૯૬૧’માં પોતે ફિલ્મ નિર્માણ કરી હતી જેમાં તેમના ભાઇ નાસીરખાનને ફિલ્મ પ્રવેશની તક આી હતી. તેઓ સામાજીક જીવન સાથે જોડાયેલા રહીને રાજય સભામાં પણ એકટર્મ તરીકે નિયુકત થયા હતા. ૧૯૭૯ થી ૧૯૮૨ સુધી મુંબઇના પ્રથમ નાગરીક ‘શેરીફ’ નું પદ શોભાવ્યું હતું.
અંગતજીવનમાં દિલીપકુમાર સૌ પ્રથમ અભિનેત્રી કામિનિ કૌશલ સાથે પ્રેમમાં પડયા પણ તેમના લગ્ન તેમના બેનના મૃત્યુ બાદ તેમના પતિ સાથે થતાં તેઓ દિલીપકુમારને પરણી ન શકયા, ત્યારબાદ અભિનેત્રી મધુબાલા સાથે પ્રેમ બંધાયો પણ પરિવારના વિરોધને કારણે તે લગ્ન ન થઇ શકયા, આખરે ૧૯૬૬માં અભિનેત્રી અને સૌદર્ય સામ્રાજ્ઞી સાયરાબાનું સાથે ૧૯૬૬માં લગ્ન થયા. લગ્ન સમયે સાયરાબાનું તેનાથી રર વર્ષ નાની હતી. દિલીપકુમારે ૧૯૮૦માં બીજા લગ્ન અસ્મા સાથે કર્યા પણ તે લાંબુ ટકી ન શકયું, છેલ્લે ૧૯૯૧માં ઠાકુરવીરસિંહના પાત્રમાં ફિલ્મ ‘સૌદાગર’ અભિનય કરીને ફિલ્મ ફેરનો સર્વોત્તમ પુરસ્કાર જીત્યો હતો. જો કે ૧૯૯૮માં છેલ્લે કિલ્લા, ફિલ્મમાં ડબલ રોલમાં અભિનય આપ્યો હતો. પણ ફિલ્મ ચાલી નહીં, આ ટાઇપના રોલમાં ક્રાંતિ, કર્મા, શકિત, મજદૂર, મશાલ, ધરા અધિકારી, વિધાતા જેવી હિટ ફિલ્મો પણ કરી હતી.
દિલીપકુમારની આઝાદી પહેલાની ફિલ્મોમાં જવારાભાટા, જુગ્નુ, નુરજહૉ, પ્રતિમા, મિલન જેવી અનેક ફિલ્મોમાં મુખ્ય હિરો તરીકે અભિનય આપ્યો હતો. ૧૯૪૪ થી ૨૦૦૨ સુધી સતત છ દાયકા સુધી ફિલ્મ જગતમાં અભિનય આપીને ચાહકોનાં દિલમાં રાજ કર્યુ હતું. ૧૯૯૮માં આવેલી ‘કિલ્લા’ ફિલ્મ તેની આખરી ફિલ્મ હતી. આજે તેમને ૯૭ વર્ષ ચાલી રહ્યા છે. આજેજ તેમને રોગ પ્રતિકારક શકિત એક દમ ઘટી જવાથી હોસ્પિટલમાં એડમીટ કરેલા છે. તેમના ૫ત્ની અને જાણીતી અભિનેત્રી સાયરાબાનુએ પણ સૌ ચાહકોને દિલીપસાબ માટે દુઆ કરવા અપીલ કરી છે.
તેમણે ૬૫ થી ફિલ્મોમાં કામ કર્યુ જેમાં વિવિધ ફિલ્મોમાં રોમેન્ટિક, નાટકીય, ડાકુ, ઐતિહાસિક જેવી ભૂમિકા ભજવી હતી. ફિલ્મ ‘રામ ઔર શ્યામ’ ફિલ્મમાં ડબલ રોલની સુંદર ભૂમિકા ચાહકોને વર્ષો સુધી યાદ રહેશે. દિલીપકુમારે રાજકપુર, મનોજકુમાર, રાજકુમાર, અમિતાભ, શશીકપુર જેવા વિવિધ કલાકારો સાથે પણ કામ કર્યુ હતું. ‘કર્મા’ ફિલ્મમાં તો જેફી શ્રોફ, અનિલકપુર, નસરૂદીન જેવા કલાકારો સાથે મહત્વની ભૂમિકા ભજવી હતી. ૧૯૭૬ થી ૧૯૮૧ પાંચ વર્ષ બ્રેક બાદ ૧૯૮૧માં ‘ક્રાંતિ’ ફિલ્મમાં દમદાર રોલ કર્યો હતો. ગોપી ફિલ્મનું ‘સુખ કે સબસાથે દુખમે ન કોઇ’ તેમના ઉપર ફિલ્માંકન થયેલ ભજન આજે પણ મંદિરોમાં સાંભળવા મળે છે.
તેઓ પરિવારમાં ૧ર ભાઇ-બહેનો હતા. તેમના પિતા જમીનદાર અને ફળોના વેપારી હતા. રાજકપૂર ના તે બાળપણના મિત્ર હતા. બાદમાં ફિલ્મ જગતમાં પણ તેમની દોસ્તી ચાલુ રહી હતી. ૧૯૪૦માં પિતા સાથે ઝગડો થતાં ઘેર છોડીને નાની મોટી નોકરી કરી હતી.
બાદમાં બોમ્બે ટોકીઝની માલિક અને જાણીતી અભિનેત્રી દેવીકારાણીએ તેમની કંપનીમાં ૧૨૫૦ રૂ. ના માસિક પગારથી નોકરીએ રાખ્યા હતા. ૧૯૪૯માં આવેલી ‘અંદાજ’ ફિલ્મથી દિલીપકુમારનો સિતારો ચમકયો હતો. આજ વર્ષે એક-બે હિટ ફિલ્મોમાં જોગન, બાબુલ, દિદાર, દાગ અમર જેવી આવતી જ રહી હતી.
દિલીપકુમારની અમુક ફિલ્મોના અભિયનને કારણે તેમને ‘ટ્રેજડી કિંગ’ નું બિરૂદ મળ્યું હતું. ૧૯૫૨માં મહબુબખાનની આન ફિલ્મ જે ટેકની કલરમાં બની હતી અને તેનો પ્રિમિયર શો લંડનમાં થયો હતો. તેમણે વૈજયંતિમાલા, મધુબાલા, નરગિસ, નિમ્મી, મીનાકુમારી અને કામિની કૌશલ જેવી વિવિધ અભિનેત્રી સાથે કામ કરેલ હતું. ૧૯૫૦માં તેની છ ફિલ્મ સૌથી વધુ કમાણી કરનાર ૩૦ ફિલ્મોમાં ટોચ ઉપર હતી. આ વર્ષમાં તેમનો ફિલ્મમાં કામ કરવાનો સૌથી વધુ એક લાખ રૂપિયા હતા. આટલી રકમ એ વર્ષોમાં કોઇ કલાકારને મળતી ન હતી.તેમની એવરગ્રીન શ્રેષ્ઠ ફિલ્મ ‘મુગલ એ આઝમ’ફિલ્મ જગતની સૌથી સફળ ફિલ્મ ગણાય છે. જેને ૪૪ વર્ષ પછી ૨૦૦૪માં કલરમાં રજુ કરી હતી. ૧૯૬૨માં તેમને અંગ્રેજી ફિલ્મની ઓફર મળી હતી. ૧૯૬૦થી ૧૯૭૦ના દાયકામાં તેમની ઘણી હિટ ફિલ્મો આવી હતી. ૧૯૮૦ના દશકામાં તેને ચરિત્ર અભિનેતા તરીકે ક્રાંતિ, વિધાતા, જેવી હિટ ફિલ્મો કરી હતી. તેમને કોઇ સંતાન નથી. દિલીપકુમાર ભારની લગભગ બધી ભાષા જાણે છે અને અંગ્રેજી તો ખુબ જ સારૂ જાણે છે.
હિટ ફિલ્મ
* ૧૯૪૪દ પ્રથમ ફિલ્મ જવાર ભાટા
* ૧૯૪૯ અંદાજ (રાજકપૂર-નરગીશ સાથે)
* ૧૯૫૦ જોગન
* ૧૯૫૧ દિદાર અને દાગ
* ૧૯૫૪ ઉડન ખટોલા
* ૧૯૫૫ ઇન્સાનિયત અને દેવદાસ
* ૧૯૫૭ નયા દૌર
* ૧૯૫૮ મધુમતી અને યહુદી
* ૧૯૫૯ પૈગામ
* ૧૯૬૦ કોહિનુર – મુગલ-એ-આઝમ
* ૧૯૬૧ ગંગા જમુના
* ૧૯૬૪ લીડર
* ૧૯૬૬ દિલ દિયા દર્દ લીયા
* ૧૯૬૭ રામ ઔર શ્યામ (ડબલ રોલ)
* ૧૯૬૭ આદમી (મનોજકુમાર સાથે)
* ૧૯૭૦ દાસ્તાન બાદમાં ગોપી, સગીના, બૈરાગ
* ૧૯૭૬ થી ૧૯૮૧ વચ્ચે એક પણ ફિલ્મ ન કરીને બાદમાં ૧૯૮૧ માં મનોજકુમાર સાથે ‘ક્રાંતિ’ ફિલ્મ કરી હતી. પછી તો વિધાતા, સૌદાગર, શકિત મશાલ, કર્મા જેવી અનેક ફિલ્મોમાં ચરિત્ર અભિનેતાનો રોલ કર્યો છે.
દિલીપકુમારને મળેલા એવોર્ડ
* ૨૦૧૫માં ભારતનો બીજા સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મ વિભૂષણ
* ૨૦૦૦ થી ૨૦૦૬ રાજયસભાના સભ્ય
* ૧૯૯૪માં દાદ સાહેબ ફાળકે એવોર્ડ
* ૧૯૯૧ પદ્મભૂષણ સન્માન
* ૧૯૭૯ થી ૧૯૮૨ મુંબઇના શેરિફ તરીકે નિયુકત
* ૧૯૯૮ પાકિસ્તાન સરકાર દ્વારા નિશાન-એ-ઇમ્તિયાઝ આ ઉપરાંત હિન્દુ ફિલ્મ જગતમાં સૌથી વધુ ૮ વખત ફિલ્મ ફેયર એવોર્ડ તેમને મળેલા છે.