દિવાળીના તહેવારો દરમિયાન ગુજરાત હાઈકોર્ટના ત્રણ જ્જ સંક્રમિત થયા’તા
ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ જી.આર. ઉધવાણીનું આજે કોરોનાથી નિધન થયું છે. છેલ્લા ૧૫ દિવસથી તેમને કોરોના ડિટેકટ થયો હતો. ગઇકાલે રાત્રે તેમની તબિયત વધારે લથડી પડી હતી અને આજે વહેલી સવારે અંતિમ શ્વાસ લીધા છે. દિવાળીના તહેવારો દરમિયાન ગુજરાત હાઇકોર્ટેના ત્રણ જજ કોરોના સંક્રમિત થયા હતા, જેમાં જસ્ટિસ એસી રાવ, જસ્ટિસ જી.આર. ઉધવાણી અને જસ્ટિસ આર.એમ. સરીન કોરોના સંક્રમિત થયા હતા. આ પહેલાં હાઈકોર્ટેના રજિસ્ટ્રી વિભાગના અનેક કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા હતા. જસ્ટિસ જી.આર. ઉધવાણીએ પોતાના કેરિયરની શરૂઆત સિટી સિવિલ જજ તરીકે કરી હતી, સાથે જ કૃષ્ણકાંત વખારિયા, નિરૂપમ નાણાવટીને ત્યાં વકીલ તરીકે પણ કામ કર્યું હતું. ત્યાર બાદ જી.આર. ઉધવાણીને હાઇકોર્ટમાં પ્રમોશન મળ્યું હતું.
જી. આર. ઉધવાણી નાનામાં નાની વ્યક્તિનું પણ ધ્યાન રાખતા હતા: એન. સી લીંબાસિયા
જાણીતા ઉદ્યોગપતિ એન.સી લીંબાસિયાએ ન્યાયાધીશ ઉધવાણી સાથેના સ્મરણો વાગોળ્યા હતા. તેમણે કહ્યું હતું કે ન્યાયાધીશ જી.આર ઉધવાણી ખૂબ જ સારા વ્યક્તિ હતા. નાનામાં નાની વ્યક્તિની સંભાળ લેતા હતા. ધ્યાન રાખતા હતા અમારે વર્ષોથી મિત્રતાનો સંબંધ હતો તેમના અવસાનથી હું ખૂબ જ દુ:ખની લાગણી અનુભવું છું.