પર્યાવરણમાં જ્યારે ઘણા હાનિકારક તત્વો નો સમાવેશ થવા માંડે છે ત્યારે વાતાવરણમાં પ્રદૂષણ નો ફેલાવો થાય છે. આ હાનિકારક તત્વો કુદરતી અને માનવસર્જિત પણ હોઈ શકે છે. વધતું જતું પ્રદૂષણ આપણી ઈકોસિસ્ટમ માટે હાનિકારક છે. પ્રદૂષણ ના ઘણા બધા પ્રકાર છે જેમકે વાયુપ્રદૂષણ, જળપ્રદૂષણ, જમીનપ્રદુષણ ,અવાજ પ્રદૂષણ. આ બધા જ પ્રદૂષણમાં વાયુપ્રદૂષણ માનવજીવનમાં વધુ નુકસાન પહોંચાડે છે.વાયુપ્રદુષણ કારખાનામાથી નીકળતા ધુમાડાને લીધે થાય છે વાહન-વ્યવહાર દરમીયાન વાહનોમાંથી મ નીકળતા ધુમાડાને લીધે પણ થાય છે. કારખાનામાંથી નીકળતા ધુમાડાને કારણે વાતાવરણમાં પ્રદૂષણ ફેલાય છે જે શુદ્ધ હવાને અશુદ્ધ કરે છે . આ હવા મનુષ્ય શ્વસન દ્વારા લ્યે છે.આ અશુદ્ધ હવાથી ભવિષ્યમાં કોઈ પણ મનુષ્યને દમ અથવા અસ્થમાનો રોગ થઈ શકે છે.
વિશ્વમાં દર વર્ષે પ્રદૂષણના સ્તરમાં વધારો થાય છે જે માનવ જીવનની ઇકોસિસ્ટમ પર ખરાબ અસર કરે છે. વધતા જતા વાયુ પ્રદૂષણને અટકાવવા માટે ભારત સરકાર દ્વારા ઈ. સ ૧૯૮૪થી 2 ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય પ્રદૂષણ નિવારણ દિવસની શરૂઆત કરવામાં આવી હતી. રાષ્ટ્રીય પ્રદૂષણ નિવારણ દિવસ શરૂઆત ભોપાલમાં ટીયર ગેસની વિનાશક દુર્ઘટના બાદ કરવામાં આવી હતી.
૨ ડિસેમ્બર ૧૯૮૪ ના રોજ મધ્યરાત્રીએ હજારો લોકોના જીવ લીધા હતા . આ દુર્ઘટના વિશ્વની ખરાબ ઔદ્યોગિક દુર્ઘટનામાંની એક ઘટના છે. જેમાં યુનાઇટેડ કાર્બાઇડ ઇન્ડિયા લિમિટેડના જંતુનાશક પ્લાન્ટમાં ગેસ લીકેજ થયા બાદ સેંકડો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ દુર્ઘટનામાં સતાવાર માહિતી અનુસાર 2259 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા .રાષ્ટ્રીય પ્રદૂષણ નિવારણ દિવસ નો ઉદ્દેશ ઔદ્યોગીક આફતોનું કેમ ઘટાડવી તેના માટે છે. રાષ્ટ્રીય પ્રદૂષણ નિવારણ દિવસનો હેતુ લોકોને સરકારના કાયદાઓથી વાકેફ કરવાનો અને વધતા છતાં પ્રદૂષણને રોકવા માટેનો છે.
વાયુપ્રદૂષણની વાત કરીએ તો ભારતની રાજધાની દિલ્હીની નબળી ગુણવતાવાળી હવા 50% બાળકોના ફેફસાને નુકસાન પહોંચાડે છે.આ ઉપરાંત સંશોધન દ્વારા કહી શકાય છે કે પ્રદૂષણથી બાળકોની રોગપ્રતિકારક શક્તિ ઓછી થઈ શકે છે અને કેન્સર , વાઈ , ડાયાબિટીસ અને મલ્ટીપલ સ્ક્લેરોસિસ જેવા પુખ્ત વયના રોગોના જોખમોમાં વધારો થઈ શકે છે. નવેમ્બર 2019ના રોજ ભારતની સુપ્રીમકોર્ટ દિલ્હીના પ્રદુષણ અંગે કહ્યું હતું કે,’ દિલ્હીની સ્થિતિ નર્ક કરતા પણ ખરાબ થઈ ગઈ છે’ .
ભારત સરકાર દ્વારા પ્રદુષણ નિયંત્રિત કરવાના અને પ્રદુષણ અટકાવવાના ઘણા નિયમો શરૂ કરવામાં આવ્યા છે જે નીચે મુજબ છે :
> 1974 નો જળ નિવારણ અને પ્રદૂષણ નિયંત્રણ અધિનિયમ
> 1977 – પાણી સેસ એક્ટ
> 1981 – હવા પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ
અધિનિયમ
> 1998 – બાયોમેડિકલ વેસ્ટ ( મેનેજમેન્ટ અને
હેડલિંગના નિયમો
>1999 – રિસાયકલ પ્લાસ્ટિક મેન્યુફેક્ચર એન્ડ
> 2000 – ઓઝોન ડીપ્લીટીંગ સબસ્ટન્સ
વપરાશના નિયમો
પ્રદૂષણ ઘટાડવાની વિવિધ રીતો
> નકકર કચરાની સારવાર અને વ્યવસ્થા દ્વારા પ્રદૂષણ ઘટાડી શકાય છે.
> બાયો કેમીકલ કચરાની સુવિધા અને નિકાલ દ્વારા પ્રદૂષણ ઘટાડી શકાય છે.
> વધુ વૃક્ષો ઉગાડવાથી પ્રદુષણ ઘટાડી શકાય છે.
> વાયુ પ્રદુષણ ઘટાડવા વાયુ પ્રદુષણ નિયંત્રણની અને જમીન ઉપયોગનું આયોજન કરવાની વિવિધ ટેકનોલોજી ઉપલબ્ધ છે.શ્રેષ્ઠતમ મૂળભૂત સ્તરે જમીન ઉપયોગના આયોજનમાં ઝોન પાડવાની બાબતનો અને પરિવહન સમાવેશ થાય છે . મોટાભાગના વિકસીત દેશોમાં જમીન ઉપયોગનું આયોજન સામાજિક નીતિનો એક મહત્વનો ભાગ છે જે સુનિશ્ચિત કરે છે કે જમીનનો ઉપયોગ વસ્તી અને વ્યાપક અર્થતંત્રના લાભ અને પર્યાવરણના રક્ષણ માટે અત્યંત સક્ષમતાપૂર્વક થવો જોઇએ.