અત્યારે આખો દેશ કોરોનાની મહામારી સામે લડી રહ્યો છે .રોગપ્રતિકારક શક્તિ આ રોગ સામે લડવાનું મજબૂત હથિયાર છે .જે વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ સારી હશે તે વ્યક્તિને કોરોના થવાની શકયતા રહેતી નથી. તો લોકોને એવા આહારનું સેવન કરવું જોઈએ જેનાથી તેની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય.
પૌષ્ટિક આહાર દ્વારા રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરી શકાય છે. રોગપ્રતિકારક શક્તિ વધારવાનો બીજો ઉપાય છે ‘કાળા મરીનું સેવન કરવું’. કાળા મરીમાં વિટામિન સી અને એન્ટી ફ્લેમેટરી ભરપૂર પ્રમાણમાં હોય છે. કાળા મરી શરદી – ઉધરસ અને વાયરલ ફ્લુ જેવી સ્વાસ્થય સંબધિત સમસ્યાઓથી બચવામાં મદદરૂપ થઇ શકે છે.
કાળા મરીનું વૈજ્ઞાનિક નામ ‘પાઈપર નિગ્રામ’ છે. રસોડામાં મરીમસલા તરીકે ઉપયોગમાં લેવાતા કાળા મરીને દવા તરીકે પણ ઉપયોગમાં લેવાય છે.કાળા મરીનો દેખાવ ભલે નાનો છે પરંતુ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં તે ખૂબ જ ગુણકારી છે. આ સિવાય કાળા મરીમાં વિટામિન એ, ઇ, કે, સી અને વિટામિન બી 6, થાઇમિન, નિયાસિન, સોડિયમ, પોટેશિયમ વગેરે ગુણધર્મો છે. જેને શરદી- ઉધરસ અને વાયરલ ફ્લૂ જેવી અનેક સ્વાસ્થ્ય સબંધિત બીમારીઓથી બચી શકાય છે. તો જાણીએ કાળા મરી કેવી રીતે જીવનમાં મદદરૂપ છે.
કાળા મરી રોગપ્રતિકારક શક્તિ અને સ્વાસ્થય માટે ફાયદાકારક
( ૧ ) રોગપ્રતિકારક શક્તિ
કાળા મરી રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરવા માટે સારી માનવામાં આવે છે. કાળા મરીમાં મળતા વિટામિન સીનાં ગુણધર્મો રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરવામાં મદદ કરી શકે છે. કાળા મરીને ચામાં નાખીને પી શકાય છે અથવા મધ સાથે તેનું સેવન કરી શકાય છે.
( ૨.) વાયરલ-ફ્લૂ:
શિયાળાની ઋતુમાં શરદી-ઉધરસ અને ફલૂની સમસ્યા સામાન્ય છે. ઘરમાં હાજર કેટલાક મરી મસાલા આ સમસ્યાઓથી બચાવવામાં મદદરૂપ થઇ શકે છે અને તે જ મસાલાઓમાંથી એક છે કાળા મરી. ઉધરસ અને ફ્લૂની સમસ્યામાં મરીનો ઉકાળો પીવો ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે.
( ૩ ) ગળામાં દુખાવો:
કાળા મરી ગળાના દુખાવા માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. જો તમને ગળામાં દુખાવો હોય અથવા તો ઉધરસની સમસ્યા હોય તો 8-10 કાળા મરીને પાણીમાં ઉકાળો. તે પછી પાણીને ગાળી લ્યો અને તે પાણીના કોગળા કરો, તે ગળાના દુખાવા અને ઉધરસમાં રાહત આપી શકે છે.
( ૪ .) બ્લડ પ્રેશર:
બ્લડપ્રેશર કે જેને આપણે બીપી તરીકે ઓળખીએ છીએ. કાળા મરીનું સેવન બ્લડ પ્રેશરના દર્દીઓ માટે પણ ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. કિસમિસ સાથે કાળા મરીનું સેવન કરવાથી બ્લડ પ્રેશર નિયંત્રિત કરી શકાય છે.
( ૫. ) ગેસ:
ગેસની સમસ્યાથી બચાવવા માટે કાળા મરીને ખૂબ અસરકારક માનવામાં આવે છે. ગેસની સમસ્યા માટે કાળા મરીનો પાઉડર લીંબુ અને કાળા મીઠા સાથે મિક્સ કરીને પીવાથી ગેસની સમસ્યામાંથી રાહત મળે છે.