બાકી બધા ગુનામાં જામીન મુકત ભુપતને અડધી બોટલ દારૂના ગુનામાં આજે ‘સિમ્બોલિક’ ધરપકડ કરતી ક્રાઇમ બ્રાંચ
શહેરના સામાકાંઠા વિસ્તારના હોટલ માલિક પાસેથી પ્લોટમાં નુકશાનીના બ્હાને કરોડો રૂપિયાની ઉધરાણી અને જમીન પચાવી પાડવા સહિતના ગુનામાં જામીન પર મુકત થતા ભુમાફીયા ભુપત ભરવાડની દારૂની બોટલમાં ક્રાઇમ બ્રાંચે ‘સીમ્બોલીંક’ ધરપકડ કરી છે.
પોલીસ પ્રાપ્ત વિગત મુજબ શહેરના સામાકાંઠા વિસ્તારના હોટલ માલીકની કુવાડવા રોડ પર આવેલા બિનખેતી પ્લોટના ખોટ નુકશાનીના મામલે બળજબરીથી કરોડો પચાવી પાડવાની ભૂમાફીયા ભુપત ભરવાડ સામે ફરીયાદ નોંધાયા બાદ મોરબી રોડ પરની જમીનનો વધારાનો કબ્જો મેળવી ફાર્મ હાઉસ ઉભુ કરવાનો ગુનો નોંધાયો હતો. જે ગુનામાં ભુપત ભરવાડને અદાલતે જામીન ઉપર છોડી મુકવાનો હુકમ કર્યો હતો.
ભુમાફીયા ભુપત ભરવાડ સામે એક બોટલ દારૂના ગુનામાં ક્રાઇમ બ્રાંચના સ્ટાફ ભુપત વિરમ બાબુતરનો કબ્જો મેળવી ધરપકડ કરી વિશેષ તપાસ માટે રિમાન્ડની માંગ સાથે અદાલતમાં રજુ કરવામાં આવશે.
બધા ગુનામાં જામીન મુકત ભુપતને દારૂના ગુનામાં ‘સીમ્બોલીંક’ ધરપકડ કરી છે. ભુપત ભરવાડ સામે અન્ય ગુન્હેગારોની જેમ પાસાનું શસ્ત્ર ઉગામાવાશે કે ઘીના ઠામમાં ઘી પડી જશે તેવું ચર્ચ રહ્યું છે.