મોટી હોઇદાદ ગામે લિગ્નાઇટ ખીણના વિસ્તારમાં જમીન ફુલાવાની ભૂગોળીય ઘટના: પર્યાવરણવિદો શોધખોળ અર્થે આતુર
શું ગુજરાત પાસે જવાળામુખી જાગૃત થઇ રહયો છે?? આ પ્રશ્ર્ન જરૂર નવાઇ પમાડે પરંતુ ભાવનગરના ઘોઘામાં એવી ભૂગોળીય ઘટના ઘટી છે જે આ પ્રકારના પ્રશ્ર્ન જગાવે છે. શહેરના ઘોઘા તાલુકાના મોટી હોઇદાદ ગામે લિગ્નાઇટની ખાણ આવેલી છે. કે જયાં ૪૦ ફુટ (૨,૧૦,૦૦૦ સ્કે.મીટર) જમીન ઉપર ઉઠી ગઇ છે. ખાણ વિસ્તાર પાસે આવું શું કામ બન્યું?? જમીન ઓચિંતી કેમ ફુલાઇ ગઇ?? આ ઘટના આમ જોઇએ તો સામાન્ય છે પરંતુ આ ઘટના ગુજરાતની ધરતી પર અસામાન્ય છે. આ બાબતે પર્યાવરણ નિષ્ણાંતોને પણ રસ જગાડયો છે.
ગુજરાત પાવર કોર્પોરેશન દ્વારા મોટી હોઇદાદ ગામે લિગ્નાઇટ કોલસાની ખાણનું ખોદકામ ચાલી રહ્યું છે. આ વચ્ચે જમીન ઓચિંતી ફુલાઇ ઉપર ઉઠી જવી તે ત્યાંના સ્થાનીક લોકો ઉપરાંત તંત્ર માટે પણ આશ્ર્ચર્યકારક છે. આ ઘટના ગત રપ નવેમ્બરે ઘટી હતી. જેની જાણ થતાં પર્યાવરણ સુરક્ષા સમિતિના સભ્યો, ગુજરાત પાવર કોર્પોરેશનના અધિકારીઓ, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓ ઉપરાંત મામલતદાર અને જીલ્લા કલેકટર ગૌરાંગ મકવાણા ઘટના સ્થળે પહોંચી ગયા હતા. સ્થળની મુલાકાત લઇ ખોદકામ પ્રવૃતિ પર હાલ પ્રતિબંધ લગાવ્યો હતો.
આ અંગે માહિતી આપતા કલેકટર ગૌરાંગ મકવાણાએ જણાવ્યું છે કે, જમીન ફુલાઇ જવાની આ ઘટના અંગે ભૂવિજ્ઞાનીકોઓને જાણ કરવામાં આવી છે. તેઓ તપાસ કરી તંત્રને અહેવાલ રજુ કરશે. આ માટે એકસ્પર્ટ એજન્સીઓને પણ માહીતી અપાઇ છે.
જમીન ફુલાવાની આ ઘટનાનું વૈજ્ઞાનિક તારણ જાણીએ તો સામાન્ય રીતે ખનીજ સંશાધન વિપુલ માત્રામાં ધરાવતી જમીન પર જેમ જેમ પાણીનું પ્રમાણ વધે છે તેમ તેમ જમીન ઉપર ઊઠવાના બનાવોની શકયતા વધી જાય છે કારણ કે, પેટાળમાં રહેલા ખનીજો સપાટી પરના પાણીને શોષે છે અને આ પ્રક્રિયાને કારણે ખનીજો જેમ ઉપર ઊઠી આવે છે પરંતુ આ પ્રકારના બનાવો મોટે ભાગે ઉષ્મિત જમીનો પર જોવા મળે છે કે જયાં કોઇ સમયે અથવા હાલના સમયે જવાળામુખી સક્રિય હોય, આથી આ ઘટનાના પગલે પ્રશ્ર્નો જાગે છે કે, શું ગુજરાત પાસે જવાળામુખી જાગૃત થઇ રહ્યો છે?? આ તારણ ખરેખર યથાર્થ ઠરે તો મોટા કુદરતી પડકારોનો ગુજરાતને સામનો કરવો પડી શકે છે.
શું છે જવાળામુખી અને તેની ક્રિયા??
જવાળામુખીએ એક એવી કુદરતી પ્રક્રિયા છે કે જે પૃથ્વીની સપાટી છે. પોપડામાં રહેલ એક આરંભિક હિસ્સો છે પૃથ્વીના અંદરના પ્રથમ સ્તર કે પોપડામાં અત્યંક દાહક પીગળેલા ખડકી, રાખ અને વાયુ રહેલા હોય છે જે અંદરની ભૂગોળીય ઘટના અને દબાણ વધવાના લીધે અથવા ટેકટોનિક પ્લેટ એકાબીજાથી અલગ પડવાથી કે ધસાવાથી આ અંદરનો લાવા જોરદાર વિસ્ફોટ સાથે બહાર નીકળે છે જે સામાન્ય રીતે ભૂરા લાલ રંગનો હોય છે જવાળામુખીના પ્રકારની વાત કરીઓનો વર્ગીકરણના આધારે વર્ગીકરણના આધારે ત્રણ પ્રકાર છે. (૧) સુષ્ાુપ્ત (ર) સક્રિય (૩) નિષ્ક્રીય જવાળામુખીને તેના ઇરપ્શનના આધારે વર્ગીકૃત કરાયેલ છે. જવાળામુખી ફાંટયાને ઘણો સમય વીતી ગયો હોય તેવા જવાળામુખીને સુષુષ્ત જવાળામુખી કહેવાય છે. જયારે આ સમય ઐતિહાસિક રીતે વીતી ગયો હોય અને જવાળામુખી ફાંટયો જ ન હોય તો તેને નિષ્ક્રિય જવાળામુખી કહી શકાય આ પ્રકારના જવાળામુખી વૈજ્ઞાનિકો માટે અર્થવિહિન છે. જયારે સમયાંતરે ફાંટતો રહેતો હોય તેવા જવાળામુખીને સક્રિય જવાળામુખી કહેવાય છે. ભારતમાં હાલ એક માત્ર એવો જવાળામુખી છે કે જે સક્રિય છે. જેનું નામ બેરન છે આંદામાન-નિકોબાર ટાપુ પર બેરન આઇલેન્ડ પર સ્થિત છે.
જવાળામુખી દ્વારા રચાયેલો ગુજરાતનો ‘ગરવો ગિરનાર’
પૃથ્વીના પેટાળમાં રહેલ લાવા બહાર નીકળે છે અને લાખો કરોડ વર્ષ વિત્યા બાદ આ લાવા કઠોર ખડકોમાં પરિવર્તન પામે છે અને ત્યારબાદ ચટ્ટાનો એટલે કે પર્વતમાં પરિણમે છે. ગુજરાતના ગૌરવ સમાન એવા ‘ગરવા ગિરનાર’ ની પણ ઉત્પતિ આ જ પ્રકારે જવાળામુખીના લાવામાંથી થઇ છે. ગીરનાર પર્વતની ઉત્પતિ ડેકકન ટ્રેપની રચનામાંથી થઇ છે. જે લોકોલીથ પ્રકારના ખડકોથી
બનેલ છે જેમાં એ ગ્રેબો, લેપ્રોફાયર, ડાયોરાઇટ, રાહયોલાઇટ, લીંબર ગાઇટ, સાયનાઇટ પ્રકારના ખડકોનો સમાવેશ છે. અંતરભેદન થયા બાદ બેસાલ્ટ પ્રકારના ભૂરસમાં પરિવર્તીત થતાં ક્રમશ: સ્વભેદન દ્વારા અત્યારના ખડકો રચાયા તેવું કહેવાય છે. ગુજરાતના પૂર્વીય છેડાથી લઇ દિલ્હી સુધી વિસ્તરાયેલી અરવલ્લી પર્વતમાળા પણ આ જ રીતે રચાયેલી હોવાનું અનુમાન છે. જે વિશ્ર્વની સૌથી જુની પર્વતમાળા છે.