પહેલી મે, ગુજરાત સ્થાપના દિન નિમિતે ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગ દ્વારા કોરોના વોરીયર્સ માટેની કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન જી.સી.ઈ.આર.ટી. અને રાજયકક્ષાની પ્રાથમિક, માધ્યમિક શિક્ષણ કચેરીઓના સંયુકત ઉપક્રમે કરવામાં આવેલ હતું. જેમાં કાવ્યલેખન સ્પર્ધામાં શ્રુતિ તેજસભાઈ શાહે ખૂબ સુંદર કૃતિ રજૂ કરતા રાજય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર પ્રાપ્ત થયેલ છે. શ્રુતિની આ કૃતિમાં એ તમામ કોરોના વોરીયર્સનો ઉલ્લેખ કરવામાં આવેલ કે જે ચાહે વડાપ્રધાન હોય, મુખ્યમંત્રી હોય, ડોકટર્સ, સંતઓ, વૈજ્ઞાનિકો, બેન્કો, હોસ્પિટલો, શિક્ષકો, વકિલો, ઉદ્યોગપતિઓ, પોલિસ વિભાગ, વેપારીઓ, વિદ્યાર્થીઓ, સેવાભાવી સંસ્થાઓ જેવા અનેક લોકો જેઓએ તન-મન-ધનથી પોતાની જાતની પરવા કર્યા વગર કોરોના સામે લડત આપવામાં યોગદાન આપેલ છે.
આ સ્પર્ધામાં આશરે ૧૭૦૦૦ એન્ટ્રીઝ આવેલ તેમાંથી સમગ્ર જિલ્લામાંથી શ્રુતિ ની કૃતિને શ્રેષ્ઠ કૃતિ તરીકે પસંદગી કરવામાં આવેલ છે અને પ્રથમ ક્રમે ધોષિત કરવામાં આવેલ છે. પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરવા બદલ જિલ્લા શિક્ષણ અને તાલિમ ભવન રાજકોટ ખાતેથી માં. પ્રો સોનલબેન ચૌહાણ હસ્તક ઈનામની ૨કમનો ડ્રાફટ શ્રુતિને એનાયત કરવામાં આવેલ હતો. શ્રુતિની આ સિધ્ધી બદલ શ્રુતિના પપ્પા-ડો. તેજસ શાહ (લાઈબ્રેરીયન-વી,વી,પી.),મમ્મી- હેતલબેન, ભાઈ-મોક્ષમ, મોટા પપ્પા રાજનભાઈ (પી.એફ. ઓફિસ) ભાભુ-ઝંખનાબેન તથા મહાત્મા ગાંધી સ્કૂલના સંચાલકો, શિક્ષકો અને તેના મિત્ર વર્તુળ તરફથી અને શાહ પરિવાર તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવવામાં આવેલ છે.