નઇ સોચ નહી રાહે.. બીલકુલ ગલત…
૩૫૦ જેટલા ગ્રાહકો અને એજન્ટોને કંપનીએ ધુંબો માર્યો
અમદાવાદમાં હેડ ઓફીસ ધરાવતી યુવા નિધિ ગ્રુપ નઇ સોચ નઇ રાહે નામની સેલીંગ કંપનીએ ધ્રાંગધ્રામાં શાખા ખોલી ગ્રાહકોએ કરેલા રોકાણના રૂ. ૯,૭૧,૪૩૩ યાકતી મુદતે પરત નહીં કરી વિશ્વાસઘાત અને છેતરપીંડી કરતા બનાવ અંગે કંપનીના ચિફ મેનેજીંગ ડાયરેકટ સહિત નવ વ્યક્તિઓ સામે ફરીયાદ થવા પામી છે.
પ્રાપ્ત વિગતો મુજબ ધ્રાંગધ્રાના સોમનાથ સોસાયટીમાં રહેતા શોભાનાબેન લાલજીભાઇ પનારાએ યુવા નિધી કંપનીના ચીફ મેનેજીગ ડાયરેકટર અન્દુલકુમારસીંગ રાજપૂત, એમ.ડી. સુરેન્દ્રસંઘ રાજપુત, રવિન્દ્રસીંગ રામજીસીંગ, મેહુલ કુમાર વ્યાસ, રાકેશ રાય, પી.કે. સીંઘ કેશીયર અંજલી તોખર, શુશીલ કુમાર, શ્રીવાસ્ત્વ તથા અજીત શ્રીવાસ્તવ સામે છેતરપીડી કર્યાની ધ્રાંગધ્રા પોલીસમાં ફરીયાદ કરતા પોલીસે કલમ ૪૦૬, ૪૨૦, ૧૨૦ (બ) સહિત ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
ફરીયાદમાં જણાવ્યા મુજબ ધ્રાંગધ્રામાં શક્તિ ચોકમાં આવેલી ત્રિવેદી ચેમ્બર્સમાં ચાલતી યુવા નિધિ કંપની દ્વારા રોકાણનું તગડું વળતર મળે તેવી લાલચભરી સ્કીમ આપી લોકોને વિશ્વાસસમાં લઇ ૩૫૦થી વધુ ગ્રાહકો તથા એજન્ટોના કુલ રૂ.૯,૭૧,૪૩૩ પાઠવી મુદતે પરત નહી કરી વિશ્વાસઘાત કરતા અને કંપનીની ઓફીસને તાળા લાગી જતા કંપનીમાં એજન્ટ તરીકે જોડાયેલા શોભનાબેન પોલીસમાં ફરીયાદ કરી હતી.