સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગુજરાતી ભાષા સાહિત્ય ભવનના પૂર્વ પ્રાધ્યાપક અને પૂર્વ અધ્યક્ષ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આર્ટ્સ વિદ્યાશાખાના પૂર્વ ડીન;હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ એન. સી. ટી. ઇ. વેસ્ટ ઝોનના પૂર્વ ચેરમેન વર્તમાનમાં મધ્યપ્રદેશની હરિસિંહ ગૌર સાગર સેન્ટ્રલ યુનિવર્સિટીમાં કુલાધિપતિ અને નવીદિલ્હી માં જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં ફેકલ્ટી સિલેકશનમાં માન. રાષ્ટ્રપતિના પ્રતિનિધિ રાજારામ મોહનરાય લાયબ્રેરી ફાઉન્ડેશનના એક્ઝિક્યુટિવ કમિટીના મેમ્બર અને અનેક યુનિવર્સિટીમાં કુલપતિઓની નિયુક્તિ માટેની સર્ચ કમિટીના મેમ્બર તરીકે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના વાઇસ ચેરમેનની નિયુક્તિ માટેની કમિટીમાં મેમ્બર વર્તમાનમાં ગુજરાત સરકારની મેડીકલ અને પેરા મેડીકલ કોર્ષની ફી નિર્ધારણ કમિટીના મેમ્બર વિદ્યા ભારતી અને અખિલ ભારતીય સાહિત્ય પરિષદના અધિકારી તરીકે જવાબદારી વહન કરતા એવા ડો. બળવંતભાઈ જાનીને ભારત સરકારના શિક્ષણ મંત્રાલયે દ્વારા સ્થાપિત “ભારતીય ભાષા વિશ્વવિદ્યાલય ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રાન્સલેશન એન્ડ ઇન્ટર પ્રી ટેશન” સંસ્થાનના ધારાધોરણો માટે બનાવેલી ૧૧ સભ્યોની ઉચ્ચસ્તરીય સમિતિના સભ્યપદે નિયુક્તિ આપેલ છે.
ડો. બળવંતભાઈ જાની સાથે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન ના ચેરમેન સહિત ના નવ સભ્યોએ આગામી ત્રણ માસ ની અવધિમાંજ અહેવાલ તૈયાર કરીને સુપ્રત કરશે. આ નવરચિત ભારતીય ભાષા વિશ્વવિદ્યાલય ના દ્વારા રાષ્ટ્રીય કક્ષાએ અનુવાદ; ઇન્ટરપ્રિટેશન અને ભારતીય ભાષાઓના અધ્યનઅને સંશોધન માટે અખિલ ભારતીય સ્તરની સંસ્થાન અસ્તિત્વમાં આવશે. ડો. બળવંતભાઈ જાનીને સૌરાષ્ટ્ર; ગુજરાત અને ભારતભરમાંથી આ નવી જવાબદારી બદલ અભિનંદન અને શુભેચ્છાઓ પ્રાપ્ત થઈ રહેલ છે.