બીનનિવાસી ભારતીયોને મતદાન અધિકાર જરૂર આપો પરંતુ તે પૂર્વ જે સંઘર્ષ કરી રહ્યા છે. તેવા સ્થાળાંતરીતોને મતદાનનાં અધિકારથી વંચીત ન રહે તેની તકેદારી રાખવી લોકશાહી માટે જરૂરી છે.
વિશ્વ ની સૌથી મોટી લોકશાહી નું માન ધરાવતા ભારત નું લોકતંત્ર સાત દાયકાની સફર વિતાવ્યા બાદ હવે”પરિપકવ લોકતંત્ર”ની વ્યાખ્યામાં આવી રહ્યું છે, તેવી સ્થિતિમાં આજે ભારતીય લોકતંત્ર માં એક-એક મત નીકિંમત હોય તે સ્વાભાવિક છે , ચૂંટણીમાં એક નહીં અનેક બેઠકો પર ખૂબ જ પાતળી સરસાઈ એટલે કે આંગળી ના વેઢે ગણી શકાય તેટલા મતોથી હાર જીત થાય છે ,આવી પાતળી સરસાઈ વાળી બેઠકો પરિણામ બદલ અને એકને રાજ્યોગ, તો બીજાને નજીવા મત ના અભાવે સત્તાથી વંચિત રાખી દે છે બીજા શબ્દોમાં કહીએ તો ચૂંટણીમાં હવે એક એક મતની કિંમત થવા લાગી છે, લોકતંત્રની પરિપકવતા એ પરિમાણો પર નિર્ભર હોય છે કે તેમાં મતદારો કેટલા ઉત્સાહ અને ટકાવારી થી પોતાના મતાધિકારનો ઉપયોગ કરે છે સરકાર દ્વારા ભારતના લોકતંત્રને હવે વૈશ્વિક ફલક પર વધુ ને વધુ વિસ્તાર અને મૂળ ભારતીયો કે જે વિશ્વના વિવિધ દેશોમાં વસે છે અને આ સંખ્યા એક કરોડ અને ત્રીસલાખ જેટલી થવા જાય છે તેવા એન.આર.આઈ વર્ગ બિનનિવાસી ભારતીયો ચૂંટણીમાં પોતાના મતાધિકાર થી વંચિત ન રહે તે માટે સરકાર ઇલેક્ટ્રોવોટિંગ ની વ્યવસ્થા માટે તૈયારી કરી રહી છે ,,ભારતીય લોકતાંત્રિક પર્વ ચૂંટણીમાં વિવિધ દેશોમાં વસતા ભારતીયો મતદાન કરે તે માટે ગોઠવાયેલી વ્યવસ્થા ના આંતરરાષ્ટ્રીય માળખા માટેની તૈયારીઓના ભાગરૂપે જ્યાં ભારતીયોની વસતી હોય તેવા દેશોમાં ભારતના ચૂંટણી પ્રતિનિધિ નિમણૂક કરવાથી લઈને દરેક મતદાન ઇચ્છુક એન.આર.આઇ.ને ઘેરબેઠા ઇલેક્ટ્રો બેલેટ પેપર મળી રહે તેવી વ્યવસ્થા માટે સરકારે કવાયત હાથ ધરી છે ,જેની વિશ્વમાં નોંધ લેવાશે તેમાં બેમત નથી, પરંતુ વિશ્વમાં પથરાયેલા મૂળ ભારતીયોના મતાધિકાર માટેની આ કવાયત ની સાથે સાથે ભારતમાં સ્થાનિક ધોરણે રોજી રોટી અને અનેક સામાજીક આર્થિક કારણોસર એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં સ્થળાંતરિત થયેલા કુલ મતદારોની ૩૦ ટકા જેટલી સંખ્યા પોતાના મૂળ વતનમાં ચૂંટણી વખતે હાજર ન રહી શકતા હોવાથી મતદાનથી વંચિત રહે છે આવા મતદારોની સંખ્યા હજારો નહીં પરંતુ લાખો માં હોય છે વળી દરેક ચૂંટણીમાં ઘણી એવી બેઠકો હોય છે કે જ્યાં ખૂબ જ પાતળી સરસાઇથી હાર-જીતનો ફેસલો થતો હોય છે તાજેતરમાં જ બિહારની ચૂંટણીમાં ખૂબ જ નજીવા મતદાનની હારજીત થી તેજસ્વી યાદવ મુખ્યમંત્રી પદથી વંચિત રહી ગયા લોકતાંત્રિક વ્યવસ્થામાં ચૂંટણીની પ્રક્રિયાને આદર્શ બનાવવા માટે દરેક મતદાર પોતાનો મતાધિકાર વાપરી શકે તેવી વ્યવસ્થા હોવી જોઈએ પરંતુ કમનસીબી એ વિશ્વની સૌથી મોટી લોકશાહી નું માન ધરાવતા ભારતમાં છેવાડાના નાગરિકો આર્થિક પછાત, ગરીબ, વંચિતો વિસ્થાપિતો કે જે લોકો લોકતાંત્રિક વ્યવસ્થાના આધાર ગણાય તેવા નાગરિકો એક યા બીજી રીતે મતદાનથી વંચિત રહી જાય છે, આ પ્રતિકૂળ પરિબળોના કારણે ઘણા નઠારા અને પ્રજા વિરોધી માનસિકતા ધરાવતા તત્વો ચૂંટણીમાં ફાવી જાય છે, લોકતંત્રના મૂળાધાર એવા વંચીત પછાત અને છેવાડાના મતદારોને લોકતંત્રના મહાપર્વમાં ક્યારેક-કરેક વંચિત રાખી દેવાતા હોય તેવી સ્થિતિમાંજ્યારે ચૂંટણી પંચ વિશ્વમાં વસતા એક કરોડ ૩/ત્રીસલાખ જેટલા બિનનિવાસી ભારતીયો ના મતદાનની વ્યવસ્થા માટે કવાયત કરી રહ્યું છે ત્યારે ભારતમાં જ રોજી રોટી અને આર્થિક સામાજિક કારણોસર પોતાના વતન અને મતક્ષેત્રથી દૂર વસતા વિસ્થાપિતો માટે મતદાનની વ્યવસ્થા કરવી જોઈએ, અત્યારે “પગમાં બળતું હોય ત્યાં જોવાના બદલે ડુંગરે દવ ઠાંરવા ની તાલાવેલી” જેવી ચૂંટણીપંચની કવાયતમાં પરદેશમાં વસતા ભારતીયો માટે મતદાનની વ્યવસ્થા ની કવાયત “ઘરના ઘંટી ચાટે અને પાડોશીને આટો” જેવી સ્થિતિ ગણાય ભારતમાં વિસ્થાપિત મતદારોની સંખ્યા ૩૦ ટકા જેટલી થવા જાય છે ચૂંટણીમાં બે થી પાંચ ટકા જેટલા મ્તો વિજય પરાજય ના નિમિત્ત બનતાં હોય તેવા સંજોગોમાં કુલ મતદારોની ૩૦ ટકા જેટલી જનસંખ્યા મતદાનથી વંચિત રહેતી હોય તે લોકતંત્રના આદર્શ વાદમાટે ખતરાની ઘંટડી ગણાય ,ચૂંટણીમાં ગેરબંધારણીય રીતે અવરોધો ઊભા કરીને પરિણામો ફેરવી નાખનારપરિબળો પોતાના વિરોધી મતદારોને એક યા બીજી રીતે મતદાન કરવા થી દૂર રાખવાના નકારાત્મક રાજકારણ ખેલતા હોય છે,, આવા સંજોગોમાં પાતળી સરસાઈથી વિજય પરાજય નક્કી થતો હોય તેવા સંજોગોમાં લોકતંત્રના મૂળાધાર એવા ગરીબ, વંચિત અને આ વિસ્થાપિતો વતનથી દૂર રોજીરોટી માટે ગયેલા લોકોને મતદાન થી વિમુખ રાખવામાંં આવે છે અને ખૂબ જ પાતળી સરસાઇથી પરિણામ અણધાર્યા વળાંક લે છે,,તેવા સંજોગોમાં જો વતનથી દૂર પરપ્રાંત અને બીજા રાજ્યોમાં રોજીરોટી માટે વસેલા મતદારોને જો મતદાનની વ્યવસ્થા પ્રદાન કરવામાં આવે તો લોકશાહી નો મર્મ ખરા અર્થમાં યથાર્થ ઠરે અને આદર્શશ લોકશાહી નીી પરિકલ્પના પૂર્ણ થશે