ઉપલેટા: ભુજ સ્વામીનારાયણ મંદિરને હરિભકતોની ભેટ, ૫૨.૫૦ લાખના ડાયાબીસીસ મશીન અર્પણ
કચછની આરોગ્ય લક્ષી સેવાઓ વધુને વધુ શ્રેષ્ઠ કેમ બને અને લોકોને આરોગ્ય લક્ષો જીવન પ્રદાન થતું રહે તે માટે ભુજ મંદિરના મહંત સ.ગુ. પુરાણી સ્વામી ધર્મનંદનદાસજી સતત ચિતિત રહે છે. વિશિષ્ટ અને અઘતન મેડીકલ મશીનરીમાં સીટી સ્કેન મશીન ડાયાલીસીસ મશીન વિગેરેની સેવાઓ અગાઉ ભુજ મંદિર દ્વારા થઇ કરાઇ છે. જયારે જયારે મેડીકલ કેમ્પોની જરુરીયાત ઉભી થાય ત્યારે હોસ્પિટલ ડોકટરો અને દાતાઓના સહયોગથી ભુજ મંદિર આયોજન કરતું રહે છે.
ઇ.સ. ૨૦૨૩માં ભગવાન સ્વામીનારાણય પધરાવી આપેલા મહા પ્રતાપશાળી બદ્રીપતિ રાજાધીરાજ ભગવાન નરનારાયણ દેવને બસો વર્ષ પૂર્ણ થશે તે નિમિતે ભવ્યતિભવ્ય નરનારાયણદેવ દ્રિશતાબ્દીક મહોત્સવના ઉપલક્ષમાં ભુજ શ્રી સ્વામીનારાયણ મંદિર અને સહયોગી દાતા પરિવારો પરમ ભકતો રામજીભાઇ દેવજ વેકરીયા ગામ નારણપર હાલ એન્ડોરેડ કેન્યા, કુંવરજીભાઇ વેકરીયા ગામ નારણપર હાલ લંડન,
કુંવરજીભાઇ કેરાઇ ગામ નારણપર હાલ લંડન, નારણભાઇ કેરાઇ ગામ બળદિયા હાલ કેન્યા, શીવજીભાઇ કેરાઇ ગામ નારણપર હાલ ઓસ્ટ્રેલીયા, વાલબાઇ નારણ કેરાઇ ગામ બળદિયા હાલ કેન્યા, કિર્તીભાઇ વેલજી પાંચાણી ગામ કેરા હાલ નૈરોબી આદિ યજમાન પરિવારના સહયોગથી એલ.એન.એમ. ગ્રુપ ઓફ લાઇન્સ હોસ્પિટલને સાત ડાયાલીસીસ મશીનનું લોકાપર્ણ મહંત સ.ગુ. પુરાણી સ્વામી ધર્મનંદનદાસજી સ.ગુ. પુરાણી સ્વામી પ્રેમપ્રકાશદાસજી, પાર્ષદ કોઠારી જાદવજી ભરત વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ.ગુ.સ્વામી જગતપાવનદાસજી, સ.ગુ. સ્વામી બાલકૃષ્ણદાસજી સ.ગુ. સ્વામી લક્ષ્મીપ્રસાદદાસજી, સ.ગુ. સ્વામી જગજીવનદાસજી વિગેરે સંતો તથા મંદિરોના મુખ્ય કોઠારી રામજીભાઇ દેવજી વેકરીયા ઉ.કોઠારી મુરજીભાઇ કરસન શીયાણી આદિ ટ્રસ્ટ્રી મંડળ દાતા તથા તેમના પરિવારજનો તરફથી આપવામાં આવ્યા હતા.
ભુજ મંદિરની આ પરોપકાર અને ઉદાર ભાવનાને ઉપસ્થિત લાઇન્સ મેમ્બરો અને પદાધિકારીઓએ નરનારાયણ દેવ દ્રિશતાબ્દિ મહોત્સવના ઉપલક્ષમાં લાઇન્સ હોસ્પિટલ મઘ્યે ડાયાલીસીસના એક વિભાગને સ્વામીનારાયણ યુનીટ આવું નામાભિધાનકરણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરુઆતમાં ભુજ મંદિરના કોઠારી સ્વામી શુકદેવસ્વરુપદાસજીએ મહેમાનો તથા દાતાઓને આવકાર્યા હતા જયારે લાયન્સ કલબના ચેરમેન ભરતભાઇ મહેતાએ લાઇન્સ હોસ્પિટલની કાર્યશેલી અંગે વિસ્તૃત અહેવાલ આપ્યો હતો.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોઠારી શા.સ્વામી શુકદેવસ્વરુપદાસજી તથા સ્વામી ઉત્તમચરણદાસજી કર્યુ હતું. જયારે સ્વામી દિવ્યસ્વરુપદાસજી, સ્વામી ધર્મસ્વરુપદાસજી તથા સ્વામી નરનારાયણ સ્વરુપદાસજી જહેમત ઉઠાવી હતી.
આ પ્રસંગે પ્રોજેકટ કો. ઓ. શૈલેષ ઠકકર, વાડીલાલ ઠાકરાણી, વ્યોમ મહેતા, પ્રેસિડેન્ટ સચિન ઠકકર, સેકેટરી ચંદ્રકાન્ત સોની વિગેરે લાયન્સ પરિવારના સભ્યો ઉ૫સ્થિત રહ્યા હતા.