ટાઈગર અભી જિંદા હૈ…!!
૮૮ હજાર ડોલરની બોલી લાગે તેવી શકયતા
આશરે ૪ કરોડ વર્ષ જૂના વાઘને હરરાજી માટે મુકવામાં આવ્યો છે. ૪ કરોડ વર્ષ જૂના વાઘનું હાડપિંજર યુએસ ખાતેથી મળી આવ્યું હતું. જેની વર્ષો બાદ હરરાજી કરવામાં આવશે.
વાઘના હાડપિંજરની વાત કરવામાં આવે તો ૧૨૦ સે.મી. લાંબા (૪ ફૂટ) વાઘની આગામી તા.૮ ડિસેમ્બરના રોજ સ્વિસ સિટી ખાતે હરરાજી થનારી છે. આ અંગે પિગટ ઓકશન હાઉસના ડાયરેકટર બર્નાડ પિગટે આ અંગે કહ્યું હતું કે, આશરે ૩૭ મીલીયન વર્ષ જૂનો અને ૯૦ ટકા હાડપિંજરનો હિસ્સો મારી પાસે ઉપલબ્ધ છે. જે હાડકાઓ અને શરીરના અંગે મળ્યા નથી તેને ૩-ડી પ્રિન્ટર મારફત ડિઝાઈન કરી બ્લેક મેટલ ફ્રેમમાં ઘડીને હાડપિંજરમાં જોડવામાં આવ્યું છે. વાઘનું હાડપિંજર અતિ જૂના હાંડકા તેમજ આધુનિક વિજ્ઞાનનું બેનમુન નમુનો છે. આ વાઘના અવશેષો પરથી કહી શકાય કે તે બિલાડી પરિવારનો સભ્ય નથી પરંતુ નીમરાવિદેહ પરિવારનો સભ્ય હોય શકે છે જેની વસ્તી નોર્થ અમેરિકામાં અસ્તિત્વમાં હતી. વાઘનું હાડપિંજર મને સાઉથ ડાકોટા વિસ્તારમાંથી વર્ષ ૨૦૧૯ના ઉનાળાના સમયગાળામાં મળી આવ્યું હતું. વાઘની હરરાજી સ્વીસ સિટીમાં થનાર છે ત્યારે સ્વીસ સિટીના કલેકટર યાંન ક્યુનીને કહ્યું હતું કે, મારી પાસે આ પ્રકારના અનેક હાડપિંજરો છે.
વાઘના હાડપિંજરની હરરાજીમાં આશરે ૮૮ હજાર ડોલર સુધીની બોલી લાગે તેવી પણ શકયતા સેવાઈ રહી છે. કારણ કે, આ પ્રકારના હાડપિંજરો હાલના સમયમાં મળવા ખુબજ દુર્લભ છે. અગાઉના સમયમાં કેનેડાના રોકી માઉન્ટેન્સમાં આ પ્રકારની પ્રજાતિ અસ્તિત્વમાં હતી પરંતુ હાલ આવી પ્રજાતિ ખુબજ દુર્લભ છે. ઉપરાંત વાઘનું હાડપિંજર આશરે ૪ કરોડ વર્ષ જૂનું છે જેથી ભાવ ખુબ ઉંચા હોય છે. પ્રાણી પ્રેમીઓ હાડપિંજર મેળવવા કોઈપણ બોલી લગાવી શકે છે.