રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગમાં દર્દીઓ જીવતા ભૂંજાઇ જવાના કેસમાં હવે પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. આખરે 304 અ અને 114હેઠળ ગુનો દાખલ થયો છે..ડો. પ્રકાશ મોઢા, ડો.તેજસ કરમટા સહિતના આરોપીઓની ધરપકડ થાય તેવી શક્યતા છે.
હોસ્પિટલમાં આગની ઘટના અંગે રાજકોટ પોલીસે કહ્યું કે, આ બનાવમાં 4 દર્દીઓના દાઝી જવાથી, 1 વ્યક્તિનું ગુંગણામણથી મોત થયું હતું. 30 સેકન્ડમાં આગ લાગી હતી.
વધુમાં જણાવાયું હતું કે, આ ઘટનામાં 304-Aનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હોસ્પિટલમાંથી ઈમરજન્સી એક્ઝીટ અંગે પોલીસે કહ્યું હતું કે, ઇમરજન્સી એક્ઝિટ હતું પણ આડશ હતી. ઉપરાંત હોસ્પિટલમાં સ્ટાફને ઇમરજન્સી રેસક્યું અંગેની તાલીમ આપવામાં આવેલ ન હતી. તેમજ ઈવેક્યુશન પ્લાન બનાવવામાં આવેલ ન હતો અને.ઓટોમેટિક સ્પ્રિંકલ સિસ્ટમ ની વ્યવસ્થા પણ નહતી. ઉલ્લેખનીય છે કે, આ ઘટનામાં હોસ્પિટલ તરફથી પોલીસ ને જાણ કરવામાં નહોતી આવી!
વિગતો મુજબ ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગ મામલે
એફે.એસ.એલના અધિકારીઓ દ્વારા આઇસીયુ માંથી 13 નમૂના લેવામાં આવ્યા છે, દરેક બેડ પાસે દર્દીને ફરતે પડદા લગાવવામાં આવ્યા હતા, જેના કારણે સીસીટીવી માં સ્પષ્ટ જણાઈ રહ્યું નથી તેવું ડીસીપીનું કહેવું છે. આગ લાગવાનું કારણ હજુ સ્પષ્ટ નથી હોવાનું પણ તેમણે કહ્યું હતું.