કોરોનામાં સુરક્ષા-સાવચેતી સાથે યોજાશે
આફ્રિકા, એશિયા, યુરોપીય દેશોના પ્રતિનિધિ મંડળો ભાગ લેશે
આજે કોરોના મહામારી બાદ વગોવાઈ અને બદનામ થયેલ ચાઈનાની પ્રોડકટસ ખરીદનાર દેશો હવે ભારત તરફ નજર દોડાવી રહ્યા છે ભારતનાં નિકાસકારો અને ઉત્પાદકો માટે કોરોના એક વિશાળ તક લઈને આવ્યો છે. આ તક ઝડપી લેવાનો આ ઉત્તમ સમય છે.ત્યારે સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા તમામ સલામતી અને સાવચેતીનાં પગલા સાથે સતત સાતમાં વર્ષે એસવીયુએમ 2021 આંતરરાષ્ટ્રીય વેપાર મેળાની આઠમી આવૃત્તિનું આયોજન કરવામાં આવનાર છે. જેમાં 30 જેટલા દેશેમાંથી 200 જેટલા ગ્રાહકોને આમંત્રીત કરવામાંઆવશે 11 થી 13 ફેબ્રુઆરી 2021, 3 દિવસ પ્રદર્શન તથા બી 2 બી મીટ માટે માટે અને 14 થી 15 ફેબ્રુઆરી 2021, 2 દિવસ ફેકટરી વિઝિટ માટે રાખવામાં આવેલ છે. સ્થળ એનએસઆઈ સી ગ્રાઉન્ડ 80 ફૂટ રોડ, આજી વસાહત ખાતે રાખવામાં આવેલ છે. સમય સવારે 10થી 6 વાગ્યા સુધીનો રહેશે.
આ આંતરરાષ્ટ્રીય વેપાર મેળો ખાસ કરીને એગ્રિકલચર પ્રોડકટસ, મશીનરી અને ઈકવીપમેન્ટસ ફૂડ પ્રોડકટસ અને મશીનરી, પ્રોસેસ મશીનરી,બાંધકામ ઉદ્યોગ સીરામીક, સેનેટરીવેર, હાર્ડવેર બાથ ફીટીંગ્સ પેક ફૂડ્સ બિસ્કીટસ કોર્ન ફલેકસ ટોમેટો કેચપ કેન્ડી કિચનવેર હાઉસવેર, વોટર અને એર સોલ્યુશન, બ્યુટીકેર અને હેલ્થકેર, કોસ્મેટિકસ ગાર્મેન્ટસ, બૂટ ચપ્પલ, હેન્ડી ક્રાફટસ ગિફટ આર્ટિકલ્સ, સ્પાઈસીસ, ઈલેકટ્રોનિકસ, કોમ્પ્યુટર, મોબાઈલ અને એસેસરીઝ, સહિતની અનેક પ્રોડકટસ માટે ઉપયોગી થશે.
તાજેતરમાં ઝિમ્બાબ્વેના એમ્બેસેડર ડોકટરજી એમ. ચિમ્પારે દ્વારા સંસ્થા ઉપર આવેલા પાત્ર મુજબ ત્યાંની સરકાર ઝિમ્બાબ્વેના વિકાસ માટે સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ સાથે કરાર કરવા ઉત્સુક છે. અને ત્યાંની સરકારે આ માટે આગળ વધવા ત્યાંના ખાણ અને ખનીજ વિભાગના કેબીનેટ મિનિસ્ટર ઓનરેબલ વિનસ્ટન ચિટાન્ડો ને જવાબદારી સોપેલ છે.જેઓ તેમના પ્રતિનિધિ મંડળ સાથે રાજકોટ અને સૌરાષ્ટ્રની મુલાકાત લેશે.
કેન્દ્ર સરકાર દ્વારા પ્રદર્શન યોજવા માટે શરતી મંજૂરી આપવામાં આવેલ છે. ત્યારે સંસ્થા દ્વારા તમામ સાવચેતીનાં પગલા સાથે આયોજન કરવામાં આવશે.વિદેશથી આવનાર ડેલીગેટસ અને પાર્ટિસિપન્ટસ માટે કોરોના રિપોર્ટ ફરજીયાત રહેશે. જયારે મુલાકાતીઓ માટે પણ ટેમ્પરેચર અને ઓકિસજન લેવલની ચકાસણી અને માસ્ક ફરજીયાત રાખવામા આવશે.
દર વર્ષની માફક આ વર્ષે પણ આફ્રિકા, એશિયા અને અમુક યુરોપીય દેશોના પ્રતિનિધિ મંડળો ભાગ લેશે.
સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત ભાગ લેનાર પ્રદર્શન કર્તાઓને 50% જેવી રકમ સબસીડી તરીકે મળી શકે છે એન.એસ.આશ.સી. દ્વારા એસસી/એસટી પ્રદર્શન કરો માટે 100% સબસીડી નો લાભ મળી શકે છે. આ લાભ લેવા માટે એનએસઆઈસી સેન્ટર 80 ફીટ રોડ, આજી વસાહત, અમુલ સર્કલ ખાતે સંપર્ક કરવાનો રહેશે તથા અન્ય માહિતી માટે સંસ્થાની વેબસાઈટ ઠઠઠ.તદીળતવજ્ઞૂ.ભજ્ઞળ ઉપરથી માહિતી મળી શકશે.
પ્રદર્શનને સફળ બનાવવા સંસ્થાના ઉપપ્રમુખ મહેશભાઈ નગદીયાની આગેવાની હેઠળ કમીટી કાર્ય કરી રહેલ છે જેમાં કેતન વેકરીયા, વિશાલ ગોહેલ, કાર્તિક કેલા, મયુર ખોખર, લવ પીઠવા, પ્રશાંત ગોહેલ, વિજય મારૂ, વિરલ રૂપાણી, મૌકતિક ત્રિવેદી, અરવિંદ ધરજીયા, રમેશ પટેલ, નિખિલ ઠકકર, દિનેશભાઈ વસાણી,ધીમંત મહેતા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.
તસ્વીર: શૈલેષ વાડોલીયા