શહેર ભાજપનું નવું માળખું જાહેર: નવા માળખામાં ૮ ઉપપ્રમુખ, ૩ મહામંત્રી, ૮ મંત્રી: ૭ નવા ચહેરાઓને મળ્યું સ્થાન
રાજકોટ શહેર ભાજપની નવી ટીમ આજે પ્રમુખ કમલેશ મિરાણીએ જાહેર કરી છે. આ ટીમ અનુભવી ઉપર યથાવત રહી છે. સામે યુવા ભાજપમાં નવાણિયા માટે મોટો અવકાશ રહ્યો છે. આ વખતેની ટીમમાં ૮ ઉપપ્રમુખ, ૩ મહામંત્રી, ૮ મંત્રી છે. સામે ૭ જેટલા નવા ચહેરાને સ્થાન આપવામાં આવ્યું છે.
નવી ટીમમાં ઉપપ્રમુખ તરીકે વીરેન્દ્રસિંહ ઝાલા, પ્રફુલભાઈ કાથરોટીયા, કેતન પટેલ, પ્રદીપ દવ, મહેશ રાઠોડ, કંચનબેન સિદ્ધપુરા, પુનીતાબેન પારેખ, કિરણબેન માકડીયા, મહામંત્રી તરીકે દેવાંગભાઈ માંકડ, જીતુભાઈ કોઠારી અને કિશોરભાઈ રાઠોડ, મંત્રી તરીકે વિક્રમભાઈ પુજારા, દિવ્યરાજસિંહ ગોહિલ, રઘુભાઈ ધોળકીયા, માધવ દવે, ડો. દર્શીતાબેન શાહ, રસીલાબેન સાકરીયા, જ્યોત્સનાબેન હળવદીયા, ડો. ઉન્નતિબેન ચાવડા અને કોષાધ્યક્ષ તરીકે અનિલભાઈ પારેખ અને કાર્યાલય તરીકે હરેશભાઇ જોશીને નિયુક્ત કરવામાં આવ્યા છે.
રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આ૨.પાટીલજી તેમજ પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા સાથે વિચા૨-વિર્મશ ર્ક્યા બાદ શહે૨ ભાજપ પ્રમુખ કમલેશ મિ૨ાણીએ ૨ાજકોટ શહે૨ ભાજપના નવનિયુક્ત હોદેદા૨ોની ટીમની જાહે૨ાત ક૨ેલ છે.ત્યા૨ે કમલેશ મિ૨ાણીએ જણાવેલ કે જનસંઘના સ્થાપક ડો. શ્યામાપ્રસાદ મુખર્જી અને પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીએ આપેલા મંત્ર અનુસા૨ જયા માનવી ત્યાં સુવિધા અને અંત્યોદયની ભાવના સાથે છેવાડાના માનવીનો વિકાસ થાય તે અનુસા૨ આજે ભાજપ સ૨કા૨ અનેકવિધ યોજનાઓ ધ્વા૨ા લોકોને સુખાકા૨ી આપી ૨હી છે ત્યા૨ે જનસંઘ કે ભાજપના સ્થાપનાના પાયામાં ૨ાષ્ટ્રવાદની વિચા૨ધા૨ા, લોકકલ્યાણકા૨ી યોજનાઓની સાથોસાથ દેશનું ગૌ૨વ વધે, દેશનુ સ્વાભિમાન વધે તે વાત પાર્ટીના પ્રત્યેક કાર્યર્ક્તાના દિલમાં પડેલી છે.ત્યા૨ે શહે૨ ભાજપની આ નવનિયુક્ત ટીમ સંગઠનને વધુ સુદૃઢ બનાવશે. આ તકે શહે૨ ભાજપ ની આ નવનિયુક્ત ટીમને ગુજ૨ાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડના ચે૨મેન ધનસુખ ભંડે૨ી, પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભા૨ધ્વાજ, સાંસદ અભયભાઈ ભા૨ધ્વાજ, મોહનભાઈ કુંડા૨ીયા, ધા૨ાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અ૨વીંદ ૨ૈયાણી, લાખાભાઈ સાગઠીયા, મેય૨ બીનાબેન આચાર્ય સહીતના અગ્રણીઓએ તેમજ તમામ શ્રેણીના કાર્યર્ક્તાઓએ આવકા૨ી શુભેચ્છા પાઠવેલ હતી.
શહેર યુવા ભાજપની કમાન કોના હાથમાં??
રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી દ્વારા આજરોજ પોતાની નવી ટીમલી નું માળખું તૈયાર કરવામાં આવ્યું હતું ત્યારે શહેર ભાજપ ઉપપ્રમુખ તરીકે પ્રદીપ ડવનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. શહેર યુવા ભાજપ પ્રમુખ તરીકે પ્રદીપ છેલ્લા બે ટર્મથી ખૂબ જ સારી રીતે યુવાઓ નું સંચાલન કરી રહ્યા હતા .એક ટર્મમાં પ્રદેશ કારોબારી સભ્ય તરીકે પણ ખુબજ સારી કામગીરી નિભાબી હતી.પાર્ટી પ્રત્યેની વફાદારી અને તેમની સૂઝબૂઝ દ્વારા તેમણે ગ્રાઉન્ડ લેવલ એ યુવાન નું માળખું તૈયાર કરી ભારતીય જનતા પાર્ટી માં ખુબ સારું યોગદાન આપ્યું છે તેમની કાર્યપદ્ધતિ જોતા પ્રદીપ ડવ ને શહેર ભાજપ ઉપપ્રમુખમાં સ્થાન આપવામાં આવ્યું છે. શહેર ભાજપની યુવા ટીમ માં પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવતા પ્રદીપ ડવનું સ્થાન હવે ખાલી છે ત્યારે યુવા પ્રમુખ તરીકે ભાજપ કોને કમાન્ડ સોંપશે ? તેમાં સૌ યુવાઓને ઉત્સુકતા છે. રાજકોટ શહેર ભાજપની ટીમના માળખામાં મહદંશે ટીમ યથાવત રાખવામાં આવી છે જ્યારે નવાણિયા જ્યારે યુવા ભાજપ માં નવાણિયા માટે નવો અવકાશ રહેશે. પ્રદીપ જ્યારે સિનિયર નેતાઓ સાથે કદમ મિલાવવા જઇ રહ્યા છે ત્યારે યુવા ભાજપ માં પાર્ટી કોને મોખરે કરશે તે એક ચર્ચાનો વિષય બની રહ્યો છે.ભારતીય જનતા પાર્ટીમાં શહેર ભાજપની યુવા પાંખમાં પ્રમુખ પદે હાલ ચર્ચાઈ રહેલ નામોમાં પરેશ પીપળીયા, પૃથ્વી વાળા તેમજ હિરેન રાવલ સહિતના નામો ચર્ચામાં છે. તમામ નામોમાં સૌથી મોખરે ચર્ચાતું નામ પરેશ પીપળીયાનું છે.પરેશ પીપળીયા ઉપપ્રમુખ રહી ચૂક્યા છે, મહામંત્રી પણ રહી ચૂક્યા છે.યુવાઓની જવાબદારી તેઓ બાખૂબી નિભાવી રહ્યા છે.ભારતીય જનતા પાર્ટીમાં આખરી નિર્ણય તો હાઇકમાન્ડનો જ રહે છે ત્યારે યુવા પ્રમુખ તરીકે પાર્ટી કોને જવાબદારી સોંપશે તે જોવું રહ્યું.
ઉપપ્રમુખ તરીકે ત્રીજી વખત રીપિટ થયેલા વિરેન્દ્રસિંહ પર પક્ષનો ભરોસો અકબંધ
કેન્સર જેવી ગંભીર બીમારી સામે ઝઝૂમીની સંપૂર્ણ સ્વસ્થ થયેલ વિરેન્દ્રસિંહ ઝાલા પર પાર્ટીએ ત્રીજી વખત વિશ્વાસ મૂકી તેમને રિપીટ કર્યા છે. વિરેન્દ્રસિંહ પર કાર્યકર્તાઓનો અતૂટ ભરોસો છે .સાથે જ ટોચના નેતાઓ સાથે પણ નિકટ નો નાતો ધરાવતા વિરેન્દ્રસિંહ ભારતીય જનતા પાર્ટી પ્રત્યે વફાદાર રહી પાર્ટીને આગળ લાવવામાં ગ્રાઉન્ડ લેવલે કામ કરી લોકઉપયોગી કર્યો કરી રહ્યા છે. પાર્ટીએ વિરેન્દ્રસિંહ પર ભરોસો અકબંધ રાખતા વિરેન્દ્રસિંહે પાર્ટીનો આભાર વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે વીરેન્દ્રસિંહ છેલ્લા ઘણા વર્ષોથી ભાજપને વફાદાર રહીને સંગઠનને વધુમાં વધુ મજબૂત બનાવવા માટે કમર કસી રહ્યા છે. તેઓની નિષ્ઠાવાન કામગીરીને ધ્યાને લઈને પક્ષે તેઓ ઉપર ભરોસો અંકબંધ રાખ્યો છે. તેઓની પુન:નિયુક્તિને લઈને ઠેર ઠેરથી અભિનંદન વર્ષા થઈ રહી છે.