એજાજ ઉર્ફે ટકો ખીયાણીની ગેંગના ૧૧ શખ્સો સામે કાયદોનો સકંજો કસાયો
ગેંગમાં અન્ય કોણ કોણ સામેલ, મિલ્કત કેવી રીતે ઉભી કરી, આશરો અને કોણે નાણા પડાવ્યા સહીતના મુદ્દે ૧પ દિ’ના રિમાન્ડ માગ્યા
રાજકોટમાં ગુંડારાજને ખતમ કરવા રાજકોટ પોલીસે ગુનાહીત ઇતિહાસ ધરાવતા કુખ્યાત ગુનેગારો સામે ગુજસી ટોકના દંડો ઉગામ્યો છે. ત્યાંરે શહેરના ભીસ્તીવાડના ૧૧ શખ્સઓ સામે બે દિવસ પૂર્વે ગુજસી ટોકનો ગુનો નોંધી છ શખ્સોની ધરપકડ કરી હતી. જે તમામને આજે રાજકોટની ખાસ અદાલત ન્યાયધીશ કે.ડી.દવે સમક્ષ ૧૫ દિવસના રિમાન્ડની માંગણી સાથે રજુ કરવામાં આવ્યા હતા.
પ્ર.નગર પોલીસ મથકના પી.આઇ. એલ.એલ. ચાવડાએ ફરીયાદી બની ભીસ્તીવાડના કુખ્યાત એઝાઝ ઉર્ફે ટકો અકબર ઉર્ફે હકુભા ખીયાણી, મીરજાદ અકબર ઉર્ફે હકુભા ખીયાણી, અરતાજ ઉર્ફે રાજન હમીદભાઇ ખીયાણી, મજીદ ઉર્ફે પપ્પુ સુલેમાન જુણચ, ઇમરાન જાનમમદભાઇ મેણુ, રિયાઝ ઇસ્માઇલ દલ, રિઝવાન ઇસ્માઇલ દલ, યાસીન ઉર્ફે ભુરો, શાહખ ઉર્ફે રામ અલારખા, માજીદ ભાણુ, મુસ્તુફા ઉર્ફે હકુભા ખીયાણી સામે ધી ગુજરાત ક્ધટ્રોલ ટેરરીઝમ એન્ડ ક્રાઇમ (ગુજસી ટોક) એકટ ૨૦૧૫ની કલમ ૩(૧) (૧), ૩ (૧) (ર), ૩ (ર) તથા કલમ ૩ (૪) મુજબ ગુન્હો નોંધવામાં આવ્યો છે.આ ટોળકી એકબીજા સાથે સંગઠન રચી, ખુન, ખુનની કોશીશ, ગેરકાયદે હથિયારોનો ઉપયોગ, એટ્રોસીટી, ધાડ, ધમકીઓ, જુગાર રાયોટીંગ જીવલેણ હુમલા સહિતના ગંભીર ગુન્હાઓ આચરી રાજકોટમાં ભયનો માહોલ ઉભો કરી છુેલ્લા ૧૦ વર્ષથી તરખાટ મચાવતા હોય પ્રજાજનોમાંથી આ શખ્સોનો ભય કાયમને માટે દુર થઇ જાગ અને ભયનું વાતાવરણ દુર થાય તે માટે ગુજસીટોક હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે.જે તમામ ૧૧ શખ્સો સામે ગુજસી ટોક હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે. તે પૈકીના ૪ શખ્સો રિયાઝ દલ, રિઝવાન દલ, શાહખ ઉર્ફે રાજા અને યાશીન ઉર્ફે ભુરો હાલ અલગ અલગ ગુન્હામાં જેલમાં છે. જયારે અન્ય એક એજાઝ ઉર્ફ ટકો નાસતો ફરતો હોય છ શખ્સો જેમાં ઇમરાન મેણ, માજીદ ઉર્ફે પપ્પુ, મીરઝાદ ખીયાણી, સરતાજ ઉર્ફે રાજન, માજીદ ભાણુ અને મુસ્તુફા ખીયાણીને આજે ૧પ દિવસના રિમાન્ડની માંગણી સાથે ખાસ અદાલતમાં રજુ કરાયા હતા.
જેમાં સરકાર પક્ષે સ્પે. પી.પી. તુષારભાઇ ગોકાણીએ ઉપરોકત આરોપીઓની સંગઠીત ટોળકી દ્વારા સમાજમાં ધાક જમાવી ભયનો માહોલ પેદા કરી ગુન્હાઓ આચરવામાં આવ્યા છે, આ ઉપરાંત તમામ આરોપી સાથે અન્ય કોઇ સંડોવાયા છે કે કેમ? તેઓની પાસેની મિલ્કત કેવી રીતે ઉભી કરી છે? આરોપીઓને આશરો આપનાર કોણ કોણ છે? તેમજ તમામ આરોપીઓની ક્રોસ પુછપરછ કરવાની હોય, અન્ય મિલ્કત પોતાના કે અન્ય ના મેળવી છે? અને કઇ રીતે મેળવી? મુખ્ય સંચાલન કરતા કોણ છે? આ ટોળકી દ્વારા વ્યકિતગત કે સંયુકત ભંડોળથી સ્થાવર કે, જંગમ મિલ્કત ખરીદી છે કે કેમ? ગેંગનો મુખ્ય સૂત્રધાર ફરાર હોય જેના સગળ મળવા જરુરી હોય ઉપરાંત આ ભાગેડુને આર્થિક સહાય અને આશરો કોણ આપે છે? તે તમામ પુછપરછ માટે પંદર દિવસની રિમાન્ડની જરુર હોવાની માંગણી સાથે તપાસનીય એસસીપી પી.કે. દિવોરાએ લેખીત દલીલ કરી છે.બચાવપક્ષે એડવોકેટ તરીકે પરાજસિંહ પરમાર , અજીત પરમાર, હુસેન હરેનજા, ઈસ્માઈલ પરાસરા અને રાજુભાઈ ધ્રુવ સહિતનાં રોકાયા છે.
ફોજદાર પર હુમલો કરનાર બેલડીએ પોલીસે માર માર્યાનો કર્યો આક્ષેપ
કોર્ટના દરવાજા બંધ કરતા રાજનની પત્નીએ કાર્યવાહી ખોરવવાની કોશિષ કરતા પોલીસે કરી અટકાયત
ગુજસી ટોકના ગુન્હા હેઠળ ધરપકડ કરાયા બાદ આજે ખાસ અદાલતમાં છ આરોપીઓને રિમાન્ડની માગ સાથે અદાલતમાં રજુ કરાતા રિમાન્ડ અરજીની સુનાવણી દરમ્યાન આરોપી પૈકીના એક સરતાજ ઉર્ફે રાજનને અસાઘ્ય બિમારી સબબ તબીયત બગળતા ન્યાયધીશ કે.ડી. દવેએ આરોપી સરતાજને બહાર બેસડવા હાજર પોલીસ અધિકારીઓને આદેશ કર્યો હતો.જયારે પોલીસ ઉપર હુમલો કરનાર મજીદ ભાણુ અને મુસ્તફા ખીયાણી એ કોર્ટે સુનાવણી દરમ્યાન બે ફામ માર માર્યાના આક્ષેપ કરતા ન્યાયધીશે મેડીકલ તપાસ માટે દવાખાને લઇ જવા પોલીસને આદેશ કર્યો હતો. અને કોર્ટની કામગીરીમાં વારંવાર વિક્ષેપ પડતો હોય ન્યાયધીશે બંધબારણે સુનાવણી હાથ ધરી હતી એ દરમ્યાન આરોપી સરતાજ ઉર્ફે રાજનની પત્નિ દે-દેકારો કરી દરવાજે ઉભેલા પોલીસ કર્મીને ધકકો મારી અંદર ધુસી જતા મહિલા પોલીસે પકડીને બહાર લઇ ગઇ હતી.