એકપણ હોસ્પિટલ કે હોટેલમાં ઉભી કરવામાં આવેલી કોવિડ હોસ્પિટલને પૂર્ણ તપાસ કર્યા વિના મંજુરી આપવામાં આવેલી ની
જુઠ્ઠા આરોપ કોંગ્રેસ નેતાઓએ કર્યા છે હવે જો તેઓ આ આરોપ સાબિત ન કરી શકે તો તેમણે જાહેરમાં માફી માંગવી જોઈએ
શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગની દુ:ખદ ઘટનામાં પણ રાજકારણનો અવસર શોધે છે કોંગ્રેસનાં નેતાઓ…
ગુજરાત મ્યુનીસીપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી અને પ્રદેશ ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજની એક સયુંકત યાદી માં જણાવેલ છે કે રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં ગત રાતે આગ લાગવાની દુર્ઘટના બની હતી જેમાં પાંચ દર્દીઓના મૃત્યુ યા છે અને બાકીનાં પચ્ચીસી વધુ દર્દીઓને સમય રહેતા બચાવી લેવામાં આવ્યા છે. રાજકોટની શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાની દુર્ઘટનાી મૃત્યુ પામેલા વ્યક્તિઓ પ્રત્યે સંવેદના પ્રગટ કરીને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ દુ:ખ વ્યક્ત કર્યું છે. સો જ મુખ્યમંત્રીએ આ આગ લાગવાની દુર્ઘટનામાં જીવ ગુમાવનારા પ્રત્યેક વ્યક્તિઓના વારસદારને ચાર લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. વધુમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આ ઘટનાની તપાસ માટે પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના અધિક મુખ્ય સચિવ એ.કે. રાકેશને જવાબદારી સોંપી છે. આમ, રાજકોટની હોસ્પિટલમાં આગની દુર્ઘટનાને પગલે રૂપાણી સરકાર દ્વારા ત્વરિત પગલા ભરવામાં આવ્યા છે.
વધુ માં તેઓ એ જણાવેલ કે એક તરફ કોરોનાની વૈશ્વિક આફત સામે વિકસિત દેશો લાચાર બની જજુમી રહ્યાં છે ત્યારે બીજી તરફ ભારત દેશ કોરોનાની મહામારી સામે મક્કમતાી બા ભીડી રહ્યો છે. કોરોનાકાળમાં ભાજપ સરકારનાં કાર્યોની પ્રસંશા ઠઇંઘ દ્વારા પણ કરવામાં આવી છે. આ મહામારીના સમયમાં સમગ્ર દેશે એક બની કોરોના વિરુદ્ધની લડાઈ લડવી જોઈએ ત્યારે કોંગ્રેસ પોતાની વર્ષો પુરાણી પરંપરા મુજબ કોરોનાનાં નામે ગંદી રાજનીતિ રમી સમાજમાં અરાજકતા ઉભી કરી રહી છે. રાજકોટની કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગની દુર્ઘટનામાં મૃતક પામેલાનો મલાજો ન રાખતા તેમજ ઘટનાની ગંભીરતા ન સમજતા પ્રેસ કોન્ફ્રેન્સ કરી રાજકોટ શહેર કોંગ્રેસનાં મિત્રોએ ફરી એકવખત સાબિત કરી આપ્યું છે કે તેમને ગંદી અને હીન કક્ષાની રાજનીતિમાં જ રસ છે. મૃતકનાં પરિવારજમો પ્રત્યે સંવેદના પ્રગટ કરવા અને સહાય આપવાની જગ્યાએ કોંગ્રેસી નેતાઓને ભાજપ પર આક્ષેપબાજી કરી રહ્યા છે જે શરમજનક બાબત છે.
માનવતાને નેવે મૂકી કોંગ્રેસનાં મિત્રો અશોક ડાંગર૪ મહેશ રાજપૂત૪ વશરામ સાગઠીયા અને હેમાંગ વસાવડાએ રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગની ઘટના અંગે કરેલી પ્રેસ કોન્ફ્રેન્સમાં જણાવેલી વિગતો ભૂલ ભરેલી તેમજ તદ્દન ખોટી છે. જ્યાં સુધી ઉચ્ચ અધિકારીઓનો તપાસ રિપોર્ટ ન આવે ત્યાં સુધી કઈપણ કહેવાની જગ્યાએ ગુજરાત સરકાર૪ તંત્ર અને હોસ્પિટલ પર અગાઉી જ ગંભીર બેદરકારીનાં આક્ષેપો કોંગ્રેસ નેતાઓએ લગાવીને અક્ષમ્ય અપરાધ કર્યો છે જેની તેમણે માફી માંગવી જોઈએ. એકપણ હોસ્પિટલ કે હોટેલમાં ઉભી કરવામાં આવેલી કોવિડ હોસ્પિટલને પૂર્ણ તપાસ કર્યા વિના મંજુરી આપવામાં આવેલી ની. રાજકોટમાં ઉભી કરવામાં આવેલી કોવિડ હોસ્પિટલમાં ભાજપનાં લોકોની ભાગીદારી છે અને તેમાં તંત્રની મિલીભગત છે એવા જુઠ્ઠા આરોપ કોંગ્રેસ નેતાઓએ કર્યા છે હવે જો તેઓ આ આરોપ સાબિત ન કરી શકે તો તેમણે જાહેરમાં માફી માંગવી જોઈએ. કોંગ્રેસ નેતાઓ આવા દુ:ખદ સમયે પણ રાજકરણ છોડતા ની એ કમનસીબીની બાબત છે. ભાજપ પર પાયાવિહોણા આક્ષેપો લગાવી કોંગ્રેસ રાજરમત રમી પ્રજાને ગેરમાર્ગે દોરી ભયનો માહોલ ઉભો કરવા માંગે છે. હકીકતમાં રાજકોટમાં આવેલી હોટેલો કે હોસ્પિટલોમાં ઉભા કરવામાં આવેલા કે મંજૂરી આપવામાં આવેલા કોવિડ સેન્ટરોમાં ફાયર સેફટીનાં સંપૂર્ણ સાધનો ઉપલબ્ધ છે.
કોંગ્રેસ જુઠ્ઠાણાી ખદબદે છે. કોંગ્રેસનાં નેતાઓને કોઈપણ ઘટના-દુર્ઘટનાની દોષનો ટોપલો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને ભાજપ પર ઢોળવાની કુટેવ પડી ગઈ છે. તેી જ કોઈપણ ઘટનાને મુખ્યમંત્રી કે ભાજપ સો અનુસંધાન ન હોય તો પણ કોંગ્રેસ નેતાઓ કઈપણ ખરાબ-ખોટું ાય તે માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને ભાજપને જ જવાબદાર સમજે છે જે પાછળ તેમના પૂર્વગ્રહો અને લઘુતાગ્રંી જોડાયેલી છે. કોંગ્રેસનાં મિત્રોને કોરોનાકાળ પહેલાનો કમળો ઈ ગયો છે એટલે બધું પીળું જ દેખાય છે. ખાલીખોટી પ્રેસ કોંફ્રન્સ કરી મીડિયા અને પ્રજાનો સમય બરબાદ કરવાની જગ્યાએ કોંગ્રેસી નેતાઓએ સેવાકીય કાર્યોમાં જોડાઈ પોતાના પાપ ધોવાના કાર્યમાં લાગી જવું જોઈએ. એમ અંતમાં ગુજરાત મ્યુનીસીપલ ફાઇનાન્સ બોર્ડ ના ચેરમેન ધનસુખ ભંડેરી અને પ્રદેશ ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજે જણાવ્યું હતું.