ગૌસેવકોએ તાબડતોબ મુંગા પશુઓને બચાવ્યા
ફાયરબ્રિગેડે પાણીનો મારો ચલાવી આગ બૂજાવી: આગથી ગારો માટે ઘાસચારાનો પ્રશ્ન ઉભો થયો
દરેડ વિસ્તારમાં માં દર્શન ગૌ શાળાના ગોડાઉનમાં આગ ભાભૂકી ઉઠતા લાખોની કિંમ્તનો કડબ અને ઘાસચારા ભુકાનો નાશ થયો હતો. ગૌ સેવકોએ બનાવ બાદ તુરત જ ઘસી જઇ ગાયોને બચાવી લીધી હતી. જામનગર નજીકના વિસ્તારમાં આવેલી માં દર્શન ગૌશાળા ના ઘાસચારાના જથ્થા માટે ના ગોડાઉનમાં બપોરે અકસ્માતે આગ ભભૂકી ઉઠી હતી, અને થોડી ક્ષણોમાં જ આગે ભિષણ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ફાયરબ્રિગેડની ટીમને જાણ કરાતા ફાયર શાખા ના ૧૨થી વધુ જવાનો દ્વારા પાણીના ૧૧ મોટા ટેન્કરો અને સાત જેટલા ટ્રેકટરો ની મદદથી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ગોદામની અંદર રાખેલો લાખોની કિંમતનો કડબ નો જથ્થો ભસ્મીભૂત થયો છે. જેને લઇને ગૌશાળામાં રહેલી ૩૧૫થી વધુ ગાયો માટે ઘાસચારા નો પ્રશ્ન ઉપસ્થિત થયો છે. આગના બનાવ સમયે ગૌશાળા સેવાભાવી કાર્યકરોએ દોડી આવ્યા હતા, અને તમામ ગાયોને સલામત સ્થળે ખસેડી લીધી હતી.
જામનગર નજીક દરેડ વિસ્તારમાં આવેલી માં દર્શન ગૌશાળાના ઘાસના ગોડાઉનમાં બપોરે દોઢ વાગ્યે અકસ્માતે આગ ભભૂકી ઉઠી હતી, અને ગોડાઉનમાં રાખેલો ઘાસનો તેમજ મગફળીના ભુક્કો એકાએક સળગવા લાગ્યો હતો. જે બનાવ અંગે ફાયરબ્રિગેડને જાણ કરાતાં ચીફ ફાયર ઓફિસર કે.એન. બિશનોઈ તેમના સ્ટાફ સાથે બનાવના સ્થળે દોડી ગયા હતા. આગે બહુ મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હોવાથી અન્ય ત્રણ ફાયર ફાયટરોએ પણ દોડતા કરાવાયા હતા. અને મોડી સાંજ સુધી ૧૧ જેટલા પાણીના ટેન્કરો ઉપરાંત સાત જેટલા પાણીના ફેરા કરીને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જો કે અંદર હજુ પણ ઘાસનો જથ્થો ધૂંધવાતો હોવાથી ઠારવાની પ્રક્રિયા અવિરત ચાલુ રાખવામાં આવી હતા.
આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, પરંતુ ગોડાઉનમાં ગાયો માટે રાખવામાં આવેલો લાખો રૂપિયાની કિંમતનો ઘાસ નો જથ્થો થોડા સમય પહેલાં જ એકત્ર કરીને સંગ્રહ કરવામાં રાખ્યો હતો આવ્યો હતો. જે તમામ જથ્થો બળીને ખાખ થયો છે. આગની ઘટનાના પગલે થોડા સમય માટે ગૌશાળામાં રહેલી ૩૧૫ જેટલી ગાયોમાં પણ દોડધામ થઇ હતી. જેથી ગૌ શાળાના સંચાલક ચંદુભાઈ મુંગલપરા, કલ્પેશ ભાઈ સાવલિયા, સહિતના અન્ય સંચાલકો તથા અન્ય કાર્યકરોની ટીમ ગૌશાળામાં દોડી આવી હતી, અને તમામ ગાયોને સલામત રીતે અન્ય ડોમમાં ખસેડી દીધી હતી. આગને લઈને ગાયો માટે ઘાસચારો નો પ્રશ્ન ઉપસ્થિત થયો છે.