દૂધ નું દૂધ નહિ…”મિશરી
૧૯ ગીર ગાયના યોગ્ય જતન દ્વારા મેળવાતા ‘નમન’ ઓર્ગેનિક બ્રાન્ડના “ક્ષીરસાગર દૂધની લોકોમાં ધૂમ માંગ
અખિલ બ્રહ્માંડના નાથ કૃષ્ણ ભગવાનને સૌથી વહાલી ગાયો હતી. ગાયોની માવજત કરવાથી ૩૩ કરોડ દેવી દેવતાઓ ખુશ થાય છે.૧૯ ગીરગાયોની માવજત થકી રાજકોટનો જેઠવા પરિવાર આત્મનિર્ભર બન્યો છે.સોફ્ટવેર એન્જિનિયર અને કનસ્ટ્રકશનનો બિઝનેશ કરતા યુવાનો ચિરાગ અને પરેશ ગીરગાયનું દૂધ સિલપેક બોટલમાં ભરીને ૧૦૦ પરિવારોને પોહચાડી રહ્યા છે. નમન ઓર્ગેનિક બ્રાન્ડ થકી લોકોનો ભરોસો પણ આ યુવાનોએ જીત્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત ના આહવાન બાદ અનેકવિધ પરિવારો અને લોકોએ પોતાની આવડત પ્રમાણે આત્મનિર્ભર બનવા અનેક પ્રયાસો કર્યા છે ત્યારે રાજકોટના પ્રજાપતિ પરિવારે આત્મનિર્ભર બની દૂધ અને ઘી નો ધંધો શરૂ કર્યો અને
દરરોજનું ૧૦૦ લીટર ગીર ગાયનું દૂધ લોકોને પોહચાડતા થયા. રાજકોટના યુવાનો ચિરાગ જેઠવા અને પરેશ જેઠવા ચોટીલા, કોટડા સાંગાણી, સ્વામીના ગઢડાથી ૧૯ ગીર ગાયો ખરીદી એક તબેલામાં ગીર ગાય ની સંભાળ રાખી રહ્યા છે.તબેલામાં ૧૯ ગીરગાય ઉપરાંત ૧૧ વાછરડા પણ છે. ચિરાગ પોતે સોફ્ટવેર એન્જિનિયર તેમજ તેના ભાઈ પરેશ જેઠવા ક્નસ્ટ્રકશન નો બિઝનેસ કરી રહ્યા છે લોકડાઉનમાં કોરોના મહામારીના કારણે લોકોને અનેકવિધ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે ત્યારે તો ભવિષ્યમાં કોઇ પણ મહામારી આવે કે પછી વિકટ પરિસ્થિતિ પરિવારનું ગુજરાન અટકે નહીં તે માટે બંને ભાઈઓએ પોતાનો બિઝનેશ શરૂ કરવાનું વિચાર્યું. ચિરાગ અને પરેશ બંને એકલા ન હતા પરંતુ ૩૦ વ્યક્તિનો જેઠવા પરિવાર તેમની સાથે હતો પરિવારના મોભીઓ એ બંનેની હિંમત આપી અને સૌ પ્રથમ પાંચ જેટલી ગીર ગાય લઈને દૂધનો બિઝનેસ શરૂ કર્યો ધીમે ધીમે મિત્રવર્તુળ અને અન્ય પરિવારજનો અને સ્નેહીઓને બિઝનેસ વિશે જાણ થતા તમામ લોકો ગીર ગાયનું દૂધ લેતા થઈ ગયા અને આજે કુલ ૧૦૦ ગ્રાહકોને ૧૦૦ લિટર દૂધ દરરોજનું પહોંચાડી રહ્યા છે.૫ મહિનાથી શરૂ કરેલ દૂધ અને ઘી ના વ્યાપારમાં ખૂબ પ્રગતિ થઈ છે અને સમગ્ર પરિવાર આત્મનિર્ભર બન્યો છે. ગીર ગાયનું દૂધ પહેલા લુઝ પેકિંગ થી આપવાની શરૂઆત કરનાર ચિરાગ અને પરેશ આજે પોતાની જ બ્રાન્ડ એટલે કે નમન ઓર્ગેનિક બ્રાન્ડ, ક્ષીરસાગર દૂધની ૧ લિટરની સિલપેક બોટલ જ લોકો સુધી પોહચાડી રહ્યા છે. પરિવારના જ ભાઈઓ જયદીપભાઈ અને જયેશભાઈ સાંજે દૂધ પોહચાડે છે જ્યારે ચિરાગ સવારે દૂધ પોહચાડવા જાય છે.
ગીર ગાયો માટે દર ૩ દિવસે ડોક્ટર આવે છે, ગીર ગાયના ખોરાકમાં પણ કાળજી
ચિરાગ અને પરેશ દ્વારા ગીરગાયની સાર સંભાળ માટે દર ૩ દિવસે ડોક્ટર બોલાવવામાં આવે છે જે તમામ ગાયને તપાસે છે. સાથે જ તમામ ગાયને ખોરાકમાં સૂકી જુવાર, મકાઈનુ ભુસુ, કપાસિયાનો ખોળ, લીલી મકાઈ, લીલી જુવાર, ગોળવાળું પાણી આપવામાં આવે છે.૧ ગાય દરરોજનું ૮ લીટર દૂધ આપે છે.તેમજ ૧ ગાયનો રોજનો ખર્ચ રૂપિયા ૧૫૦ થી ૨૦૦ સુધીનો છે. હજુ દૂધના બિઝનેશની શરૂઆત કરેલ હોઈ ગીરગાયનું દૂધ માત્ર ૯૦ રૂપિયામાં ૧ લિટર આપે છે.
અમે આત્મનિર્ભર બન્યા, અન્ય લોકો પણ પોતાની આવડત મુજબ બિઝનેશ શરૂ કરે તો સફળતા મળશે જ: રક્ષા જેઠવા
હોમસાયન્સનો અભ્યાસ કરેલ રક્ષા જેઠવા દરરોજ ગાયોને જાતે દોહવા તબેલામાં જાય છે. શરૂઆતમાં થોડી તકલીફ પડતી પરંતું ધીમે ધીમે અનુભવ મળતા હવે ઉત્સાહથી તમામ કામ બાખૂબી કરી રહ્યા છે.ગાયને નિણ નાખવાથી દોહવા સુધીનું કામ રક્ષા કરે છે. ૫ મહિના પહેલા લોકડાઉનમાં શરૂ કરેલ ગીરગાયના દૂધના બિઝનેશ માં તેમના પતિ ચિરાગને તમામ રીતે તે મદદરૂપ થાય છે. રક્ષા એ અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આજે અમે ૧૦૦ ગ્રાહકોને ગીરગાયનું દૂધ પોહચાડી આત્મનિર્ભર બન્યા છીએ તેનો મને ગર્વ છે.દરેક વ્યક્તિ એ પોતાની નોકરી ઉપરાંત કોઈ ને કોઈ બિઝનેશ સાઈડમાં કરવો જ જોઈએ જેથી કોઈ પણ વિકટ પરિસ્થિતિમાં ક્યારેય હતાશ થવાનો સમય જ ન આવે.અમારી નમન ઓર્ગેનિક બ્રાન્ડને લોકો ખુબજ પસંદ કરી રહ્યા છે.ગીરગાયના દૂધ બાદ શુદ્ધ ઘી પણ અમે લોકો સુધી પોચાડીશું.
સોફ્ટવેર એન્જીનીયર હોવા છતાં ગીર ગાયો સંભાળી આત્મનિર્ભર બન્યો: ચિરાગ જેઠવા
ગીર ગાયનું દૂધ વેચતા ચિરાગ જેઠવા એક સોફ્ટવેર એન્જિનિયર છે. લોકડાઉનમાં પરિવારજનોએ સાથે મળી ને વિચાર કર્યો કે ભવિષ્યમાં કોઈ પણ મહામારી આવે ઘરનું ગુજરાન ચાલતું રહેવું જોઈએ.પરદાદા ગાયો રાખતા માટે દૂધ અને ઘી નો બીઝનેસ શરૂ કરવાનું વિચાર્યું. ૧૯ ગીર ગાયો થકી ૧૦૦ લીટર દૂધ ગ્રાહકોને આપીએ છીએ. ભવિષ્યમાં ૫૦ ગીર ગાયો વસાવી ૩૦૦ લીટર દૂધ ગ્રાહકો સુધી પોહચાડવાનો ટાર્ગેટ છે.અમારી પોતાની બ્રાન્ડ નમન ઓર્ગેનિક બ્રાન્ડ, ક્ષીર સાગર દૂધ ના નામથી અમે ગીરગાયના દૂધ લોકો સુધી પોચાડીએ છીએ. દરેક વ્યક્તિમાં કાઈ ને કાઈ આવડત હોઈ છે લોકોએ આત્મનિર્ભર બનવુજ જોઈએ.
ગીરગાયના દૂધ બાદ શુદ્ધ ઘી બનાવી વેચવાનો ટાર્ગેટ: પરેશ જેઠવા
ક્ધસ્ટ્રક્શનનો બિઝનેસ કરતા પરેશ જેઠવાએ અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ૩૦ વર્ષ પહેલાં અમારા ગામ માણાવદર તાલુકા- ભીંડોરા ગામે ગાયો હતી.બાદમાં રાજકોટ સ્થાયી થયા બાદ કોરોના મહામારીમાં આત્મનિર્ભર બનવા માટે દૂધ અને ઘી નો બિઝનેશ વિચાર્યો , શરૂઆતમાં ૩ થી ૫ ગીર ગાય ખરીદી હતી.બાદમાં ચોટીલા, કોટડા સાંગાણી, સ્વામીના ગઢડાથી ૧૯ ગાયો ખરીદીને દૂધ નો બિઝનેશ શરૂ કર્યો. અત્યારે ૧૦૦ લીટર દૂધ દરરોજ નું અમે ગ્રાહકોને આપી રહ્યા છીએ.એક લિટરના ૯૦ રૂપિયા અમે લઇએ છીએ. રાજકોટના મૌવડી ચોકડી વિસ્તાર , રૈયા ચોકડી વિસ્તાર , માધાપર ચોકડી વિસ્તાર માં અમે ગ્રાહકોને દૂધ પોહચાડીએ છીએ.ગાય ને દોહ્યા બાદ ૩ વાર ગાળી ને દૂધ કાચની બોટલમાં સીલ પેક કરીએ. શુદ્ધ દેશી ઘી પણ વહેંચવાનો અમારો ટાર્ગેટ છે.