ડીઆરડીઓએ વિકસાવેલી મિસાઈલનું આંદોમાન નિકોબારમાં પરીક્ષણ
સરહદે ચીન સાથે પ્રવર્તતી તંગદિલી વચ્ચે ભારતે આજે સવારે આંદોમાન નિકોબાર ટાપુ સમુહ પર જહાજ વિરોધી સુપર સોનિક બ્રહ્મોસ ક્રુઝ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું હતુ. ભારતીય નૌસેનાને વધુ તાકાતવાન બનાવવા કેટલાક સુધારા અને પરીક્ષણો થઈ રહ્યા છે તેના ભાગ રૂપે આ જહાજ વિરોધી મિસાઈલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતુ તેમ સુત્રોએ જણાવ્યું હતુ.
તમનેએ જણાવીયે કે બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઈલને ડીઆરડીઓએ વિકસાવ્યું છે. તાજેતરમાં જ ભારતે બ્રહ્મોસ ક્રુઝ મિસાઈલ બનાવી પરીક્ષણ કર્યું હતુ જે લાંબા અંતર જઈ અચૂક નિશાન સાધી શકે છે. અને તે રડારમાં પણ દેખાતુ નથી.
બાદમાં હવે નૌસેના માટે જહાજવિરોધી ક્રુઝમિસાઈલ બનાવી તેનું સફળ પરીક્ષણ કરાયું છે.