આગામી ૪ જાન્યુઆરીથી ધો.૧૦ અને ધો.૧૨ની સ્કૂલો ખોલવા પર વિચાર વિમર્શ કરવા આદેશ
કાઉન્સીલ ફોડ ઈન્ડીયન સ્કુલ સર્ટીફીકેટ એગઝામીનેશન દ્વારા ૪ જાન્યુ. ૨૦૨૧થી સ્કુલો ખુલી શકે છે તેમ જાહેર કર્યું છે. સી.આઈ.એસ. સી.ઈ.એ. તમામ રાજય અને કેન્દ્ર શાસીત પ્રદેશોના મુખ્યમંત્રીને આદેશ આપ્યો છે કે ધો. ૧૦ અને ધો.૧૨ ના વિદ્યાર્થીઓ માટે સ્કુલો ખોલવા ઉપર વિચારવિમશ કરે જોકે કોરોનાનું સંક્રમણ જે રાજયમાં વધુ છે. તેઓએ આ મામલે હજુ સુધી નિર્ણય કર્યો નથી. સી.આઈ.એસ. સી.ઈ.એ.વધુમાં જણાવ્યું હતુ કે જો સ્કુલો ફરીથીખૂલે તો એસ.ઓ.પી.નું પાલન કરીને તેમજ સરકારની ગાઈડ લાઈન મુજબ જ ખોલી શકાશે. ફરીથી સ્કુલો ખૂલ્યા પછી આ સમયનો ઉપયોગ પ્રેકટીકલ જ્ઞાન પ્રોજેકટ અને અન્ય ડાઉસના સોશ્યૂલ્સન માટે કરવાનો રહેશે.
ઉલ્લેખનીય છે કે કોરોનાના મહામારીને કારણે માર્ચ ૨૦૨૦થી તમામ સ્કુલો બંધ કરી દેવામાં આવી છે.
સીઆઈએસ સીઈ તમામ રાજયના મુખ્યમંત્રીને પરીક્ષાની તૈયારીઓ માટે સ્કુલો ફરીથી ખોલવા મંજુરી આપી છે. સાથોસાથ ધો.૧૦ અને ધો.૧૨ ની બોર્ડની પરીક્ષાની તારીખો નકકી કરવા પણ જણાવ્યું છે. માર્ચ ૨૦૨૦થી દેશભરની સ્કુલો બંધ છે. જોકે ઘણા એવા રાજયો છે કે જયાં સ્કુલો ફરીથી ખોલવામાં આવી છે. અને હજુ કેટલાક રાજયોમાં સ્કુલો બંધ જ છે. તાજેતરમાં જ હિમાચલ પ્રદેશે તમામ શિક્ષણ સંસ્થાઓ ૩૧ ડીસેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો છે. અને દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સીસોદીયાએ જણાવ્યું હતુ કે જયાં સુધી વેકસીન નહી આવે ત્યાં સુધી રાજયની તમામ સ્કુલોબંધ રહેશે આ ઉપરાંત આસામ, રાજસ્થાન, ગુજરાત, ત્રીપુરા, જમ્મુ કાશ્મીરમાં પણ સ્કુલોબંધ હાલતમાં જ છે.
જોકે મોટાભાગનાં રાજયોમાં કોરોનાનું સંક્રમણ વધારે હોય હાલમાં આ મહિનો તો સ્કુલ ખોલી શકાય તેવી કોઈ સ્થિતિ દેખાતી નથી પરંતુ જેમ-જેમ કેસોમાં ઘટાડો થશે તેમ ધો.૧૦ અને ધો.૧૨ની સ્કૂલો ફરી ખોલવા રાજય સરકાર વિચારણા કરી શકે તેમ છે જેથી ધો.૧૦ અને ધો.૧૨ની પરીક્ષાઓ લઈ શકાશે.