સરકાર દ્વારા સસ્તા અનાજ દુકાન મારફત ગરીબ પરિવારોને અનાજ સસ્તા ભાવે અપાતું હોય છે જોકે અનેક સ્થળોએ અનાજની ગુણવત્તાને લઈને સવાલો ઉભા થતા હોય છે જેમાં માળિયા તાલુકાના ખાખરેચી ગામે સસ્તા અનાજ દુકાને વિતરણ કરાતું અનાજ નબળી ગુણવત્તાનું હોવાની ફરિયાદો ઉઠી રહી છે
માળિયા તાલુકાના ખાખરેચી ગામે સસ્તા અનાજ દુકાન પરથી મળતા ઘઉં સહિતના અનાજની ગુણવત્તા અત્યંત નબળી હોવાની ફરિયાદો ઉઠી રહી છે ગામના રણછોડભાઈ બાબરિયાના જણાવ્યા અનુસાર સસ્તા અનાજની દુકાનેથી જે અનાજ અપાય છે તે મનુષ્ય તો ઠીક પરંતુ ઢોર પણ ના ખાય તેટલી હલકી ગુણવત્તાનું છે અને અનાજમાં જીવડા પણ જોવા મળે છે જેથી સારી ગુણવત્તાનું અનાજ વિતરણ થાય તે માટે તંત્ર યોગ્ય પગલા ભરે તેવી માંગ કરી છે